જીવલેણ હુમલો કરનાર ચાર પૈકી એક આરોપીને દસ વર્ષની સખ્તકેદ

સુરતત્રણ આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપ્યોઃ હુમલાનો ભોગ બનનાર લકવાગ્રસ્ત બનતાં ફરિયાદપક્ષે મહત્તમ સજા કરવા માંગ કરી હતી       સાતેક વર્ષ પહેલાં પાલનપુર જકાતનાકા ખાતે મિત્ર સાથે ઝઘડો કરનાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર ચાર પૈકીના મુખ્ય આરોપીને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વાછાણીએ હત્યાના પ્રયાસના ગુનામાં દોષી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ એ માસની કેદની સજા ફટકારી છે.જ્યારે અન્ય ત્રણ  આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી નૈનેશ ઈશ્વરભાઈ પટેલના ભાઈ કેયુર પટેલને આરોપી વિનાયક ગોહીલના મિત્ર કમલેશ સાથે અગાઉ ઝઘડો થયો હતો.જેની અદાવત રાખીને આરોપી વિનાયક સંજય ગોહીલ(રે.ઋષિકેશ એપાર્ટમેન્ટ,અડાજણ)મૂળ મહારાષ્ટ્ર રાયગઢના વતની આરોપી મનિષ સુભાશ કાલગુડે(રે.સમૃધ્ધિ એપાર્ટમેન્ટ,અડાજણ)જલગાંવના વતની આરોપી પ્રવિણ ઉર્ફે બબલુ વામન પવાર(રે.કોસાડ આવાસ,અમરોલી) તથા કરણ કમલેશ ચૌહાણ(રે.સંત તુકારામ સોસાયટી,અડાજણ)એ તા1-9-2017ના ફરિયાદી નૈનશ પટેલના ભાઈ કેયુર સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી.આરોપી વિનાયક ગોહીલે કેયુર પટેલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને ગળાના ભાગે ત્રણ જેટલા ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી.જેથી આ કેસમાં ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુધ્ધ અડાજણ પોલીસમાં નોંધાયેલી ઈપીકો-307,323,504,114 જી.પી.એક્ટ-135ના ગુનાની ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.સાત વર્ષ જુના કેસની ન્યાયિક કાર્યવાહીની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી રાજેશ પી.ડોબરીયાએ આરોપીઓ વિરુધ્ધ કુલ 16 જેટલા મુખ્ય,સ્વતંત્ર અને તબીબી,પંચ સાક્ષીઓ સહિત 26 દસ્તાવેજી પુરાવા રજુ કરીને ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.અલબત્ત આરોપી વિનાયક ગોહીલને બાકાત રાખીને અન્ય ત્રણ આરોપીઓ વિરુધ્ધનો કેસ શંકારહિત સાબિત કરવામાં ફરિયાદ પક્ષ  નિષ્ફળ રહ્યા હતા.જેથી કોર્ટે આરોપી પ્રવિણ ઉર્ફે બબલુ પવાર,કરણ ચૌહાણ તથા મનિષ કાલગુડેના બચાવપક્ષે સિધ્ધાર્થ કટયારેની રજુઆતોને માન્ય રાખી તમામ ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.જ્યારે આરોપી વિનાયક ગોહીલે ભોગ બનનાર કેયુર પટેલ પર જીવલેણ હુમલો કરતાં તેના જમણા અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હોઈ ફરિયાદપક્ષે ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી વિનાયક ગોહીલને ઈપીકો-307ના ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

જીવલેણ હુમલો કરનાર ચાર પૈકી એક આરોપીને દસ વર્ષની સખ્તકેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



સુરત

ત્રણ આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપ્યોઃ હુમલાનો ભોગ બનનાર લકવાગ્રસ્ત બનતાં ફરિયાદપક્ષે મહત્તમ સજા કરવા માંગ કરી હતી       

સાતેક વર્ષ પહેલાં પાલનપુર જકાતનાકા ખાતે મિત્ર સાથે ઝઘડો કરનાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર ચાર પૈકીના મુખ્ય આરોપીને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વાછાણીએ હત્યાના પ્રયાસના ગુનામાં દોષી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ એ માસની કેદની સજા ફટકારી છે.જ્યારે અન્ય ત્રણ  આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી નૈનેશ ઈશ્વરભાઈ પટેલના ભાઈ કેયુર પટેલને આરોપી વિનાયક ગોહીલના મિત્ર કમલેશ સાથે અગાઉ ઝઘડો થયો હતો.જેની અદાવત રાખીને આરોપી વિનાયક સંજય ગોહીલ(રે.ઋષિકેશ એપાર્ટમેન્ટ,અડાજણ)મૂળ મહારાષ્ટ્ર રાયગઢના વતની આરોપી મનિષ સુભાશ કાલગુડે(રે.સમૃધ્ધિ એપાર્ટમેન્ટ,અડાજણ)જલગાંવના વતની આરોપી પ્રવિણ ઉર્ફે બબલુ વામન પવાર(રે.કોસાડ આવાસ,અમરોલી) તથા કરણ કમલેશ ચૌહાણ(રે.સંત તુકારામ સોસાયટી,અડાજણ)એ તા1-9-2017ના ફરિયાદી નૈનશ પટેલના ભાઈ કેયુર સાથે ઝઘડો કરીને મારામારી કરી હતી.આરોપી વિનાયક ગોહીલે કેયુર પટેલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને ગળાના ભાગે ત્રણ જેટલા ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી.જેથી આ કેસમાં ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુધ્ધ અડાજણ પોલીસમાં નોંધાયેલી ઈપીકો-307,323,504,114 જી.પી.એક્ટ-135ના ગુનાની ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.

સાત વર્ષ જુના કેસની ન્યાયિક કાર્યવાહીની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી રાજેશ પી.ડોબરીયાએ આરોપીઓ વિરુધ્ધ કુલ 16 જેટલા મુખ્ય,સ્વતંત્ર અને તબીબી,પંચ સાક્ષીઓ સહિત 26 દસ્તાવેજી પુરાવા રજુ કરીને ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.અલબત્ત આરોપી વિનાયક ગોહીલને બાકાત રાખીને અન્ય ત્રણ આરોપીઓ વિરુધ્ધનો કેસ શંકારહિત સાબિત કરવામાં ફરિયાદ પક્ષ  નિષ્ફળ રહ્યા હતા.જેથી કોર્ટે આરોપી પ્રવિણ ઉર્ફે બબલુ પવાર,કરણ ચૌહાણ તથા મનિષ કાલગુડેના બચાવપક્ષે સિધ્ધાર્થ કટયારેની રજુઆતોને માન્ય રાખી તમામ ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.જ્યારે આરોપી વિનાયક ગોહીલે ભોગ બનનાર કેયુર પટેલ પર જીવલેણ હુમલો કરતાં તેના જમણા અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હોઈ ફરિયાદપક્ષે ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈ સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી વિનાયક ગોહીલને ઈપીકો-307ના ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.