Surat News : મોટો ઠગબાજ ઝડપાયો,જેણે 60 લાખની છેતરપિંડી કરી

દુબઇની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી આપવાના નામે ઠગાઇ મેગ્નેટો ઇન્ફોમેશન ટેક્નોલોજી નામની કંપનીએ આચરી છેતરપિંડી અલગ-અલગ બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી દુબઇની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના નામે 60 લાખની ઠગાઈ કેસમાં સુરત સાયબર ક્રાઈમે ચેન્નાઈથી એક આરોપીની ધરપકડ કરી છે.ઈમ્તિયાઝ બાશા નામના આરોપીની ધરપકડ કરાઈ છે,આ આરોપી અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી આચરતો છેતરપિંડી. જાણો કઈ રીતે કરતો છેતરપિંડી સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિને તેમની દુબઈ ખાતે આવેલી મેગેન્ટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા. ત્યારે આરોપીઓએ અલગ-અલગ એકાઉન્ટમાં 12,50,000, 10 લાખ, 17,50,000 આમ અલગ-અલગ ટ્રાન્જેક્શનનો મળીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસથી બચવા ચેન્નાઈ પહોચ્યાં આરોપી ઈરફાન ગુલાબ બાશા અને ઇમ્તિયાઝ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં 60 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા ન હતા અને બંને શખ્સો દ્વારા સુરતના ફરિયાદી સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા. આરોપી સામે વોરંટ જારી બીજી તરફ આરોપી સામે સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઈમ્તિયાઝ ગુલામ બાશા દુબઈથી ચેન્નાઈ ખાતે પરત આવ્યો હોવાની માહિતી મળતા જ સાયબર ક્રાઇમ દ્વારા ચેન્નાઇથી ઈમ્તિયાઝ ગુલામ બાશાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Surat News : મોટો ઠગબાજ ઝડપાયો,જેણે 60 લાખની છેતરપિંડી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુબઇની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી આપવાના નામે ઠગાઇ
  • મેગ્નેટો ઇન્ફોમેશન ટેક્નોલોજી નામની કંપનીએ આચરી છેતરપિંડી
  • અલગ-અલગ બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી

દુબઇની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના નામે 60 લાખની ઠગાઈ કેસમાં સુરત સાયબર ક્રાઈમે ચેન્નાઈથી એક આરોપીની ધરપકડ કરી છે.ઈમ્તિયાઝ બાશા નામના આરોપીની ધરપકડ કરાઈ છે,આ આરોપી અલગ-અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી આચરતો છેતરપિંડી.

જાણો કઈ રીતે કરતો છેતરપિંડી

સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરતના આ વ્યક્તિને તેમની દુબઈ ખાતે આવેલી મેગેન્ટો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાના હતા. ત્યારે આરોપીઓએ અલગ-અલગ એકાઉન્ટમાં 12,50,000, 10 લાખ, 17,50,000 આમ અલગ-અલગ ટ્રાન્જેક્શનનો મળીને કુલ 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

પોલીસથી બચવા ચેન્નાઈ પહોચ્યાં

આરોપી ઈરફાન ગુલાબ બાશા અને ઇમ્તિયાઝ ગુલામ બાશા દ્વારા આ પૈસા ફરિયાદી પાસેથી લીધા બાદ દુબઈ ખાતેની કંપનીના એકાઉન્ટમાં 60 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા ન હતા અને બંને શખ્સો દ્વારા સુરતના ફરિયાદી સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી પોલીસથી બચવા માટે ભાગતા ફરતા હતા.

આરોપી સામે વોરંટ જારી

બીજી તરફ આરોપી સામે સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઈમ્તિયાઝ ગુલામ બાશા દુબઈથી ચેન્નાઈ ખાતે પરત આવ્યો હોવાની માહિતી મળતા જ સાયબર ક્રાઇમ દ્વારા ચેન્નાઇથી ઈમ્તિયાઝ ગુલામ બાશાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.