Detroj તાલુકાના ગુંજાળા ગામે વંટોળ સાથેના વરસાદે ધબધબાટી બોલાવી

25 કાચા-પાકા મકાનોના પતરાં ઊડયાં, દીવાલો ધસી પડીગુરુવારે મોડી સાંજે હવામાનમાં પલટા સાથે પવન ફૂંકાતાં વૃક્ષો ધરાશાયી મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અમદાવાદ જિલ્લાના દેત્રોજ પંથકના કેટલાંક વિસ્તારોમાં ગુરુવારે મોડી સાંજે ભારે પવન ફુંકાતાની સાથે વંટોળ અને ધુળની ડમરીઓ ઉડી છે. દેત્રોજ ગ્રામ્યના ગુંજાળા ગામે ગુરુવારની મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુંજાળા ગામે તા.20ની સાંજે ભારે વરસાદને પગલે રપ મકાનોના પતરાં ઉડયાં તેમજ કેટલાંક મકાનની દિવાલો પણ ધરાશાયી થયાં હતાં. મકાનોની અંદર ઘરવખરી, અનાજ સહિત ખાણીપીણીની વસ્તુઓને નુકશાન થવા પામ્યું હતું. આ ઘટનાને લઈ ગુંજાલા સીટના તાલુકા સદસ્ય રમીલાબેન વનરાજસિંહ ઝાલાએ આ ઘટનાની લેખિત જાણ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી અને નુકસાન પેટે સહાય ચૂકવવા પણ માંગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં અડધા ઈંચથી વધુ વરસાદ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા તરફ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ મોં ફેરવી લીધુ હોય તેમ લાગી રહ્યુ હતુ. દરરોજ સાંજે વરસાદી વાતાવરણ સર્જાય છે. પરંતુ વરસાદ આવતો નથી. ત્યારે શુક્રવારે ચૂડા શહેરમાં સાંજે 4થી 6 દરમિયાન અડધા ઈંચથી વધુ વરસાદ પડયો હતો. અચાનક વાદળા ઘેરાતા આવેલા વરસાદથી ચૂડાની શેરીઓ અને બજારોમાં રસ્તા ભીના થઈ ગયા હતા. જયારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે સુરેન્દ્રનગર શહેરમાં પણ શીતળ પવન સાથે વાતાવરણ ઠંડુ ગાર થઈ ગયુ હતુ. પરંતુ વરસાદ મોડી સાંજ સુધી વરસ્યો ન હતો અને લોકોને 40.3 ડિગ્રીની બફારાસભરની ગરમીમાં શેકાવુ પડયુ હતુ.

Detroj તાલુકાના ગુંજાળા ગામે વંટોળ સાથેના વરસાદે ધબધબાટી બોલાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 25 કાચા-પાકા મકાનોના પતરાં ઊડયાં, દીવાલો ધસી પડી
  • ગુરુવારે મોડી સાંજે હવામાનમાં પલટા સાથે પવન ફૂંકાતાં વૃક્ષો ધરાશાયી
  • મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

અમદાવાદ જિલ્લાના દેત્રોજ પંથકના કેટલાંક વિસ્તારોમાં ગુરુવારે મોડી સાંજે ભારે પવન ફુંકાતાની સાથે વંટોળ અને ધુળની ડમરીઓ ઉડી છે. દેત્રોજ ગ્રામ્યના ગુંજાળા ગામે ગુરુવારની મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગુંજાળા ગામે તા.20ની સાંજે ભારે વરસાદને પગલે રપ મકાનોના પતરાં ઉડયાં તેમજ કેટલાંક મકાનની દિવાલો પણ ધરાશાયી થયાં હતાં. મકાનોની અંદર ઘરવખરી, અનાજ સહિત ખાણીપીણીની વસ્તુઓને નુકશાન થવા પામ્યું હતું. આ ઘટનાને લઈ ગુંજાલા સીટના તાલુકા સદસ્ય રમીલાબેન વનરાજસિંહ ઝાલાએ આ ઘટનાની લેખિત જાણ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી અને નુકસાન પેટે સહાય ચૂકવવા પણ માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં અડધા ઈંચથી વધુ વરસાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા તરફ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ મોં ફેરવી લીધુ હોય તેમ લાગી રહ્યુ હતુ. દરરોજ સાંજે વરસાદી વાતાવરણ સર્જાય છે. પરંતુ વરસાદ આવતો નથી. ત્યારે શુક્રવારે ચૂડા શહેરમાં સાંજે 4થી 6 દરમિયાન અડધા ઈંચથી વધુ વરસાદ પડયો હતો. અચાનક વાદળા ઘેરાતા આવેલા વરસાદથી ચૂડાની શેરીઓ અને બજારોમાં રસ્તા ભીના થઈ ગયા હતા. જયારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે સુરેન્દ્રનગર શહેરમાં પણ શીતળ પવન સાથે વાતાવરણ ઠંડુ ગાર થઈ ગયુ હતુ. પરંતુ વરસાદ મોડી સાંજ સુધી વરસ્યો ન હતો અને લોકોને 40.3 ડિગ્રીની બફારાસભરની ગરમીમાં શેકાવુ પડયુ હતુ.