Gandhinagar News: Amulનું ડુપ્લિકેટ ઘી વેચનાર પર દરોડા, 70,000નો જથ્થો જપ્ત

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાયલ ટ્રેડર્સ પર દરોડાપાયલ ટ્રેડર્સનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરાયું ગાંધીનગર GIDC ખાતે ખોરાક અને ઔષધ નિયમનના દરોડા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્તમળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે વધુ વિગતો આપતા કોશિયાએ જણાવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડ ઘીનું પાયલ ટ્રેડર્સ, સેક્ટર-26, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે ડુપ્લીકેટ વેચાણ થવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં 15 કિ.ગ્રા. અને 500 એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિ ગાયના ઘીનો જથ્થો હતો. પેઢીમાં અમૂલ બ્રાન્ડનાં 15 કિ.ગ્રા.માંથી અને 500 એમ. એલ. પાઉચના બે અને માખણ મિ બ્રાન્ડ ગાયના ઘીના 15 કિ.ગ્રા.માંથી અને 500 એમ. એલ. પાઉચના બે એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો 207 કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 70,000 છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, તપાસમાં અમૂલ બ્રાંડના 15 કિ.ગ્રા.ના જથ્થાનો જાતે જ પેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું.. વધુમાં અમૂલ બ્રાંડ ના 50 મિ.લી. પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલીફોનીક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાનું કબુલાત કર્યું છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Gandhinagar News: Amulનું ડુપ્લિકેટ ઘી વેચનાર પર દરોડા, 70,000નો જથ્થો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાયલ ટ્રેડર્સ પર દરોડા
  • પાયલ ટ્રેડર્સનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરાયું
  • ગાંધીનગર GIDC ખાતે ખોરાક અને ઔષધ નિયમનના દરોડા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્તમળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

આ અંગે વધુ વિગતો આપતા કોશિયાએ જણાવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડ ઘીનું પાયલ ટ્રેડર્સ, સેક્ટર-26, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે ડુપ્લીકેટ વેચાણ થવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં 15 કિ.ગ્રા. અને 500 એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિ ગાયના ઘીનો જથ્થો હતો. પેઢીમાં અમૂલ બ્રાન્ડનાં 15 કિ.ગ્રા.માંથી અને 500 એમ. એલ. પાઉચના બે અને માખણ મિ બ્રાન્ડ ગાયના ઘીના 15 કિ.ગ્રા.માંથી અને 500 એમ. એલ. પાઉચના બે એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો 207 કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 70,000 છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, તપાસમાં અમૂલ બ્રાંડના 15 કિ.ગ્રા.ના જથ્થાનો જાતે જ પેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું.. વધુમાં અમૂલ બ્રાંડ ના 50 મિ.લી. પાઉચ તેઓ અજાણી વ્યક્તિ પાસેથી ટેલીફોનીક સંપર્ક દ્વારા વગર બિલે ખરીદતા હોવાનું કબુલાત કર્યું છે જે બાબતે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.