Suratના મહુવામાં પૂર્ણા નદી બની ગાંડીતૂર, સ્થાનિકોનું કરાયું સ્થળાંતર
મહુવા પાસેથી પસાર થતી પૂર્ણાનદીમાં ઘોડાપૂર પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો સાવચેતીના ભાગરૂપે 112 પરિવારનું સ્થળાંતર કરાયું દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે,ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડીતૂર બની છે.પ્રશાસન દ્રારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે,તો તંત્ર દ્રારા સાવચેતીના ભાગ રૂપે 112 લોકોનું સ્થળાંતર કર્યું છે.ઓનડચ, મિયાપુર, બુધલેશ્વર ગામને એલર્ટ કરાયા છે.ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ એલર્ટ પર છે. સેખપુર સહિતના ગામોને એલર્ટ પર ઉપરવાસમા ભારે વરસાદ વરસતા મહુવાની પૂર્ણા નદી ગાંડીતૂર બની છે,મહુવાથી પસાર થતી નદીમા ઘોડાપૂર આવ્યું છે,જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,તેમજ સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે,મહત્વનું છે કે,નદીના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે,દર વખતે નદીના પાણી ગામમાં ઘુસી જતા હોય છે. નવસારી જિલ્લામાં છે ભારે વરસાદ નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેની સીધી અસર નવસારી જિલ્લામાં થાય છે. ડાંગમાંથી વહેતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાંથી થઈને દરિયામાં ભળે છે. ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ફરિવાર અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધવાની સંભાવના નવસારી વહીવટી તંત્રએ વ્યક્ત કરવા સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી સાવચેત કર્યા છે. અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા તથા મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ અપાયુ છે. 3 સપ્ટેમ્બર ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ છે. તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મહુવા પાસેથી પસાર થતી પૂર્ણાનદીમાં ઘોડાપૂર
- પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો
- સાવચેતીના ભાગરૂપે 112 પરિવારનું સ્થળાંતર કરાયું
દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે,ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડીતૂર બની છે.પ્રશાસન દ્રારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે,તો તંત્ર દ્રારા સાવચેતીના ભાગ રૂપે 112 લોકોનું સ્થળાંતર કર્યું છે.ઓનડચ, મિયાપુર, બુધલેશ્વર ગામને એલર્ટ કરાયા છે.ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ એલર્ટ પર છે.
સેખપુર સહિતના ગામોને એલર્ટ પર
ઉપરવાસમા ભારે વરસાદ વરસતા મહુવાની પૂર્ણા નદી ગાંડીતૂર બની છે,મહુવાથી પસાર થતી નદીમા ઘોડાપૂર આવ્યું છે,જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,તેમજ સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે,મહત્વનું છે કે,નદીના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે,દર વખતે નદીના પાણી ગામમાં ઘુસી જતા હોય છે.
નવસારી જિલ્લામાં છે ભારે વરસાદ
નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેની સીધી અસર નવસારી જિલ્લામાં થાય છે. ડાંગમાંથી વહેતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાંથી થઈને દરિયામાં ભળે છે. ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ફરિવાર અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધવાની સંભાવના નવસારી વહીવટી તંત્રએ વ્યક્ત કરવા સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને ફરી સાવચેત કર્યા છે.
અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ
ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમરેલી, અમદાવાદ, આણંદ, ખેડા તથા મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ અપાયુ છે. 3 સપ્ટેમ્બર ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ છે. તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે.