Surat Rain News :સુરતના બારડોલી, પલસાણા અને મહુવામાં પાંચ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાત પર બે, ઉત્તર ગુજરાતની એક મળી ત્રણ સિસ્ટમ એક્ટિવસુરત, નવસારી અને વલસાડમાં આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રવિવાર બાદ સોમવારે પણ દક્ષિણ ગુજરાતમાં સૂરજદાદાના દર્શન થયા ન હતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં બે અને એક ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ચાર દિવસ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ હવામાન વિભાગે ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યુ છે. રવિવાર બાદ સોમવારે પણ દક્ષિણ ગુજરાતમાં સૂરજદાદાના દર્શન થયા ન હતા. સોમવારે પણ દિવસભર ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ઠેર ઠેર ઝાડ તૂટી પડવાના બનાવો નોંધાયા હતા. ઝાડ તૂટી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સુરતની વાત કરીએ તો મેઘરાજા ઓલપાડ, બારડોલી, પલસાણા અને મહુવા તાલુકામાં મન મૂકીને વરસી રહ્યા છે. વિતેલા બે દિવસ આ વિસ્તારમાં ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સોમવારે પલસાણા 5.0 ઈંચ, બારડોલી 4.72 ઈંચ, મહુવા 4.92 ઈંચ, ઓલપાડ 3.28 ઈંચ અને કામરેજમાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો હતો. સુરત શહેરમાં અવિરત વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. નવસારીમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. સોમવારે સાંજે 4 વાગ્યે પૂરા થતા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 5.20 ઈંચ, જલાલપોર 4.24 ઈંચ અને ગણદેવીમાં 2.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરત, નવસારી, વલસાડમાં ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ બીજી સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ત્રીજી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ પણ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી, ત્રીજી અને પાંચમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે. ઓલપાડમાં NDRF અને માંડવીમાં SDRFની ટીમ તહેનાત સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકામાં બે જ દિવસમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા તથા બચાવ અને રાહતની કામગીરી માટે ઓલપાડમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને માંડવીમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ (SDRF) તેનાત કરવામાં આવી છે. આ ટીમ સાથે રાહત-બચાવની લાઈફ ગાર્ડથી માંડીને બી.એમ.મોટર, લાઈફ જેકેટ, વાયરલેસ સેટ, સેટેલાઈટ ફોન સહિતની સામગ્રી ઉપલબ્ધ છે.

Surat Rain News :સુરતના બારડોલી, પલસાણા અને મહુવામાં પાંચ ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દક્ષિણ ગુજરાત પર બે, ઉત્તર ગુજરાતની એક મળી ત્રણ સિસ્ટમ એક્ટિવ
  • સુરત, નવસારી અને વલસાડમાં આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ
  • રવિવાર બાદ સોમવારે પણ દક્ષિણ ગુજરાતમાં સૂરજદાદાના દર્શન થયા ન હતા

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં બે અને એક ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ચાર દિવસ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ સાથે જ હવામાન વિભાગે ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યુ છે. રવિવાર બાદ સોમવારે પણ દક્ષિણ ગુજરાતમાં સૂરજદાદાના દર્શન થયા ન હતા. સોમવારે પણ દિવસભર ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ઠેર ઠેર ઝાડ તૂટી પડવાના બનાવો નોંધાયા હતા. ઝાડ તૂટી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સુરતની વાત કરીએ તો મેઘરાજા ઓલપાડ, બારડોલી, પલસાણા અને મહુવા તાલુકામાં મન મૂકીને વરસી રહ્યા છે. વિતેલા બે દિવસ આ વિસ્તારમાં ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સોમવારે પલસાણા 5.0 ઈંચ, બારડોલી 4.72 ઈંચ, મહુવા 4.92 ઈંચ, ઓલપાડ 3.28 ઈંચ અને કામરેજમાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો હતો. સુરત શહેરમાં અવિરત વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

નવસારીમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. સોમવારે સાંજે 4 વાગ્યે પૂરા થતા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 5.20 ઈંચ, જલાલપોર 4.24 ઈંચ અને ગણદેવીમાં 2.16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

સુરત, નવસારી, વલસાડમાં ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ બીજી સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ત્રીજી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ પણ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી, ત્રીજી અને પાંચમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે.

ઓલપાડમાં NDRF અને માંડવીમાં SDRFની ટીમ તહેનાત

સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી, પલસાણા અને બારડોલી તાલુકામાં બે જ દિવસમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા તથા બચાવ અને રાહતની કામગીરી માટે ઓલપાડમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને માંડવીમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ (SDRF) તેનાત કરવામાં આવી છે. આ ટીમ સાથે રાહત-બચાવની લાઈફ ગાર્ડથી માંડીને બી.એમ.મોટર, લાઈફ જેકેટ, વાયરલેસ સેટ, સેટેલાઈટ ફોન સહિતની સામગ્રી ઉપલબ્ધ છે.