Ahmedabad Cyber Crimeએ ટેનિસ ખેલાડીની કરી ધરપકડ,યુવતીના પોસ્ટર લગાવી કરી હતી બદનામ

ટેનિસ ખેલાડી માધવન કામથની ધરપકડ કોર્ટે આગોતરા જામીન રદ કરતા કરાઈ ધરપકડ યુવતીના પોસ્ટર લગાવીને કરી હતી બદનામ અમદાવાદ સાયબર ક્રાઈમે ટેનિસ ખેલાડી માધવન કામથની ધરપકડ કરી છે,આ ખેલાડી પર યુવતીને બદનામ કરવાને લઈ આરોપ લાગ્યો છે.ખેલાડીએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ આ યુવતીના ફોટા ચોંટાડીને ફોંટા નીચે તેનો નંબર લખ્યો હતો અને બદનામ કરી હતી,તો યુવતીએ કંટાળીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી,સમગ્ર ઘટનાને લઈ કોર્ટે આરોપીના આગોતરા જામીન રદ કરતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. યુવતીના શહેરમાં ન્યૂડ પોસ્ટર લગાવ્યા હતા આ બનાવની વિગતો જોઈએ તો શહેરના સેટલાઈટ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીના ફોટા મોર્ફ કરીને તેને બદનામ કરવાનું કાવતરું કરાવવાનું અને ન્યૂડ ફોટો સાથે મોબાઈલ નંબર અને એસ્કોર્ટ ફોર ફન લખીને શહેરમા પોસ્ટર લાગવવાવાના મામલે આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ વિરુદ્ધ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બાબતે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. યુવતીએ કરેલી ફરિયાદના આધારે પોલીસ તપાસમાં ઘણી ચોંકાવાનારી વિગતો સામે આવી છે. યુવતીને બીભત્સ માંગણીના આવતા હતા ફોન યુવતીને છેલ્લા ઘણા દિવસોથી અજાણ્યાં નંબર પરથી ફોન આવતા હતા. જેમા તેની પાસે બીભત્સ માંગણી કરવામાં આવતી હતી. એક દિવસ તેણે કોલમાં પૂછ્યું કે, મારો નંબર ક્યાંથી મળ્યો ત્યારે ખબર પડી કે આખા શહેરમા તેમના નામ અને નંબર સાથેના એસ્કોર્ટ ફોર ફનના લખાણ સાથેના પોસ્ટર લાગેલા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, માધવિન કામથ જ આ પોસ્ટર શહેરમાં લગાવતો દેખાઇ રહ્યો હતો. મિત્રતા કરવી ભારે પડી યુવતીએ આપેલા નિવેદનમાં સામે આવ્યું છે કે, માધવિન કામથની પ્રેમિકા અને યુવતી બંને મિત્રો હતા. તેમના વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો.જેથી યુવતીને શબક શીખવાડવા માટે અને બદલો લેવા માટે કામથે આ પોસ્ટર લગાવ્યા હોવાની પોલીસને શંકા છે. ફરિયાદના આધારે પોલીસે બોપલ-આંબલી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા માધવીનના પરિવારના સભ્યોના નિવેદન પણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા. પરંતુ તેમને આ બાબતે કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું હતુ.  

Ahmedabad Cyber Crimeએ ટેનિસ ખેલાડીની કરી ધરપકડ,યુવતીના પોસ્ટર લગાવી કરી હતી બદનામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટેનિસ ખેલાડી માધવન કામથની ધરપકડ
  • કોર્ટે આગોતરા જામીન રદ કરતા કરાઈ ધરપકડ
  • યુવતીના પોસ્ટર લગાવીને કરી હતી બદનામ

અમદાવાદ સાયબર ક્રાઈમે ટેનિસ ખેલાડી માધવન કામથની ધરપકડ કરી છે,આ ખેલાડી પર યુવતીને બદનામ કરવાને લઈ આરોપ લાગ્યો છે.ખેલાડીએ અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ આ યુવતીના ફોટા ચોંટાડીને ફોંટા નીચે તેનો નંબર લખ્યો હતો અને બદનામ કરી હતી,તો યુવતીએ કંટાળીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી,સમગ્ર ઘટનાને લઈ કોર્ટે આરોપીના આગોતરા જામીન રદ કરતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

યુવતીના શહેરમાં ન્યૂડ પોસ્ટર લગાવ્યા હતા

આ બનાવની વિગતો જોઈએ તો શહેરના સેટલાઈટ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીના ફોટા મોર્ફ કરીને તેને બદનામ કરવાનું કાવતરું કરાવવાનું અને ન્યૂડ ફોટો સાથે મોબાઈલ નંબર અને એસ્કોર્ટ ફોર ફન લખીને શહેરમા પોસ્ટર લાગવવાવાના મામલે આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ વિરુદ્ધ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બાબતે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. યુવતીએ કરેલી ફરિયાદના આધારે પોલીસ તપાસમાં ઘણી ચોંકાવાનારી વિગતો સામે આવી છે.

યુવતીને બીભત્સ માંગણીના આવતા હતા ફોન

યુવતીને છેલ્લા ઘણા દિવસોથી અજાણ્યાં નંબર પરથી ફોન આવતા હતા. જેમા તેની પાસે બીભત્સ માંગણી કરવામાં આવતી હતી. એક દિવસ તેણે કોલમાં પૂછ્યું કે, મારો નંબર ક્યાંથી મળ્યો ત્યારે ખબર પડી કે આખા શહેરમા તેમના નામ અને નંબર સાથેના એસ્કોર્ટ ફોર ફનના લખાણ સાથેના પોસ્ટર લાગેલા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, માધવિન કામથ જ આ પોસ્ટર શહેરમાં લગાવતો દેખાઇ રહ્યો હતો.

મિત્રતા કરવી ભારે પડી

યુવતીએ આપેલા નિવેદનમાં સામે આવ્યું છે કે, માધવિન કામથની પ્રેમિકા અને યુવતી બંને મિત્રો હતા. તેમના વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો.જેથી યુવતીને શબક શીખવાડવા માટે અને બદલો લેવા માટે કામથે આ પોસ્ટર લગાવ્યા હોવાની પોલીસને શંકા છે. ફરિયાદના આધારે પોલીસે બોપલ-આંબલી રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા માધવીનના પરિવારના સભ્યોના નિવેદન પણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા. પરંતુ તેમને આ બાબતે કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું હતુ.