Ahmedabad: રોંગ સાઈડ ડ્રાઈવનો પ્રથમ દિવસ, 160 લોકોને પોલીસે ઝડપ્યા

રોંગ સાઈડ ડ્રાઈવના પ્રથમ દિવસે જ 160 કેસ નોંધાયાટ્રાફિક પોલીસે ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી આગામી 10 દિવસ સુધી ચાલશે આ ડ્રાઈવ અમદાવાદ શહેરમાં પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવને પ્રથમ દિવસે જ 160 કેસ નોંધાયા છે. અમદાવાદ પોલીસે અનેક વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને ઝડપ્યા છે અને ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે. પોલીસ ભરશે કડક પગલા અમદાવાદ હોય કે બીજું કોઈપણ શહેર, લોકોને રોન્ગ સાઈડમાં વાહન ચલાવવાનો અલગ જ ચસ્કો હોય છે. પોતાની નિશ્ચિત જગ્યાએ જવા માટે તેઓ થોડા ઘણા શોર્ટકટ લેતા હોય છે અને બાદમાં રોન્ગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા વધી જાય છે. પરંતુ શહેરમાં હવે જો આવું કઈક કર્યું તો ખેર નહીં હોય. પોલીસ કડક પગલા ભરવા માટે તૈયાર થઈ ગઈ છે. 5 મહિનામાં જ 3,032 લોકો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા ઝડપાયા અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે, જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે: હર્ષ સંઘવી આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એકસીડન્ટના કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. અનેક લોકોને ટ્રાફિકના જુના મેમો આવ્યા છે અને તે મેમો તો ભરવા જ પડશે, મેં મારા ઘરની ગાડી પર મેમો ભરાવ્યો છે એટલે તેમાં કોઈ કારણ ચલાવી લેવામાં આવશે નહીં. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે.

Ahmedabad: રોંગ સાઈડ ડ્રાઈવનો પ્રથમ દિવસ, 160 લોકોને પોલીસે ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોંગ સાઈડ ડ્રાઈવના પ્રથમ દિવસે જ 160 કેસ નોંધાયા
  • ટ્રાફિક પોલીસે ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી
  • આગામી 10 દિવસ સુધી ચાલશે આ ડ્રાઈવ

અમદાવાદ શહેરમાં પોલીસની રોંગ સાઈડ ડ્રાઈવને પ્રથમ દિવસે જ 160 કેસ નોંધાયા છે. અમદાવાદ પોલીસે અનેક વિસ્તારમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને ઝડપ્યા છે અને ચાલકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ આગામી 10 દિવસ સુધી ચાલવાની છે.

પોલીસ ભરશે કડક પગલા

અમદાવાદ હોય કે બીજું કોઈપણ શહેર, લોકોને રોન્ગ સાઈડમાં વાહન ચલાવવાનો અલગ જ ચસ્કો હોય છે. પોતાની નિશ્ચિત જગ્યાએ જવા માટે તેઓ થોડા ઘણા શોર્ટકટ લેતા હોય છે અને બાદમાં રોન્ગ સાઈડમાં આવતા વાહનોની સંખ્યા વધી જાય છે. પરંતુ શહેરમાં હવે જો આવું કઈક કર્યું તો ખેર નહીં હોય. પોલીસ કડક પગલા ભરવા માટે તૈયાર થઈ ગઈ છે.

5 મહિનામાં જ 3,032 લોકો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા ઝડપાયા

અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે, જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે.

રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે: હર્ષ સંઘવી

આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એકસીડન્ટના કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે.

અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. અનેક લોકોને ટ્રાફિકના જુના મેમો આવ્યા છે અને તે મેમો તો ભરવા જ પડશે, મેં મારા ઘરની ગાડી પર મેમો ભરાવ્યો છે એટલે તેમાં કોઈ કારણ ચલાવી લેવામાં આવશે નહીં. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે.