Gir Somnath: ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે

ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે. 12 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ફરી ધમધમશે. સાત તાલુકાના 190 ગામોના ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર. તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળીયા, ગીર ગઢડા, વિસાવદરના ખેડૂતોને લાભ થશે. તાલાલા ખાંડ ફેક્ટરી ઈન્ડિયન પોટાશ લી. ન્યૂ દિલ્હી ફરી ધમધમતી કરશે. કંપનીને 30 વર્ષના ભાડા પટ્ટે આપવા સંસ્થાએ તૈયારી દર્શાવી. આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવશે. તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા રોજગારી વધશે. 6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા. 12 વર્ષથી ખાંડ ફેકટરી બંધ હતી તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી થઈ રહી છે. પ્રજા તથા ખેડુતોને દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી તાલાલા વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ અંગે સ્યુગર મિલના ચેરમેન ભીમસીભાઈ બમરોટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાલાલા, સુત્રાપાડા, વેરાવળ ગીરગઢડા, માળીયા, મેંદરડા, વિસાવદર સાત તાલુકાના 32 કિ.મી ત્રિજ્યામાં આવેલ સંસ્થાના કાર્યક્ષેત્રના 190 ગામોમાં ખેડૂત સભાસદો આવેલ છે. સંસ્થા કરજમાં ડૂબી જતા બંધ પડી ગઈ હતી. છેલ્લા 12 વર્ષથી બંધ ફેક્ટરી પુન:ધમધમતી કરવા પ્રબળ લોક માંગણી થતી હતી. મેનેજમેન્ટ દ્વારા પણ સુગર મીલ પુન:ચાલુ કરવા આર્થિક સહયોગ આપવા સરકારમાં અવિરત રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ પ્રાઈવેટ કંપનીને ભાડાપટ્ટે આપવા પણ પ્રયત્નો ચાલુ હતા. દરમિયાન સંસ્થા પુનઃ ચાલુ કરવા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હી સાથે ભાડા કરારથી સમજૂતી કરવામાં સફળતા મળી છે. આગામી તા.15 નવેમ્બરના રોજ સંસ્થાની સામાન્ય સભા મળશે જેમાં આ નિર્ણય પર મંજૂરીની મહોર લાગશે. તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે, તાલાલા ખાંડ ફેક્ટરીનું તાલાલા શહેર તથા પંથકના અર્થતંત્રમાં અમૂલ્ય યોગદાન હોય તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો હતો. ત્યારે આ સહકારી સંસ્થાને ફરી કાર્યાન્વિત કરવા ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ દ્વારા પ્રયત્ન કરાયા હતા અને હાલ આ દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી ખેડૂતો અને સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ સંસ્થા શરૂ થાય તો આ વિસ્તાર માટે ફરી સોનાનો સૂરજ ઉગશે. માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તલાલા ખાંડ ફેક્ટરીમાં પાંચ હજાર શ્રમજીવી, 350 જેટલા ટ્રાન્સપોર્ટિંગ વાહનો તેમજ 600 જેટલા કર્મચારીઓને આજીવિકા મળતી હતી. સંસ્થા પુન:ધમધમતી થતાં તાલાલા પંથકની રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે.

Gir Somnath: ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેકટરી ફરી ધમધમતી થશે. 12 વર્ષથી બંધ ખાંડ ફેકટરી ફરી ધમધમશે. સાત તાલુકાના 190 ગામોના ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર. તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળીયા, ગીર ગઢડા, વિસાવદરના ખેડૂતોને લાભ થશે. તાલાલા ખાંડ ફેક્ટરી ઈન્ડિયન પોટાશ લી. ન્યૂ દિલ્હી ફરી ધમધમતી કરશે. કંપનીને 30 વર્ષના ભાડા પટ્ટે આપવા સંસ્થાએ તૈયારી દર્શાવી. આગામી 15મી નવેમ્બરે મળનાર સાધારણ સભા મંજૂરીની મહોર લગાવશે. તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા રોજગારી વધશે. 6625 સભાસદોને પત્રો મોકલવામાં આવ્યા.


12 વર્ષથી ખાંડ ફેકટરી બંધ હતી

તાલાલા પંથકની જીવાદોરી સમાન 12 વર્ષથી બંધ પડેલ ખાંડ ફેક્ટરી પુન:ધમધમતી થઈ રહી છે. પ્રજા તથા ખેડુતોને દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી તાલાલા વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ અંગે સ્યુગર મિલના ચેરમેન ભીમસીભાઈ બમરોટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાલાલા, સુત્રાપાડા, વેરાવળ ગીરગઢડા, માળીયા, મેંદરડા, વિસાવદર સાત તાલુકાના 32 કિ.મી ત્રિજ્યામાં આવેલ સંસ્થાના કાર્યક્ષેત્રના 190 ગામોમાં ખેડૂત સભાસદો આવેલ છે.


સંસ્થા કરજમાં ડૂબી જતા બંધ પડી ગઈ હતી. છેલ્લા 12 વર્ષથી બંધ ફેક્ટરી પુન:ધમધમતી કરવા પ્રબળ લોક માંગણી થતી હતી. મેનેજમેન્ટ દ્વારા પણ સુગર મીલ પુન:ચાલુ કરવા આર્થિક સહયોગ આપવા સરકારમાં અવિરત રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ પ્રાઈવેટ કંપનીને ભાડાપટ્ટે આપવા પણ પ્રયત્નો ચાલુ હતા.

દરમિયાન સંસ્થા પુનઃ ચાલુ કરવા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હી સાથે ભાડા કરારથી સમજૂતી કરવામાં સફળતા મળી છે. આગામી તા.15 નવેમ્બરના રોજ સંસ્થાની સામાન્ય સભા મળશે જેમાં આ નિર્ણય પર મંજૂરીની મહોર લાગશે.

તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો

જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે, તાલાલા ખાંડ ફેક્ટરીનું તાલાલા શહેર તથા પંથકના અર્થતંત્રમાં અમૂલ્ય યોગદાન હોય તાલાલા વિસ્તારની આબાદી અને સમૃદ્ધિમાં સંસ્થાનો નોંધપાત્ર ફાળો હતો. ત્યારે આ સહકારી સંસ્થાને ફરી કાર્યાન્વિત કરવા ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિત તમામ દ્વારા પ્રયત્ન કરાયા હતા અને હાલ આ દિવાળીની અમૂલ્ય ભેટ સમાન આ સમાચારથી ખેડૂતો અને સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ સંસ્થા શરૂ થાય તો આ વિસ્તાર માટે ફરી સોનાનો સૂરજ ઉગશે. માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તલાલા ખાંડ ફેક્ટરીમાં પાંચ હજાર શ્રમજીવી, 350 જેટલા ટ્રાન્સપોર્ટિંગ વાહનો તેમજ 600 જેટલા કર્મચારીઓને આજીવિકા મળતી હતી. સંસ્થા પુન:ધમધમતી થતાં તાલાલા પંથકની રોજગારીમાં નોંધપાત્ર વધારો થશે.