Ahmedabad: સાબરમતી, અસારવા સ્ટેશનેપ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશન ઉપર તાત્કાલિક અસરથી આગામી તા. 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. છઠ પૂજા માટે બિહાર, ઉત્તરપ્રદેશ જવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે તેને કાબૂમાં લેવા અને બાન્દ્રા સ્ટેશન જેવી દુર્ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.ગત રવિવારે બાન્દ્રા રેલવે સ્ટેશન પર અતિભારે ભીડના કારણે સર્જાયેલી ધક્કામુક્કીમાં કેટલાક મુસાફરો ઘવાયા હતા જેમાં રેલવે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી. અમદાવાદ , સાબરમતી અને અસારવા સ્ટેશનો પર પણ મુસાફરોની સાથે તેમને લેવા- મુકવા આવનારા સગાઓની પણ ભીડ થતા ભારે અરાજકતાની સ્થિતિ સર્જાઇ છે. પ્લેટફોર્મ પર બિનજરૂરી ભીડને કાબુમાં લેવા હાલ પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ ગઇકાલ રવિવારે સાંજથી જ બંધ કરી દેવાયું છે. વરિષ્ઠ નાગરીકો અને તબિબિ સંબંધી જરૂરિયાતવાળા લોકોેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. સોમવારે બપોરે 1:30ની અમદાવાદ-વારાસણસી ટ્રેનના જનરલ કોચમાં અતિભારે ભીડ જોવા મળી હતી. મુસાફરોની ભીડને કાબુમાં લેવી, તેમને લાઇનમાં રાખીને ટ્રેનમાં એકપછી એક બેસવા જવા દેવા જેવું પણ કોઇ આયોજન કરાયું નહોતું. બે શિફ્ટમાં ફક્ત ચાર ટિકિટ બારી ખુલ્લી રખાય છે ! અમદાવાદ સ્ટેશન પર જનરલ ટિકિટ માટે રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી તેમજ સવારે 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીની બે શિફ્ટમાં ફક્ત ચાર જ ટિકિટ બારીઓ ખુલ્લી રખાય છે. જેના કારણે ટિકિટ લેવા માટે અતિભારે લાઇનો લાગે છે અને અવ્યવસ્થા સર્જાય છે. ફક્ત બપોરે 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જ આઠ ટિકિટ બારી ખુલ્લી રખાય છે. દિવાળીની સિઝનને ધ્યાને લઇને ત્રણેય શિફ્ટમાં તમામ ટિકિટ બારીઓ ચાલુ રાખવાની મુસાફરોની માંગણી છે.

Ahmedabad: સાબરમતી, અસારવા સ્ટેશનેપ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશન ઉપર તાત્કાલિક અસરથી આગામી તા. 6 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. છઠ પૂજા માટે બિહાર, ઉત્તરપ્રદેશ જવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે તેને કાબૂમાં લેવા અને બાન્દ્રા સ્ટેશન જેવી દુર્ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.

ગત રવિવારે બાન્દ્રા રેલવે સ્ટેશન પર અતિભારે ભીડના કારણે સર્જાયેલી ધક્કામુક્કીમાં કેટલાક મુસાફરો ઘવાયા હતા જેમાં રેલવે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી. અમદાવાદ , સાબરમતી અને અસારવા સ્ટેશનો પર પણ મુસાફરોની સાથે તેમને લેવા- મુકવા આવનારા સગાઓની પણ ભીડ થતા ભારે અરાજકતાની સ્થિતિ સર્જાઇ છે. પ્લેટફોર્મ પર બિનજરૂરી ભીડને કાબુમાં લેવા હાલ પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ ગઇકાલ રવિવારે સાંજથી જ બંધ કરી દેવાયું છે. વરિષ્ઠ નાગરીકો અને તબિબિ સંબંધી જરૂરિયાતવાળા લોકોેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. સોમવારે બપોરે 1:30ની અમદાવાદ-વારાસણસી ટ્રેનના જનરલ કોચમાં અતિભારે ભીડ જોવા મળી હતી. મુસાફરોની ભીડને કાબુમાં લેવી, તેમને લાઇનમાં રાખીને ટ્રેનમાં એકપછી એક બેસવા જવા દેવા જેવું પણ કોઇ આયોજન કરાયું નહોતું.

બે શિફ્ટમાં ફક્ત ચાર ટિકિટ બારી ખુલ્લી રખાય છે !

અમદાવાદ સ્ટેશન પર જનરલ ટિકિટ માટે રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી તેમજ સવારે 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીની બે શિફ્ટમાં ફક્ત ચાર જ ટિકિટ બારીઓ ખુલ્લી રખાય છે. જેના કારણે ટિકિટ લેવા માટે અતિભારે લાઇનો લાગે છે અને અવ્યવસ્થા સર્જાય છે. ફક્ત બપોરે 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જ આઠ ટિકિટ બારી ખુલ્લી રખાય છે. દિવાળીની સિઝનને ધ્યાને લઇને ત્રણેય શિફ્ટમાં તમામ ટિકિટ બારીઓ ચાલુ રાખવાની મુસાફરોની માંગણી છે.