Surat News : કાળઝાળ ગરમીમાં માંડવી તાલુકાના વદેશિયા ગામે પાણીનો પોકાર

વદેશિયા ગામે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉદ્દભવ્યો છે ગામમાં બોર, હેડપમ્પ છે પરંતુ પાણી નથી વદેશિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં એકતરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહીછે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ગામમાં બોર, હેડપમ્પ છે પરંતુ પાણી નથી. એકજ ફળિયામાં માંડ એક પમ્પ ચાલતા બે વર્ષથી ગ્રામજનોની રજૂઆત પણ છતાં ઉકેલ આવ્યો નથી.હાલની કાળઝાળ ગરમીને કારણે લોકો પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વાત ભલે વિકાસની અને સુવિધાઓની થાય. પરંતુ ખેતી વાડી ,ઉદ્યોગોથી હર્યું ભર્યું રહેતું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો પાણી વગર વલખા મારી રહ્યા છે. અહીં વાત છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાની. માંડવી તાલુકાના વદેશિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલની કાળઝાળ ગરમીને કારણે લોકો પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે. વદેશિયા ગામે પાણી પૂરું પાડવાનો અન્ય કોઈ સ્ત્રોત નહીવદેશિયા ગામે પાણી પૂરું પાડવાનો અન્ય કોઈ સ્ત્રોત પણ ના હોવાને કારણે રહીશો મહામુસીબતે દૂર દૂરથી પાણી લાવી તેઓ સંગ્રહ કરી લે છે. પીવાના પાણીથી માંડી કપડાં ધોવા સહિત પાણીના અભાવે ભર ઉનાળે દર વર્ષે આ સમસ્યાનો રહીશો સામનો કરે છે. તેમજ પીવાનું પાણી તો ઠીક પરંતુ અહીં મુખ્ય પશુપાલન પણ હોય પશુઓને માટે પણ પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. ગામમાં માત્ર એકજ હેડપમ્પ વડે પાણી આપવામાં આવતું હતું. પણ કેટલાક સમયથી યોગ્ય માવજત ન થતાં ભંગાર હાલતમાં છે.જેના પગલે હાલમાં લોકોને પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી.માંડવીના વદેશિયા ગામે આસપાસ 3થી વધુ ડેમ આવેલા છે માંડવીના વદેશિયા ગામે આસ પાસ 3થી વધુ ડેમ આવેલા છે. જેનું પાણી સુરત જિલ્લો તો ઠીક પરંતુ અંકલેશ્વર અને હાંસોટ સુધી લઈ જવાય છે. પરંતુ ડેમને 20 કિમિના અંતરે આવેલા આ ગામો આજે પણ પાણી વગર તરસ્યા છે. અને ડેમોનું પાણી આવા ગામો સુધી લઈ જવા અત્યાર સુધી કહેવાતી વિકાસશીલ સરકાર કે સરકારના પ્રતિનિધિઓ કે અધિકારીઓએ પ્રયાસો કર્યા નથી.ગામમાં તળાવ કે પાઈપ લાઈન દ્વારા જૂના કુવાઓ ભરાય તેવી પણ માંગ વદેશિયા ગામની વાત કરી એ તો કરુણતા એ છે કે ગામમાં પાણી માટે 70થી વધુ બોર કરાયાં છે. 68થી વધુ હેડપમ્પ છે. નાની ટાંકીઓ પણ છે પરંતુ પાણી હજુ સુધી ગામને મળી શક્યું ના હોવાની પણ રહીશો ફરિયાદ કરી રહ્યા છે. ગામમાં જળ કૃત ખડકો નથી રહ્યાં અને હાલમાં જે ચાલુ છે તે બોરવેલના સ્તર દર વર્ષે 50 ફુટ ઉંડા ઉતરતા જાય છે, માટે કોઈ ચોક્કસ અને કાયમી નિકાલ માટે જૂથ યોજનાનું પાણી કોઈ પણ સંજોગોમાં ચાલુ કરવામાં આવે તેમજ પશુપાલનમાં જોડાયેલા લોકોને રાહત માટે ગામમાં તળાવ કે પાઈપ લાઈન દ્વારા જૂના કુવાઓ ભરાય તેવી પણ માંગ કરાઈ છે.સરપંચ વગર જ ગામ ચાલી રહ્યું છે બીજી મહત્વની વાત એ છે કે પંચાયતમાં સરપંચની ટર્મ પુરી થયાં બાદ ફરી ચૂંટણી કરાઈ નથી. અને સરપંચ વગર જ ગામ ચાલી રહ્યું છે. જેથી ગામની રજૂઆત પણ કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે વહીવટી તંત્ર આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે અને ગ્રામજનોને પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવે એવી ગ્રામજાનો માંગ કરી રહ્યા છે.

Surat News : કાળઝાળ ગરમીમાં માંડવી તાલુકાના વદેશિયા ગામે પાણીનો પોકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વદેશિયા ગામે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉદ્દભવ્યો છે
  • ગામમાં બોર, હેડપમ્પ છે પરંતુ પાણી નથી
  • વદેશિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલીમાં

એકતરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહીછે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ગામમાં બોર, હેડપમ્પ છે પરંતુ પાણી નથી. એકજ ફળિયામાં માંડ એક પમ્પ ચાલતા બે વર્ષથી ગ્રામજનોની રજૂઆત પણ છતાં ઉકેલ આવ્યો નથી.

હાલની કાળઝાળ ગરમીને કારણે લોકો પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વાત ભલે વિકાસની અને સુવિધાઓની થાય. પરંતુ ખેતી વાડી ,ઉદ્યોગોથી હર્યું ભર્યું રહેતું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો પાણી વગર વલખા મારી રહ્યા છે. અહીં વાત છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાની. માંડવી તાલુકાના વદેશિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલની કાળઝાળ ગરમીને કારણે લોકો પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે.


વદેશિયા ગામે પાણી પૂરું પાડવાનો અન્ય કોઈ સ્ત્રોત નહી

વદેશિયા ગામે પાણી પૂરું પાડવાનો અન્ય કોઈ સ્ત્રોત પણ ના હોવાને કારણે રહીશો મહામુસીબતે દૂર દૂરથી પાણી લાવી તેઓ સંગ્રહ કરી લે છે. પીવાના પાણીથી માંડી કપડાં ધોવા સહિત પાણીના અભાવે ભર ઉનાળે દર વર્ષે આ સમસ્યાનો રહીશો સામનો કરે છે. તેમજ પીવાનું પાણી તો ઠીક પરંતુ અહીં મુખ્ય પશુપાલન પણ હોય પશુઓને માટે પણ પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઇ છે. ગામમાં માત્ર એકજ હેડપમ્પ વડે પાણી આપવામાં આવતું હતું. પણ કેટલાક સમયથી યોગ્ય માવજત ન થતાં ભંગાર હાલતમાં છે.જેના પગલે હાલમાં લોકોને પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી.

માંડવીના વદેશિયા ગામે આસપાસ 3થી વધુ ડેમ આવેલા છે

માંડવીના વદેશિયા ગામે આસ પાસ 3થી વધુ ડેમ આવેલા છે. જેનું પાણી સુરત જિલ્લો તો ઠીક પરંતુ અંકલેશ્વર અને હાંસોટ સુધી લઈ જવાય છે. પરંતુ ડેમને 20 કિમિના અંતરે આવેલા આ ગામો આજે પણ પાણી વગર તરસ્યા છે. અને ડેમોનું પાણી આવા ગામો સુધી લઈ જવા અત્યાર સુધી કહેવાતી વિકાસશીલ સરકાર કે સરકારના પ્રતિનિધિઓ કે અધિકારીઓએ પ્રયાસો કર્યા નથી.


ગામમાં તળાવ કે પાઈપ લાઈન દ્વારા જૂના કુવાઓ ભરાય તેવી પણ માંગ

વદેશિયા ગામની વાત કરી એ તો કરુણતા એ છે કે ગામમાં પાણી માટે 70થી વધુ બોર કરાયાં છે. 68થી વધુ હેડપમ્પ છે. નાની ટાંકીઓ પણ છે પરંતુ પાણી હજુ સુધી ગામને મળી શક્યું ના હોવાની પણ રહીશો ફરિયાદ કરી રહ્યા છે. ગામમાં જળ કૃત ખડકો નથી રહ્યાં અને હાલમાં જે ચાલુ છે તે બોરવેલના સ્તર દર વર્ષે 50 ફુટ ઉંડા ઉતરતા જાય છે, માટે કોઈ ચોક્કસ અને કાયમી નિકાલ માટે જૂથ યોજનાનું પાણી કોઈ પણ સંજોગોમાં ચાલુ કરવામાં આવે તેમજ પશુપાલનમાં જોડાયેલા લોકોને રાહત માટે ગામમાં તળાવ કે પાઈપ લાઈન દ્વારા જૂના કુવાઓ ભરાય તેવી પણ માંગ કરાઈ છે.

સરપંચ વગર જ ગામ ચાલી રહ્યું છે

બીજી મહત્વની વાત એ છે કે પંચાયતમાં સરપંચની ટર્મ પુરી થયાં બાદ ફરી ચૂંટણી કરાઈ નથી. અને સરપંચ વગર જ ગામ ચાલી રહ્યું છે. જેથી ગામની રજૂઆત પણ કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે વહીવટી તંત્ર આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે અને ગ્રામજનોને પાણીની સમસ્યામાંથી છુટકારો અપાવે એવી ગ્રામજાનો માંગ કરી રહ્યા છે.