Rajkot News: ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો ખૌફ, વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

બામણબોરના જીવાપર ગામે દીપડાએ કર્યું મારણગ્રામજનોએ અંધારામાં વાડીએ જવાનું બંધ કરી દીધું દીપડાને પાંજરે પૂરવા વનવિભાગ સમક્ષ કરાઇ માંગ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વન્યજીવોનો ખૌફ જોવા મળી રહ્યો છે. અવારનવાર દીપડા સહિતના જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જઈને મહામુલા પશુધનનું મારણ કરતાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે, ફરી એકવાર એક ખૂંખાર દીપડા દ્વારા એક વાછરડીનું મારણ કર્યું હોવાના સમાચાર મળ્યા છે. રાજકોટના બામણબોરના જીવાપર ગામે ખૂંખાર દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ જિલ્લાના બામણબોર ગામે જીવાપર ગામ પાસે રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ બાબુભાઈ મોહનભાઈ મેરની વાડીના માલ ઢોર બાંધવાના વાડામાં મોડી રાત્રે ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. વાડામાં ઘૂસી જઈને દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું છે. આ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી દીપડાનો ત્રાસ છે થોડા દિવસો પૂર્વે દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, હવે થોડા દિવસોથી ફરી જીવાપર બામણબોર પંથકમાં દીપડાએ દેખા દેતા અને વારંવાર પશુઓનું મારણ કરવામાં આવતું હોવાથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે. જીવાપરના ખેડૂતોએ દીપડાના ભયને લીધે રાત્રે વાડીએ જવાનું પણ બંધ કરી દીધું છે. ગત રાતની ઘટના અંગે વન વિભાગ તંત્રને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પકડી પાડી પાંજરે પૂરવામાં આવે તેવી વન વિભાગના અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.

Rajkot News: ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો ખૌફ, વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બામણબોરના જીવાપર ગામે દીપડાએ કર્યું મારણ
  • ગ્રામજનોએ અંધારામાં વાડીએ જવાનું બંધ કરી દીધું
  • દીપડાને પાંજરે પૂરવા વનવિભાગ સમક્ષ કરાઇ માંગ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વન્યજીવોનો ખૌફ જોવા મળી રહ્યો છે. અવારનવાર દીપડા સહિતના જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જઈને મહામુલા પશુધનનું મારણ કરતાં હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે, ફરી એકવાર એક ખૂંખાર દીપડા દ્વારા એક વાછરડીનું મારણ કર્યું હોવાના સમાચાર મળ્યા છે. રાજકોટના બામણબોરના જીવાપર ગામે ખૂંખાર દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ જિલ્લાના બામણબોર ગામે જીવાપર ગામ પાસે રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ બાબુભાઈ મોહનભાઈ મેરની વાડીના માલ ઢોર બાંધવાના વાડામાં મોડી રાત્રે ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. વાડામાં ઘૂસી જઈને દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું છે. આ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી દીપડાનો ત્રાસ છે થોડા દિવસો પૂર્વે દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પરંતુ, હવે થોડા દિવસોથી ફરી જીવાપર બામણબોર પંથકમાં દીપડાએ દેખા દેતા અને વારંવાર પશુઓનું મારણ કરવામાં આવતું હોવાથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે. જીવાપરના ખેડૂતોએ દીપડાના ભયને લીધે રાત્રે વાડીએ જવાનું પણ બંધ કરી દીધું છે. ગત રાતની ઘટના અંગે વન વિભાગ તંત્રને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પકડી પાડી પાંજરે પૂરવામાં આવે તેવી વન વિભાગના અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.