Jamnagar News: જામનગરમાં વિકાસગૃહમાં રહીને અભ્યાસ કરતી બે સગીર બહેનો ગુમ

વિકાસગૃહમાં રહીને અભ્યાસ કરતી બહેનોનું અપહરણ સંચાલિકા બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવી પોલીસે બહેનોને શોધવા ચક્રો ગતિમાન કર્યા જામનગરમાં 2 બહેનો વિકાસગૃહમાં રહીને અભ્યાસ કરતી હતી. આ 2 બહેનો રવિવારના રોજ ગુમ થઈ ગઈ હતી. જે બાદ આ વિકાસગૃહના સંચાલિકા દ્વારા આ બંને બહેનોના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કર્યા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ સંચાલિકા બહેન દ્વારા જામનગર સિટી B સિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ નોંધાવવામાં આવી હતી. 2 બહેનો વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં ગુમ જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને 2 બહેનો અભ્યાસ કરતી હતી. જેમાં એક 14 અને બીજી 17 વર્ષની સગીરા હતી. આ બંને બહેનો રવિવાર દરમિયાન વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વિકાસગૃહમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. વિકાસગૃહમાં ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બે બહેનો ગુમ થતાં વિકાસગૃહના ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટના મામલે વિકાસગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સંચાલિકાએ સિટી B સિવિઝન પોલીસ મથકમાં બંને સગીર બહેનોનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જામનગર સિટી B સિવિઝન પોલીસ તંત્ર સતર્ક બાદમાં, વિકાસગૃહના સંચાલિકા દ્વારા ગુમ થયેલી બહેનોનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. સાથે જ પોલીસ તંત્ર આ બહેનોને શોધવા માટે સતર્ક બન્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. 

Jamnagar News: જામનગરમાં વિકાસગૃહમાં રહીને અભ્યાસ કરતી બે સગીર બહેનો ગુમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિકાસગૃહમાં રહીને અભ્યાસ કરતી બહેનોનું અપહરણ
  • સંચાલિકા બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવી
  • પોલીસે બહેનોને શોધવા ચક્રો ગતિમાન કર્યા

જામનગરમાં 2 બહેનો વિકાસગૃહમાં રહીને અભ્યાસ કરતી હતી. આ 2 બહેનો રવિવારના રોજ ગુમ થઈ ગઈ હતી. જે બાદ આ વિકાસગૃહના સંચાલિકા દ્વારા આ બંને બહેનોના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કર્યા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ સંચાલિકા બહેન દ્વારા જામનગર સિટી B સિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ નોંધાવવામાં આવી હતી.

2 બહેનો વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં ગુમ

જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ચિલ્ડ્રન ફોર ગર્લ્સ વિભાગમાં રહીને 2 બહેનો અભ્યાસ કરતી હતી. જેમાં એક 14 અને બીજી 17 વર્ષની સગીરા હતી. આ બંને બહેનો રવિવાર દરમિયાન વિકાસ ગૃહમાંથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વિકાસગૃહમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

વિકાસગૃહમાં ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં ભારે દોડધામ

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં બે બહેનો ગુમ થતાં વિકાસગૃહના ટ્રસ્ટી સહિતના હોદ્દેદારોમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટના મામલે વિકાસગૃહમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા સંચાલિકાએ સિટી B સિવિઝન પોલીસ મથકમાં બંને સગીર બહેનોનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જામનગર સિટી B સિવિઝન પોલીસ તંત્ર સતર્ક

બાદમાં, વિકાસગૃહના સંચાલિકા દ્વારા ગુમ થયેલી બહેનોનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. સાથે જ પોલીસ તંત્ર આ બહેનોને શોધવા માટે સતર્ક બન્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.