Sinor: શિનોર પંથકમાં વટસાવિત્રી વ્રતની સૌભાગ્યવતીઓ દ્વારા ઉજવણી કરાઇ

વડના ઝાડને સૂતરના તાતણે બાંધી પતિના દીર્ઘાયુની પ્રાર્થના કરાઇમાર્કંન્ડ ઋષિએ વડની પૂજા કરતા બાલમુકુન્દના દર્શન થયા હતા શિનોર સોની બજારમાં આવેલ વિશાળ વડલા નીચે સૌભાગ્યવતીઓએ વટ સાવિત્રી વ્રત નિમિત્તે પૂજા કરી હતી. શિનોરની ગામની સૌભાગ્યવતી મહિલાઓએ આજે સોની બજારમાં આવેલ વિશાળ વડલા પાસે વટસાવિત્રીના વ્રતનું ભક્તિભાવ સાથે શ્રાદ્ધાપૂર્વક ભૂદેવ પાસે વડના વૃક્ષનું પૂજન અર્ચન કર્યુ હતું. શિનોરમા આજે જ્યેષ્ઠ સુદ પૂનમે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સુખ-સમૃદ્ધિ વધે તે માટે વટસાવિત્રીનું વ્રત કર્યું હતું. પૌરાણિક કથા અનુસાર સતી સાવિત્રીના પતિ સત્યવાનના આયુષ્ય લગ્નના એક વર્ષ સુધીનું હતું સતિ સાવિત્રીને એની ખબર હતી. કાળક્રમે સતિના પતિ સત્યવાનના પ્રાણ હરવા યમરાજા (ધર્મરાજા) આવ્યા હતા. ત્યારે સત્યવાનના પ્રાણ લઈ યમલોક જઇ રહેલા યમરાજા પાછળ સતિ સાવિત્રી એ પ્રયાણ કર્યુ યમરાજ ની પાછળ પાછળ સતી જવા લાગ્યા ત્યારે યમરાજાએ પાછા ફરી જવા વિનંતી કરી પરંતુ સતી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ પાળતા જ્યાં મારા પતિના પ્રાણ ત્યાં હું એ સિવાય મારે કઈ ખપે નહીં એમ કરીને યમરાજાની પાછળ જાય છે. યમરાજાએ કહ્યું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ તું પાછી વળી જા ત્યારે સતી સાવિત્રીએ કહ્યું મારા સાસુ સસરાને ચક્ષુદાન આપી દ્રષ્ટિ આપો બીજા વરદાનમાં સાસુ સસરાનું ગયેલું રાજપટ પરત મળે અને ત્રીજા વરદાનમાં મારા પતિ દ્વારા 100 પુત્રો થાય તેવા વરદાન માગ્યા યમરાજા સતિ સાવિત્રીના પતિવ્રતાના ટેક અને તેમની ચતુરાઇ જોઈ વરદાન આપ્યા અને વરદાનનું ફ્ળ પણ મળ્યું હતું. અને સતિ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.  બીજી કથા અનુસાર માર્કંડ ઋષિને ભગવાન શિવના વરદાનથી વટવૃક્ષના પાન પગનો અંગૂઠો ચૂસતા બાલમુકૂન્દના દર્શન થયા હતા ત્યારથી વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે વટવૃક્ષની પૂજા થી ઘરમાં સુખ શાંતિ ધનલક્ષ્મી સમૃદ્ધિનો વાસ થાય છે શાસ્ત્રો અનુસાર વટસાવિત્રીનું વ્રત ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાનું એક માનવામાં આવે છે.

Sinor: શિનોર પંથકમાં વટસાવિત્રી વ્રતની સૌભાગ્યવતીઓ દ્વારા ઉજવણી કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડના ઝાડને સૂતરના તાતણે બાંધી પતિના દીર્ઘાયુની પ્રાર્થના કરાઇ
  • માર્કંન્ડ ઋષિએ વડની પૂજા કરતા બાલમુકુન્દના દર્શન થયા હતા
  • શિનોર સોની બજારમાં આવેલ વિશાળ વડલા નીચે સૌભાગ્યવતીઓએ વટ સાવિત્રી વ્રત નિમિત્તે પૂજા કરી હતી.

શિનોરની ગામની સૌભાગ્યવતી મહિલાઓએ આજે સોની બજારમાં આવેલ વિશાળ વડલા પાસે વટસાવિત્રીના વ્રતનું ભક્તિભાવ સાથે શ્રાદ્ધાપૂર્વક ભૂદેવ પાસે વડના વૃક્ષનું પૂજન અર્ચન કર્યુ હતું.

શિનોરમા આજે જ્યેષ્ઠ સુદ પૂનમે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સુખ-સમૃદ્ધિ વધે તે માટે વટસાવિત્રીનું વ્રત કર્યું હતું. પૌરાણિક કથા અનુસાર સતી સાવિત્રીના પતિ સત્યવાનના આયુષ્ય લગ્નના એક વર્ષ સુધીનું હતું સતિ સાવિત્રીને એની ખબર હતી. કાળક્રમે સતિના પતિ સત્યવાનના પ્રાણ હરવા યમરાજા (ધર્મરાજા) આવ્યા હતા. ત્યારે સત્યવાનના પ્રાણ લઈ યમલોક જઇ રહેલા યમરાજા પાછળ સતિ સાવિત્રી એ પ્રયાણ કર્યુ યમરાજ ની પાછળ પાછળ સતી જવા લાગ્યા ત્યારે યમરાજાએ પાછા ફરી જવા વિનંતી કરી પરંતુ સતી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ પાળતા જ્યાં મારા પતિના પ્રાણ ત્યાં હું એ સિવાય મારે કઈ ખપે નહીં એમ કરીને યમરાજાની પાછળ જાય છે. યમરાજાએ કહ્યું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ તું પાછી વળી જા ત્યારે સતી સાવિત્રીએ કહ્યું મારા સાસુ સસરાને ચક્ષુદાન આપી દ્રષ્ટિ આપો બીજા વરદાનમાં સાસુ સસરાનું ગયેલું રાજપટ પરત મળે અને ત્રીજા વરદાનમાં મારા પતિ દ્વારા 100 પુત્રો થાય તેવા વરદાન માગ્યા યમરાજા સતિ સાવિત્રીના પતિવ્રતાના ટેક અને તેમની ચતુરાઇ જોઈ વરદાન આપ્યા અને વરદાનનું ફ્ળ પણ મળ્યું હતું. અને સતિ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.

 બીજી કથા અનુસાર માર્કંડ ઋષિને ભગવાન શિવના વરદાનથી વટવૃક્ષના પાન પગનો અંગૂઠો ચૂસતા બાલમુકૂન્દના દર્શન થયા હતા ત્યારથી વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે વટવૃક્ષની પૂજા થી ઘરમાં સુખ શાંતિ ધનલક્ષ્મી સમૃદ્ધિનો વાસ થાય છે શાસ્ત્રો અનુસાર વટસાવિત્રીનું વ્રત ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાનું એક માનવામાં આવે છે.