Suratમા મનપા મોડે મોડે જાગ્યું, ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધવા ઝુંબેશ હાથધરી
સુરતમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધવા મનપાએ ઝુંબેશ હાથધરી છે.મનપાએ 353 એકમોને નોટિસ ફટકારી છે.જેમાં 5 ઝોનમાં 172 એકમો સીલ કરવામાં આવ્યા છે.મેયર તેમજ ડ્રેનેજ ચેરમેનની કડકાઈ બાદ તમામ ઝોનમાં સરવેની કામગીરી હાથધરાઈ છે.ગેરકાયદે જોડાણથી ગતરીયામાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.હવે મનપા આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધવા મનપાની ઝુંબેશ સુરત શહેરમાં ગેરકાયદે ડ્રેનેજ શોધવા મનપા કામે લાગી ગયું છે,શહેરમાં વરસાદમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયા બાદ મનપા મોડેમોડે જાગ્યું છે.353 એકમોને નોટિસ આપવામાં આવી છે તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે.સુરત શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા સ્ટ્રોંમ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ સ્ટ્રોંમ ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર ડ્રેનેજનું જોડાણ કરવામાં આવે છે. જેના કારણે દર વર્ષે વરસાદી પાણીનો જે યોગ્ય નિકાલ થવો જોઈએ, તે નિકાલ થતો નથી. પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ સુરત મહાનગરપાલિકાની પાઈપલાઈનમાં કેટલાક ઉધોગો તેમજ અન્ય લોકોએ ગેરકાયદે જોડાણ કરી દીધુ છે.પાઈપલાઈન ચોકઅપ થવાના કારણે પૂરના પાણી ઉતરવાને બદલે બેક માર્યા હતા જેના કારણે લોકોના ઘરો સુધી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,પૂરના પાણી ઉતર્યા બાદ મનપા દ્રારા ડ્રેનેજ લાઈનને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતુ જેના કારણે લોકોએ કરેલી પોલંપોલ સામે આવી હતી,અગાઉ પણ મનપા દ્રારા આજ પ્રકારની કામગીરી કરવાાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે. વરાછા વિસ્તારમાં સૌથી વધુ ગેરકાયદે જોડાણ વરાછા વિસ્તારમાં સૌથી વધુ ગેરકાયદે જોડાણ હોવાની વાત સામે આવી છે અને વરસાદમાં સૌથી વધુ પાણી વરાછા વિસ્તારમાં ભરાયા હતા.ડ્રેનેજ લાઈન ખોલીને તેમાં અન્ય લાઈન જોડીને પાણી છોડવામાં આવતું હતુ અને તેને લઈ પાણીની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ હતી,મનપાના ડ્રેનેજ વિભાગ દ્રારા જયારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે મનપામાં પણ ચૌંકી ઉઠી હતી અને અલગ-અલગ જગ્યાએ ચેકિંગ કર્યુ ત્યારે વાત સામે આવી કે લોકોએ ગેરકાયદે જોડાણમાં તેમની લાઈન જોડી દીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધવા મનપાએ ઝુંબેશ હાથધરી છે.મનપાએ 353 એકમોને નોટિસ ફટકારી છે.જેમાં 5 ઝોનમાં 172 એકમો સીલ કરવામાં આવ્યા છે.મેયર તેમજ ડ્રેનેજ ચેરમેનની કડકાઈ બાદ તમામ ઝોનમાં સરવેની કામગીરી હાથધરાઈ છે.ગેરકાયદે જોડાણથી ગતરીયામાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.હવે મનપા આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
ગેરકાયદે ડ્રેનેજ જોડાણ શોધવા મનપાની ઝુંબેશ
સુરત શહેરમાં ગેરકાયદે ડ્રેનેજ શોધવા મનપા કામે લાગી ગયું છે,શહેરમાં વરસાદમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયા બાદ મનપા મોડેમોડે જાગ્યું છે.353 એકમોને નોટિસ આપવામાં આવી છે તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે.સુરત શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા સ્ટ્રોંમ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ સ્ટ્રોંમ ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર ડ્રેનેજનું જોડાણ કરવામાં આવે છે. જેના કારણે દર વર્ષે વરસાદી પાણીનો જે યોગ્ય નિકાલ થવો જોઈએ, તે નિકાલ થતો નથી.
પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ
સુરત મહાનગરપાલિકાની પાઈપલાઈનમાં કેટલાક ઉધોગો તેમજ અન્ય લોકોએ ગેરકાયદે જોડાણ કરી દીધુ છે.પાઈપલાઈન ચોકઅપ થવાના કારણે પૂરના પાણી ઉતરવાને બદલે બેક માર્યા હતા જેના કારણે લોકોના ઘરો સુધી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,પૂરના પાણી ઉતર્યા બાદ મનપા દ્રારા ડ્રેનેજ લાઈનને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતુ જેના કારણે લોકોએ કરેલી પોલંપોલ સામે આવી હતી,અગાઉ પણ મનપા દ્રારા આજ પ્રકારની કામગીરી કરવાાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
વરાછા વિસ્તારમાં સૌથી વધુ ગેરકાયદે જોડાણ
વરાછા વિસ્તારમાં સૌથી વધુ ગેરકાયદે જોડાણ હોવાની વાત સામે આવી છે અને વરસાદમાં સૌથી વધુ પાણી વરાછા વિસ્તારમાં ભરાયા હતા.ડ્રેનેજ લાઈન ખોલીને તેમાં અન્ય લાઈન જોડીને પાણી છોડવામાં આવતું હતુ અને તેને લઈ પાણીની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ હતી,મનપાના ડ્રેનેજ વિભાગ દ્રારા જયારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે મનપામાં પણ ચૌંકી ઉઠી હતી અને અલગ-અલગ જગ્યાએ ચેકિંગ કર્યુ ત્યારે વાત સામે આવી કે લોકોએ ગેરકાયદે જોડાણમાં તેમની લાઈન જોડી દીધી હતી.