Loan Fraud :અન્ય વ્યક્તિના નામે બે-શખ્સોએ 11.65 લાખની લોનલઈ બેંકસાથે છેતરપિંડી કરી

ન્યુ રાણીપમાં લોનના હપ્તા ન ભરતા બેંક તપાસમાં ભાંડો ફૂટયોબેંકના મેનેજરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભર્યાની ફરિયાદ નોંધાઇ ન્યુ રાણીપમાં આવેલ SBI બેંકમાં બે શખ્સોએ અન્ય વ્યકિતના કારના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બેંકમાં જમા કરીને 11.65 લાખ રૂપિયાની લોન કરાવ્યાનું સામે આવ્યુ છે. જેમાંથી બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભરતા અંતે બ્રાન્ચ મેનેજરે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. થલતેજ વિસ્તારમાં ગૌરવભાઇ યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ ન્યુ રાણીપ ખાતે SBI બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની બેંકમાં મયુર પટેલ એક કાર માટે 11.65 લાખની લોન માટે આવ્યો હતો. જેમાં વેસ્ટ સાઇડ કાર્સ કંપનીનું કોટેશન, કાર લોનની એપ્લીકેશન, પાનકાર્ડ, આધારકાર્ડ, આઇટી રીર્ટન સહિતના ડોક્યુમેન્ટની નકલ મયુર પટેલે બેંકમાં આપી હતી. જેથી બેંક દ્વારા લોન પાસ કરવામાં આવી હતી. બાદમાં મયુર પટેલ લોનના હપ્તા ભરતો ન હતો. આથી બેંક દ્વારા હપ્તા ભરવા અંગે મયુર પટેલને નોટીસ મોકલી હતી. જેથી મયુર પટેલનો મરણ દાખલો બેંકમાં જમા કરાવ્યો હતો. જેના પગલે બેંકની ટીમને શંકા થતાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા સામે આવ્યુ કે, મયુર અને વેસ્ટ સાઇડ કાર્સ કંપનીનો માલિક રાહુલ નાયક બન્ને ભેગા મળીને ખોટી આરસીબુક તેમજ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને કાર બીજાના નામે હોવા છતાં ખોટા ડોક્યુમેન્ટના આધારે બેંકમાંથી 11.65 લાખની લોન કરાવ્યાનું સામે આવ્યુ છે. આ અંગે ગૌરવભાઇએ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં મયુર પટેલ અને રાહુલ નાયક વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

Loan Fraud :અન્ય વ્યક્તિના નામે બે-શખ્સોએ 11.65 લાખની લોનલઈ બેંકસાથે છેતરપિંડી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ન્યુ રાણીપમાં લોનના હપ્તા ન ભરતા બેંક તપાસમાં ભાંડો ફૂટયો
  • બેંકના મેનેજરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી
  • બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભર્યાની ફરિયાદ નોંધાઇ

ન્યુ રાણીપમાં આવેલ SBI બેંકમાં બે શખ્સોએ અન્ય વ્યકિતના કારના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને બેંકમાં જમા કરીને 11.65 લાખ રૂપિયાની લોન કરાવ્યાનું સામે આવ્યુ છે. જેમાંથી બન્ને શખ્સોએ 10.40 લાખ રૂપિયા બેંકમાં ન ભરતા અંતે બ્રાન્ચ મેનેજરે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

થલતેજ વિસ્તારમાં ગૌરવભાઇ યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ ન્યુ રાણીપ ખાતે SBI બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની બેંકમાં મયુર પટેલ એક કાર માટે 11.65 લાખની લોન માટે આવ્યો હતો. જેમાં વેસ્ટ સાઇડ કાર્સ કંપનીનું કોટેશન, કાર લોનની એપ્લીકેશન, પાનકાર્ડ, આધારકાર્ડ, આઇટી રીર્ટન સહિતના ડોક્યુમેન્ટની નકલ મયુર પટેલે બેંકમાં આપી હતી. જેથી બેંક દ્વારા લોન પાસ કરવામાં આવી હતી. બાદમાં મયુર પટેલ લોનના હપ્તા ભરતો ન હતો. આથી બેંક દ્વારા હપ્તા ભરવા અંગે મયુર પટેલને નોટીસ મોકલી હતી. જેથી મયુર પટેલનો મરણ દાખલો બેંકમાં જમા કરાવ્યો હતો. જેના પગલે બેંકની ટીમને શંકા થતાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા સામે આવ્યુ કે, મયુર અને વેસ્ટ સાઇડ કાર્સ કંપનીનો માલિક રાહુલ નાયક બન્ને ભેગા મળીને ખોટી આરસીબુક તેમજ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને કાર બીજાના નામે હોવા છતાં ખોટા ડોક્યુમેન્ટના આધારે બેંકમાંથી 11.65 લાખની લોન કરાવ્યાનું સામે આવ્યુ છે. આ અંગે ગૌરવભાઇએ સાબરમતિ પોલીસ સ્ટેશનમાં મયુર પટેલ અને રાહુલ નાયક વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.