સોનાને કેમિકલ પાવડરમાં કન્વર્ટ કરીને અમદાવાદમાં ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ,શુક્રવારસોનાના ભાવ ઉચકાયા બાદ દુબઇ અને  શાહજહાથી  સોનાની તસ્કરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદ  ક્રાઇમબ્રાંચે સોનાની તસ્કરીની નવી જ મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને રૂપિયા ૪૯ લાખની કિંમતના સોના સાથે મુખ્ય આરોપી અને કેરિયર સહિત પાંચ લોકોને ઝડપી લીધા છે.  જેમાં ઝડપાયેલું સોનું  કેમિકલયુક્ત પાવડરમાં કન્વર્ટ કરીને લાવવામાં આવતું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કેમિકલયુક્ત પાવડરનું સોનું સ્કેનરમાં પકડાતું ન હોવાથી મોટાપ્રમાણમાં સોનાની તસ્કરી કરવામાં આવતી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને ગુરૂવારે સાંજે બાતમી મળી હતી કે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટસ પર દુબઇથી આવતી ફ્લાઇટમાં એક પેસેન્જર લાખો રૂપિયાની કિંમતનું સોનું ગેરકાયદેસર રીતે લાવ્યો છે. તેની સાથે ચાર વ્યક્તિઓ કારમાં શાહીબાગ ડફનાળા પાસેથી પસાર થવાના છે. જેના આધારે એક કારમાં જતા પાંચ લોકોને શંકાને આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી કેમિકલયુક્ત પાવડર મળી આવ્યો હતો. જેેનું પરિક્ષણ કરવામાં આવતા તે રૂપિયા ૪૯ લાખની કિંમતનું ૭૦૦ ગ્રામ જેટલું સોનું હોવાનું ખુલ્યું હતું. તે પછી પોલીસે તમામની પુછપરછ કરતા તેમના નામ અનંત શાહ (રહે. સારાંશ ફ્લેટ, વાસણા) , કલ્યાણ પટેલ (રહે.પટેલ વાસ, પોરણા ગામ, તા. દિયોદર, જિ. બનાસકાંઠા), નવઘણ ઠાકોર (રહે. વાસણા), નિલેશ દેસાઇ (રહે.શ્રીરામ પાર્ક સોસાયટી, એકતા ટાવર પાસે, વાસણા) અને આશિષ કુકડિયા (રહે.કામનાથનગર, ટીમ્બા વાડી, જુનાગઢ) હોવાનું જાણવા મળ્યું હતું.  આ અંગે  પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાએ જણાવ્યું કે  મુખ્ય આરોપી અનંત શાહ જમીન-મકાન લે-વેંચ તેમજ સોનાનું ટ્રેડીંગ કરે છે. જેથી દુબઇ-શાહજહાંથી સોનાને  કેમીકલયુક્ત પાવડરના કન્વર્ટ કરીને તસ્કરી કરતો હતો.  આ ટ્રીપમાં આશિષ કુકડિયાને કેરિયર તરીકે મોકલીને સોનાની તસ્કરી કરાવી હતી.  અનેકવાર એવા કિસ્સા બન્યા છે કે કેરિયર એરપોર્ટ પર આવ્યા બાદ તે લાખોનું સોનું લઇને નાસી જતા હોય છે. જેથી કેરિયર એરપોર્ટ પર ઉતરે ત્યારે તે નાસી ન જાય તે માટે કલ્યાણ, નવઘણ અને નિલેશ નામના વ્યક્તિને એરપોર્ટ પર વોચ રાખવા સાથે લાવતો હતો.  સૌથી ચોકાંવનારી બાબત એ છે કે પાવડરમાં કન્વર્ટ કરવામાં આવેલું સોનુ સ્કેનરમાં પકડી શકાતું ન હોવાથી તેની તસ્કરી ખુબ આસાનીથી કરવામાં આવતી હતી. તેને મેડીકલની ટેપમાં વીંટીને આંતર વસ્ત્રમાં છુપાવીને લાવવામાં આવતું હતું.જ્યારે કેરિયરને દુબઇમાં પ્રવાસી તરીકે મોકલીને તેને ટ્રીપ દીઠ પચાસ હજાર સુધીની રકમ આપવામાં આવતી હતી. રૂપિયા છ કરોડની  કિમતના સોનાની તસ્કરીની શક્યતા અમદાવાદ ક્રાઇમબ્રાંચની પુછપરછમાં અનંત શાહે અત્યારે સુધી ૧૨થી વધુ વાર કેમીકલ પાવડરના સ્વરૂપે સોનું લાવીને તસ્કરી હોવાની સામે આવ્યું છે. જેમાં તે કેરિયર પાસેથી  ૭૦૦ ગ્રામથી માંડીને એક કિલોગ્રામ સોનું મંગાવતો હતો. આમ, તેણે અત્યાર સુધી છ  કરોડથી વધુની કિંમતના સોનાની તસ્કરી થયાની શક્યતા છે.

સોનાને કેમિકલ પાવડરમાં કન્વર્ટ કરીને અમદાવાદમાં ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

સોનાના ભાવ ઉચકાયા બાદ દુબઇ અને  શાહજહાથી  સોનાની તસ્કરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદ  ક્રાઇમબ્રાંચે સોનાની તસ્કરીની નવી જ મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને રૂપિયા ૪૯ લાખની કિંમતના સોના સાથે મુખ્ય આરોપી અને કેરિયર સહિત પાંચ લોકોને ઝડપી લીધા છે.  જેમાં ઝડપાયેલું સોનું  કેમિકલયુક્ત પાવડરમાં કન્વર્ટ કરીને લાવવામાં આવતું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કેમિકલયુક્ત પાવડરનું સોનું સ્કેનરમાં પકડાતું ન હોવાથી મોટાપ્રમાણમાં સોનાની તસ્કરી કરવામાં આવતી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને ગુરૂવારે સાંજે બાતમી મળી હતી કે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટસ પર દુબઇથી આવતી ફ્લાઇટમાં એક પેસેન્જર લાખો રૂપિયાની કિંમતનું સોનું ગેરકાયદેસર રીતે લાવ્યો છે. તેની સાથે ચાર વ્યક્તિઓ કારમાં શાહીબાગ ડફનાળા પાસેથી પસાર થવાના છે. જેના આધારે એક કારમાં જતા પાંચ લોકોને શંકાને આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી કેમિકલયુક્ત પાવડર મળી આવ્યો હતો. જેેનું પરિક્ષણ કરવામાં આવતા તે રૂપિયા ૪૯ લાખની કિંમતનું ૭૦૦ ગ્રામ જેટલું સોનું હોવાનું ખુલ્યું હતું. તે પછી પોલીસે તમામની પુછપરછ કરતા તેમના નામ અનંત શાહ (રહે. સારાંશ ફ્લેટ, વાસણા) , કલ્યાણ પટેલ (રહે.પટેલ વાસ, પોરણા ગામ, તા. દિયોદર, જિ. બનાસકાંઠા), નવઘણ ઠાકોર (રહે. વાસણા), નિલેશ દેસાઇ (રહે.શ્રીરામ પાર્ક સોસાયટી, એકતા ટાવર પાસે, વાસણા) અને આશિષ કુકડિયા (રહે.કામનાથનગર, ટીમ્બા વાડી, જુનાગઢ) હોવાનું જાણવા મળ્યું હતું.  આ અંગે  પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાએ જણાવ્યું કે  મુખ્ય આરોપી અનંત શાહ જમીન-મકાન લે-વેંચ તેમજ સોનાનું ટ્રેડીંગ કરે છે. જેથી દુબઇ-શાહજહાંથી સોનાને  કેમીકલયુક્ત પાવડરના કન્વર્ટ કરીને તસ્કરી કરતો હતો.  આ ટ્રીપમાં આશિષ કુકડિયાને કેરિયર તરીકે મોકલીને સોનાની તસ્કરી કરાવી હતી.  અનેકવાર એવા કિસ્સા બન્યા છે કે કેરિયર એરપોર્ટ પર આવ્યા બાદ તે લાખોનું સોનું લઇને નાસી જતા હોય છે. જેથી કેરિયર એરપોર્ટ પર ઉતરે ત્યારે તે નાસી ન જાય તે માટે કલ્યાણ, નવઘણ અને નિલેશ નામના વ્યક્તિને એરપોર્ટ પર વોચ રાખવા સાથે લાવતો હતો.  સૌથી ચોકાંવનારી બાબત એ છે કે પાવડરમાં કન્વર્ટ કરવામાં આવેલું સોનુ સ્કેનરમાં પકડી શકાતું ન હોવાથી તેની તસ્કરી ખુબ આસાનીથી કરવામાં આવતી હતી. તેને મેડીકલની ટેપમાં વીંટીને આંતર વસ્ત્રમાં છુપાવીને લાવવામાં આવતું હતું.જ્યારે કેરિયરને દુબઇમાં પ્રવાસી તરીકે મોકલીને તેને ટ્રીપ દીઠ પચાસ હજાર સુધીની રકમ આપવામાં આવતી હતી.

 

રૂપિયા છ કરોડની  કિમતના સોનાની તસ્કરીની શક્યતા

અમદાવાદ ક્રાઇમબ્રાંચની પુછપરછમાં અનંત શાહે અત્યારે સુધી ૧૨થી વધુ વાર કેમીકલ પાવડરના સ્વરૂપે સોનું લાવીને તસ્કરી હોવાની સામે આવ્યું છે. જેમાં તે કેરિયર પાસેથી  ૭૦૦ ગ્રામથી માંડીને એક કિલોગ્રામ સોનું મંગાવતો હતો. આમ, તેણે અત્યાર સુધી છ  કરોડથી વધુની કિંમતના સોનાની તસ્કરી થયાની શક્યતા છે.