બીલીમોરા નજીક મોરલી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત

Gambling Crime Bilimora : બીલીમોરા પોલીસે બાતમી આધારે મોરલી નવા ફળીયા, ગુજરાતી સ્કુલની સામે,આંબાવાડીમાં છાપો મારી ગંજી પાના ઉપર તીન પત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા અને કુલ રૂ.12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બીલીમોરા પોલીસને બાતમી મળી હતી કે મોરલીગામે નવા ફળીયા, ગુજરાતી સ્કુલની સામે,આંબાવાડીની અંદર ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક લોકો ગંજી પાના પર તીન પત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમી આધારે પોલીસે છાપો મારતાં ચાર જેટલા જુગારીઓને તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં મહેશ ઇશ્વરભાઈ પટેલ,શાંતિલાલ ભાણાભાઇ પટેલ, રીલેષ બાબુભાઈ પટેલ(ત્રણેય રહે મોરલી તળાવ ફળીયા તા.ગણદેવી) અને મહેશ જવાહરભાઇ ગગનાની (રહે.બીલીમોરા મનુ મહારાજની ચાલ, તા,ગણદેવી)ની ધરપકડ કરી હતી. પોલીસે જુગારના દાવ પરના રોકડ રૂપીયા રૂ.2100/- તથા અંગઝડતીના રોકડા રૂ.10 હજારથી વધુ મળી કુલ રૂ.12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે બીલીમોરા પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો સામે જુગાર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીલીમોરા નજીક મોરલી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambling Crime Bilimora : બીલીમોરા પોલીસે બાતમી આધારે મોરલી નવા ફળીયા, ગુજરાતી સ્કુલની સામે,આંબાવાડીમાં છાપો મારી ગંજી પાના ઉપર તીન પત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા અને કુલ રૂ.12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીલીમોરા પોલીસને બાતમી મળી હતી કે મોરલીગામે નવા ફળીયા, ગુજરાતી સ્કુલની સામે,આંબાવાડીની અંદર ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક લોકો ગંજી પાના પર તીન પત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમી આધારે પોલીસે છાપો મારતાં ચાર જેટલા જુગારીઓને તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં મહેશ ઇશ્વરભાઈ પટેલ,શાંતિલાલ ભાણાભાઇ પટેલ, રીલેષ બાબુભાઈ પટેલ(ત્રણેય રહે મોરલી તળાવ ફળીયા તા.ગણદેવી) અને મહેશ જવાહરભાઇ ગગનાની (રહે.બીલીમોરા મનુ મહારાજની ચાલ, તા,ગણદેવી)ની ધરપકડ કરી હતી. પોલીસે જુગારના દાવ પરના રોકડ રૂપીયા રૂ.2100/- તથા અંગઝડતીના રોકડા રૂ.10 હજારથી વધુ મળી કુલ રૂ.12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે બીલીમોરા પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો સામે જુગાર પ્રતિબંધ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.