આણંદમાં કોર્ટની અંદર જજ પર હુમલો કરી બે શખ્સ ફરાર

જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરતાં પોલીસ પર સવાલ બોરસદની સીંગલાવ રોડ પર આવેલી કોર્ટની ઘટના બોરસદ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ રાજ્યમાં અસમાજિક તત્વોનું જોર વધી રહ્યું છે. જ્યાં હવે આણંદના બોરસદની કોર્ટના જજ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જજ એમ.ડી.નંદાણી પર હુમલો કરી બે શખ્સ ફરાર થયા છે. જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરતાં પોલીસ પર સવાલ ઉઠ્યા છે. બોરસદ કોર્ટમાં એડી.ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણી પર બોરસદ કોર્ટની ચેમ્બરમાં જ હુમલો થતા કોર્ટના રજિસ્ટ્રાર એલ.એ.પંચોલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આ અંગેની માહિતી અનુસાર, આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતા ચકચાર મચી છે. ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. કોર્ટની અંદર જ જજ પર હુમલો થતા હાઈકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જજ પર ચેમ્બરમાં પડેલી ટીપોય ફેંકવાનો પ્રયાસ કરી તોડી નાખી હતી. બિભત્સ ગાળો અને મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આણંદમાં કોર્ટની અંદર જજ પર હુમલો કરી બે શખ્સ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરતાં પોલીસ પર સવાલ
  • બોરસદની સીંગલાવ રોડ પર આવેલી કોર્ટની ઘટના
  • બોરસદ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

રાજ્યમાં અસમાજિક તત્વોનું જોર વધી રહ્યું છે. જ્યાં હવે આણંદના બોરસદની કોર્ટના જજ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જજ એમ.ડી.નંદાણી પર હુમલો કરી બે શખ્સ ફરાર થયા છે. જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરતાં પોલીસ પર સવાલ ઉઠ્યા છે. બોરસદ કોર્ટમાં એડી.ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણી પર બોરસદ કોર્ટની ચેમ્બરમાં જ હુમલો થતા કોર્ટના રજિસ્ટ્રાર એલ.એ.પંચોલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

આ અંગેની માહિતી અનુસાર, આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતા ચકચાર મચી છે. ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.


કોર્ટની અંદર જ જજ પર હુમલો થતા હાઈકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જજ પર ચેમ્બરમાં પડેલી ટીપોય ફેંકવાનો પ્રયાસ કરી તોડી નાખી હતી. બિભત્સ ગાળો અને મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.