Rajkot News: પદ્મિનીબાની તબિયત લથડતા એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા

પદ્મિનીબાને રાજકોટ AIIMSમાં દાખલ કરાયા ક્ષત્રિય આગેવાનો AIIMS ખાતે ભેગા થયારૂપાલાના વિરોધમાં અન્ન ત્યાગ કર્યો છેપરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી બાજુ રૂપાલાએ આજે રાજકોટમાં પોતાની ઉમેદવારી પણ નોંધાવી છે. જ્યાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન એવા પદ્મિનીબાની તબિયત લથડી છે અને તેમને રાજકોટ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી અનુસાર, છેલ્લા 14 દિવસતી પદ્મિનીબા રૂપાલાના વિવાદિત નિવેદન બાદ અન્ન ત્યાગ ઉપર છે. જ્યારે આજે સાંજે તેમની તબિયત લથડી અને તાત્કાલિક તેમને રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છેકે પદ્મિનીબાનું બ્લડ પ્રેશર લો થઇ ગયું હોવાથી નબળાઇ આવી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. 14 દિવસથી તેઓ અન્ન ત્યાગ ઉપર હોવાથી માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા છે. અને તેના કારણે જ આજે તેમની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તરફ ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, પુરશોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે પરંતુ આ દરમિયાન આજે રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી તેમજ સભા સંબોધી કલેકટર કચેરીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે પછી પણ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યા છે.

Rajkot News: પદ્મિનીબાની તબિયત લથડતા એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પદ્મિનીબાને રાજકોટ AIIMSમાં દાખલ કરાયા
  • ક્ષત્રિય આગેવાનો AIIMS ખાતે ભેગા થયા
  • રૂપાલાના વિરોધમાં અન્ન ત્યાગ કર્યો છે
પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં બીજી બાજુ રૂપાલાએ આજે રાજકોટમાં પોતાની ઉમેદવારી પણ નોંધાવી છે. જ્યાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન એવા પદ્મિનીબાની તબિયત લથડી છે અને તેમને રાજકોટ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગેની માહિતી અનુસાર, છેલ્લા 14 દિવસતી પદ્મિનીબા રૂપાલાના વિવાદિત નિવેદન બાદ અન્ન ત્યાગ ઉપર છે. જ્યારે આજે સાંજે તેમની તબિયત લથડી અને તાત્કાલિક તેમને રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છેકે પદ્મિનીબાનું બ્લડ પ્રેશર લો થઇ ગયું હોવાથી નબળાઇ આવી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. 14 દિવસથી તેઓ અન્ન ત્યાગ ઉપર હોવાથી માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા છે. અને તેના કારણે જ આજે તેમની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ તરફ ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે, પુરશોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે પરંતુ આ દરમિયાન આજે રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી તેમજ સભા સંબોધી કલેકટર કચેરીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે પછી પણ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યા છે.