ગૌમાંસ સમોસા કેસમાં 3 આરોપીઓની જામીન આરજી કોર્ટે નામંજૂર કરી

વડોદરા : એપ્રિલ મહિનાના પ્રારંભમાં પોલીસે છીપવાડ વિસ્તારમાં હુસૈની મેન્સન બિલ્ડિંગમાં આવેલા હુસૈની સમોસા સેન્ટર ઉપર દરોડો પાડીને ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. મટન સમોસાના નામે ગૌમાંસમાંથી સમોસા બનાવતા હુસૈની સમોસા સેન્ટરના માલિકો અને કારીગરો સહિત ૬ લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. દરમિયાન ૩ કારીગરોએ મુકેલી જામીન અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી દીધી છે. ચોથો કારીગર સગીર હોવાથી તેની અરજી જુવેનાઇલ કોર્ટમાં દાખલ કરવા સેશન્સ કોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચીપોલીસને બાતમી મળી હતી કે હુસૈની સમોસા સેન્ટરમાં મટન સમોસાના નામે ગૌમાંસ, ગૌવંશ માસ (બિફ)માંથી સમોસા બનાવવામાં આવે છે અને તેને અલગ અગલ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે છીપવાડા, ચાબુકવાળા મહોલ્લમાં આવેલા હુસૈની સમોસા સેન્ટર ઉપર દરોડા પાડીને ૧૧૩ કિલો ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલ ૧૫૨ કિલો સમોસાની સ્ટફિંગ જપ્ત કર્યુ હતુ.આ કેસમાં પોલીસે સમોસા સેન્ટરના માલિક યુસુફ શેખ અને નઇમ શેખ ઉપરાંત કારીગરો દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ (૩૮), મોબીન યુસુફ શેખ (ઉ.૩૭), મહંમદ હનિફ ભથીયાર (ઉ.૫૮) અને એક સગીર આરોપી સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી હતી જે બાદ ગૌમાંસના સપ્લાયર ઇમરાન યુસુફ કુરેશીને પણ પોલીસે ઝડપી પાડયો હતો. આમ આ કેસમાં અત્યાર સુધીમાં ૭ આરોપીની ધરપકડ થઇ છે જેમાંથી દિલાવરખાન પઠાણ, મોબીન યુસુફ શેખ અને મહંમદ હનિફ ભથીયારની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. જ્યારે ચોથો આરોપી સગીર હોવાથી તેની જામીન અરજી જુવેનાઇલ બોર્ડમાં કરવાની છે તેમ કહીને તેના વકીલો જામીન અરજી સેશન્સ કોર્ટમાંથી પરત ખેંચી હતી.

ગૌમાંસ સમોસા કેસમાં 3 આરોપીઓની જામીન આરજી કોર્ટે નામંજૂર કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : એપ્રિલ મહિનાના પ્રારંભમાં પોલીસે છીપવાડ વિસ્તારમાં હુસૈની મેન્સન બિલ્ડિંગમાં આવેલા હુસૈની સમોસા સેન્ટર ઉપર દરોડો પાડીને ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. મટન સમોસાના નામે ગૌમાંસમાંથી સમોસા બનાવતા હુસૈની સમોસા સેન્ટરના માલિકો અને કારીગરો સહિત ૬ લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. દરમિયાન ૩ કારીગરોએ મુકેલી જામીન અરજી વડોદરા કોર્ટે નામંજૂર કરી દીધી છે. 

ચોથો કારીગર સગીર હોવાથી તેની અરજી જુવેનાઇલ કોર્ટમાં દાખલ કરવા સેશન્સ કોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી

પોલીસને બાતમી મળી હતી કે હુસૈની સમોસા સેન્ટરમાં મટન સમોસાના નામે ગૌમાંસ, ગૌવંશ માસ (બિફ)માંથી સમોસા બનાવવામાં આવે છે અને તેને અલગ અગલ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે છીપવાડા, ચાબુકવાળા મહોલ્લમાં આવેલા હુસૈની સમોસા સેન્ટર ઉપર દરોડા પાડીને ૧૧૩ કિલો ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલ ૧૫૨ કિલો સમોસાની સ્ટફિંગ જપ્ત કર્યુ હતુ.

આ કેસમાં પોલીસે સમોસા સેન્ટરના માલિક યુસુફ શેખ અને નઇમ શેખ ઉપરાંત કારીગરો દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ (૩૮), મોબીન યુસુફ શેખ (ઉ.૩૭), મહંમદ હનિફ ભથીયાર (ઉ.૫૮) અને એક સગીર આરોપી સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી હતી જે બાદ ગૌમાંસના સપ્લાયર ઇમરાન યુસુફ કુરેશીને પણ પોલીસે ઝડપી પાડયો હતો. આમ આ કેસમાં અત્યાર સુધીમાં ૭ આરોપીની ધરપકડ થઇ છે જેમાંથી દિલાવરખાન પઠાણ, મોબીન યુસુફ શેખ અને મહંમદ હનિફ ભથીયારની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. જ્યારે ચોથો આરોપી સગીર હોવાથી તેની જામીન અરજી જુવેનાઇલ બોર્ડમાં કરવાની છે તેમ કહીને તેના વકીલો જામીન અરજી સેશન્સ કોર્ટમાંથી પરત ખેંચી હતી.