હું હોમગાર્ડનો સાહેબ છું નેમ પ્લેટ ક્યાં છે કહી વિડિયો ઉતારી મહિલા હોમગાર્ડની છેડતી કરી

અમદાવાદ, સોમવારશાહીબાગ સિવિલ હોસ્પિટલ ખાતે અજાણ્યા શખ્સે આવીને હું હોમગાર્ડનો સાહેબ છું તારી નેમ પ્લેટ ક્યાં છે કહીને મહિલા હોમગાર્ડનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. ધમકી આપીને નજીક જઇને મહિલા હોમગાર્ડની છેડતી કરી હતી.  આ બનાવ અંગે મહિલા હોમગાર્ડે આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.મહિલા હોમગાર્ડને ગાળો બોલી ધમકાવીને ધમકી આપીને નજીક જઇને છેડતી કરી, શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીમેઘાણીનગરમાં રહેતી અને હોમગાર્ડ તરીકે સિવિલ હોસ્પિટલમાં સખી વનસ્ટોપ ખાતે નોકરી કરતી ૩૧ વર્ષની મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રાહુલભાઇ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છેકે તા.૨ના રોજ રાત્રીના સમયે નોકરી પર હાજર હતા ત્યારે એક છોકરી ભાગી ભાગી ગઇ છે તેવી તેના પરિવારજનો પૂછપરછ કરવા અને અરજી આપવા આવ્યા હતા. તે સમયે અજાણ્યો એક શખ્સ આવ્યો હતો અને હું હોમગાર્ડનો સાહેબ છું મારૃ નામ રાહુલ શાહીબાગ હોવાનું જણાવી મહિલાને તમારી નેમ પ્લેટ ક્યાં છે કહીેને હોમગાર્ડ મહિલાનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. મહિલા હોમગાર્ડે વિડીયો ઉતારવાની ના પાડતા બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને મહિલા હોમગાર્ડની છેડતી કરી હતી.  બુમાબુમ થતા અન્ય મહિલા હોમગાર્ડ આવીને પોલીસને ફોન કરતા શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પોલીસ મહિલા હોમગાર્ડ અને આરોપીને પોલીસ સ્ટેશન લઇને ગયા હતા. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

હું હોમગાર્ડનો સાહેબ છું નેમ પ્લેટ ક્યાં છે કહી  વિડિયો ઉતારી મહિલા હોમગાર્ડની છેડતી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, સોમવાર

શાહીબાગ સિવિલ હોસ્પિટલ ખાતે અજાણ્યા શખ્સે આવીને હું હોમગાર્ડનો સાહેબ છું તારી નેમ પ્લેટ ક્યાં છે કહીને મહિલા હોમગાર્ડનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. ધમકી આપીને નજીક જઇને મહિલા હોમગાર્ડની છેડતી કરી હતી.  આ બનાવ અંગે મહિલા હોમગાર્ડે આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા હોમગાર્ડને ગાળો બોલી ધમકાવીને ધમકી આપીને નજીક જઇને છેડતી કરી, શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મેઘાણીનગરમાં રહેતી અને હોમગાર્ડ તરીકે સિવિલ હોસ્પિટલમાં સખી વનસ્ટોપ ખાતે નોકરી કરતી ૩૧ વર્ષની મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રાહુલભાઇ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છેકે તા.૨ના રોજ રાત્રીના સમયે નોકરી પર હાજર હતા ત્યારે એક છોકરી ભાગી ભાગી ગઇ છે તેવી તેના પરિવારજનો પૂછપરછ કરવા અને અરજી આપવા આવ્યા હતા. તે સમયે અજાણ્યો એક શખ્સ આવ્યો હતો અને હું હોમગાર્ડનો સાહેબ છું મારૃ નામ રાહુલ શાહીબાગ હોવાનું જણાવી મહિલાને તમારી નેમ પ્લેટ ક્યાં છે કહીેને હોમગાર્ડ મહિલાનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. 

મહિલા હોમગાર્ડે વિડીયો ઉતારવાની ના પાડતા બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને મહિલા હોમગાર્ડની છેડતી કરી હતી.  બુમાબુમ થતા અન્ય મહિલા હોમગાર્ડ આવીને પોલીસને ફોન કરતા શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પોલીસ મહિલા હોમગાર્ડ અને આરોપીને પોલીસ સ્ટેશન લઇને ગયા હતા. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.