નવસારી ને.હા.નં 48 પર રજવાડા ગામે અજાણ્યા વાહન અડફેટમાં યુપીના યુવાનનું મોત

Accident at Navsari : નવસારીના બોરીયાચ ટોલનાકા નજીક રજવાડા ગામે હોટલ રાજન સામે ને.હા નં 48 ઉપર પૂરપાટ ઝડપે બેફામ પસાર થતા અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરતા યુપીના શ્રમજીવી યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયુ હતું.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપીના જોહનપુર જિલ્લાના, તિલખરા સુજાનગઢ સવેલી ગામના વતની એવા કુલદીપ લાલબહાદુર બનવાસી (ઉ.વર્ષ,40) નવસારી ખાતે ને.હા.નં 48 પર આવેલા બોરીયાચ ગામે સ્વિઝલેન્ડ રિસોર્ટમાં રહીને મજૂરી કામ કરતો હતો.ગત રાત્રે કુલદીપ નવસારી નજીક બોરીયાચ ટોલનાકા પાસે રજવાડા ગામની સીમમાં આવેલ રાજન હોટેલની સામે અમદાવાદ થી મુંબઈ જતા ટ્રેક પર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે વખતે પુરપાટ ઝડપે બેફામ પસાર થતા અજાણ્યા વાહન ચાલકે કુલદીપને અડફેટમાં લેતા માથાના વાગે તથા શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી ને.હા.નં 48 પર રજવાડા ગામે અજાણ્યા વાહન અડફેટમાં યુપીના યુવાનનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Accident at Navsari : નવસારીના બોરીયાચ ટોલનાકા નજીક રજવાડા ગામે હોટલ રાજન સામે ને.હા નં 48 ઉપર પૂરપાટ ઝડપે બેફામ પસાર થતા અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરતા યુપીના શ્રમજીવી યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયુ હતું.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપીના જોહનપુર જિલ્લાના, તિલખરા સુજાનગઢ સવેલી ગામના વતની એવા કુલદીપ લાલબહાદુર બનવાસી (ઉ.વર્ષ,40) નવસારી ખાતે ને.હા.નં 48 પર આવેલા બોરીયાચ ગામે સ્વિઝલેન્ડ રિસોર્ટમાં રહીને મજૂરી કામ કરતો હતો.ગત રાત્રે કુલદીપ નવસારી નજીક બોરીયાચ ટોલનાકા પાસે રજવાડા ગામની સીમમાં આવેલ રાજન હોટેલની સામે અમદાવાદ થી મુંબઈ જતા ટ્રેક પર રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે વખતે પુરપાટ ઝડપે બેફામ પસાર થતા અજાણ્યા વાહન ચાલકે કુલદીપને અડફેટમાં લેતા માથાના વાગે તથા શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.