Vadodara: રફ્તારના રાક્ષસોની હવે ખેર નહીં..! વાહન ચેકિંગ-પેટ્રોલિંગની કામગીરી તેજ

વડોદરા શહેર પોલીસ એક્શનમાં તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું પ્રજાની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગરાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધતી જાય છે જેને લઇ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા શહેર પોલીસે તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું છે. નંબર પ્લેટ વગરની બાઈકો તેમજ કારનું પણ ચેકિંગ હાથ ધર્યું છે. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ તથા કૂટ પેટ્રોલિંગની સ્પેશિયલ ડ્રાઇવ પણ ચલાવી છે. અનેક વાહોનોને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.વડોદરા પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી રહી છે.

Vadodara: રફ્તારના રાક્ષસોની હવે ખેર નહીં..! વાહન ચેકિંગ-પેટ્રોલિંગની કામગીરી તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરા શહેર પોલીસ એક્શનમાં
  • તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું 
  • પ્રજાની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધતી જાય છે જેને લઇ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા શહેર પોલીસે તમામ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું છે. નંબર પ્લેટ વગરની બાઈકો તેમજ કારનું પણ ચેકિંગ હાથ ધર્યું છે. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે વાહન ચેકિંગ તથા કૂટ પેટ્રોલિંગની સ્પેશિયલ ડ્રાઇવ પણ ચલાવી છે. અનેક વાહોનોને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી રહી છે.