GPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર

GPSC Mains Exam Update : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી GPSC ક્લાસ 1-2ની કુલ 293 જગ્યા માટે ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. GPSC અંતર્ગતની વિવિધ જગ્યા માટેની પરીક્ષા માટેના ઉમેદવારો આગામી મહિનાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. મોટાભાગની પરીક્ષાઓ ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં પૂરી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. GPSCની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેરGPSCની જાહેરાત ક્રમાંક 47/2023-24માં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 મળીને કુલ 293 જેટલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. જેની પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ મુખ્ય પરીક્ષા આગામી 20 ઑક્ટોબરથી 25 ઑક્ટોબરની અંદર યોજાશે. જેનો સમય બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતીના કોલ લેટર 7 ઑક્ટોબરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવશે. જાહેરાત અંગેની વધુ માહિતી GPSCની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.આ પણ વાંચો : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેરજાણો કયા વિષયની ક્યારે રહેશે પરીક્ષાવર્ગ 1 હેઠળની જગ્યાઓગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) - કુલ જગ્યા 05નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) - કુલ જગ્યા 26જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) - કુલ જગ્યા 02નાયબ નિયામક (વિકસતી જાતિ) - કુલ જગ્યા 01વર્ગ 1ની કુલ 34 જગ્યા માટે ભરતી આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદીવર્ગ 2 હેઠળની જગ્યાઓમદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) - કુલ જગ્યા 98સેક્શન અધિકારી (સચિવાલય) - કુલ જગ્યા 25સેક્શન અધિકારી (વિધાનસભા) - કુલ જગ્યા 02જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર - કુલ જગ્યા 08નગરપાલિકા મુખ્ય અધિકારી - કુલ જગ્યા 04સરકારી શ્રમ અધિકારી - કુલ જગ્યા 28સમાજ કલ્યાણ અધિકારી - (અ.જા.ક.) કુલ જગ્યા 04રાજ્ય વેરા અધિકારી - કુલ જગ્યા 67મામલતદાર - કુલ જગ્યા 12તાલુકા વિકાસ અધિકારી - કુલ જગ્યા 11વર્ગ 2 હેઠળ કુલ 259 જગ્યા માટે ભરતી

GPSC વર્ગ 1-2ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસથી ડાઉનલોડ થશે કોલ લેટર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GPSC Mains Exam

GPSC Mains Exam Update : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી GPSC ક્લાસ 1-2ની કુલ 293 જગ્યા માટે ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. GPSC અંતર્ગતની વિવિધ જગ્યા માટેની પરીક્ષા માટેના ઉમેદવારો આગામી મહિનાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. મોટાભાગની પરીક્ષાઓ ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં પૂરી થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

GPSCની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર

GPSCની જાહેરાત ક્રમાંક 47/2023-24માં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 2 મળીને કુલ 293 જેટલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. જેની પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ મુખ્ય પરીક્ષા આગામી 20 ઑક્ટોબરથી 25 ઑક્ટોબરની અંદર યોજાશે. જેનો સમય બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે. આ ભરતીના કોલ લેટર 7 ઑક્ટોબરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવશે. જાહેરાત અંગેની વધુ માહિતી GPSCની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.

આ પણ વાંચો : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર

જાણો કયા વિષયની ક્યારે રહેશે પરીક્ષા


વર્ગ 1 હેઠળની જગ્યાઓ

ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) - કુલ જગ્યા 05

નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) - કુલ જગ્યા 26

જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) - કુલ જગ્યા 02

નાયબ નિયામક (વિકસતી જાતિ) - કુલ જગ્યા 01

વર્ગ 1ની કુલ 34 જગ્યા માટે ભરતી 

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 20 PSIની આંતરિક બદલીના પોલીસ કમિશનરે આપ્યા આદેશ, જુઓ યાદી


વર્ગ 2 હેઠળની જગ્યાઓ

મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) - કુલ જગ્યા 98

સેક્શન અધિકારી (સચિવાલય) - કુલ જગ્યા 25

સેક્શન અધિકારી (વિધાનસભા) - કુલ જગ્યા 02

જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર - કુલ જગ્યા 08

નગરપાલિકા મુખ્ય અધિકારી - કુલ જગ્યા 04

સરકારી શ્રમ અધિકારી - કુલ જગ્યા 28

સમાજ કલ્યાણ અધિકારી - (અ.જા.ક.) કુલ જગ્યા 04

રાજ્ય વેરા અધિકારી - કુલ જગ્યા 67

મામલતદાર - કુલ જગ્યા 12

તાલુકા વિકાસ અધિકારી - કુલ જગ્યા 11

વર્ગ 2 હેઠળ કુલ 259 જગ્યા માટે ભરતી