Surendranagar: બળજબરીપૂર્વક ફીનાઈલ પીવડાવવાના કેસમાં બે મહિલા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

આડા સંબંધ ધરાવતા તલાટી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાતલાટી પતિ, સાસુ-સસરા અને મહિલા સામે જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીના સાસુએ સુરેન્દ્રનગર કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી વઢવાણ ગ્રામ્યમાં રહેતા તલાટીને સુરેન્દ્રનગરની એક મહિલા સાથે આડા સંબંધ છે. ત્યારે આ મહિલાની ચડામણીથી તલાટીએ પત્ની સાથે બોલાચાલી કરી હતી.તલાટીએ બળજબરીપુર્વક પરિણીતાને ગત તા. 1 જુને ફીનાઈલ પીવડાવી દેતા દવાખાને લઈ જવાયા હતા. આ કેસમાં પોલીસ પકડથી દુર બે મહિલાએ આગોતરા જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.મહેસાણા જિલ્લાના ભેંસાણ ગામે રહેતા પરીવારની દિકરીના 10 વર્ષ પહેલા વઢવાણના અણીન્દ્રા ગામે રહેતા સંજયસીંહ અજીતસીંહ ઝાલા સાથે લગ્ન થયા હતા. સંજયસીંહ હાલ વઢવાણ ગ્રામ્યમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. તા. 1 જુને તેઓ ઘરેથી બપોરના સમયે જમીને કાર લઈને નીકળ્યા હતા. થોડીવાર બાદ તેમના પત્નીએ ફોનમાં દિકરા બાબતે વાત કરતા બાજુમાં એક મહિલા તું તેની સાથે કેમ વાતો કરે છે, તારે અને છોકરાને શું લેવા દેવા તેમ કહેતી હતી. આથી પત્નીએ પતિને કયાં છો તેમ પુછતા તલાટીએ તાલુકા પંચાયત કચેરી હોવાનું જણાવતા પત્નીએ વીડિયો કોલ કરવાનું કહેતા પતિએ ફોન મુકી દીધો હતો. આ મહિલા સુરેન્દ્રનગરમાં રહે છે અને સંજયસીંહ સાથે તેઓના અનૈતીક સંબંધો છે. ત્યારે સંજયસીંહ ઘરે આવતા પત્ની સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી. અને સંજયસીંહના પિતા અજીતસીંહ તથા માતા વિજયાબાએ પરિણીતાને વાળ પકડી માર માર્યો હતો. જયારે સંજયસીંહે મહિલાની ચડામણીથી પરાણે ફીનાઈલની બોટલ પત્નીના મોઢા પર રાખી પીવડાવી દીધી હતી. બનાવની જોરાવરનગર પોલીસ મથકે તલાટી પતી, સાસુ-સસરા અને મહિલા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસ પકડથી દુર રહેલ મહિલા અને ફરિયાદીના સાસુએ સુરેન્દ્રનગર કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીને આગોતરા જામીન મળશે તો તે યેન કેન પ્રકારે સાહેદો તથા પંચોને ધાક-ધમકી, લાભ-પ્રલોભન આપી તોડશે અને પ્રોસીકયુશનને નુકશાન કરશે. આથી ચોથા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે બન્ને મહિલા આરોપીની આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.

Surendranagar: બળજબરીપૂર્વક ફીનાઈલ પીવડાવવાના કેસમાં બે મહિલા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આડા સંબંધ ધરાવતા તલાટી પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા
  • તલાટી પતિ, સાસુ-સસરા અને મહિલા સામે જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
  • ફરિયાદીના સાસુએ સુરેન્દ્રનગર કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી

વઢવાણ ગ્રામ્યમાં રહેતા તલાટીને સુરેન્દ્રનગરની એક મહિલા સાથે આડા સંબંધ છે. ત્યારે આ મહિલાની ચડામણીથી તલાટીએ પત્ની સાથે બોલાચાલી કરી હતી.તલાટીએ બળજબરીપુર્વક પરિણીતાને ગત તા. 1 જુને ફીનાઈલ પીવડાવી દેતા દવાખાને લઈ જવાયા હતા. આ કેસમાં પોલીસ પકડથી દુર બે મહિલાએ આગોતરા જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.

મહેસાણા જિલ્લાના ભેંસાણ ગામે રહેતા પરીવારની દિકરીના 10 વર્ષ પહેલા વઢવાણના અણીન્દ્રા ગામે રહેતા સંજયસીંહ અજીતસીંહ ઝાલા સાથે લગ્ન થયા હતા. સંજયસીંહ હાલ વઢવાણ ગ્રામ્યમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. તા. 1 જુને તેઓ ઘરેથી બપોરના સમયે જમીને કાર લઈને નીકળ્યા હતા. થોડીવાર બાદ તેમના પત્નીએ ફોનમાં દિકરા બાબતે વાત કરતા બાજુમાં એક મહિલા તું તેની સાથે કેમ વાતો કરે છે, તારે અને છોકરાને શું લેવા દેવા તેમ કહેતી હતી. આથી પત્નીએ પતિને કયાં છો તેમ પુછતા તલાટીએ તાલુકા પંચાયત કચેરી હોવાનું જણાવતા પત્નીએ વીડિયો કોલ કરવાનું કહેતા પતિએ ફોન મુકી દીધો હતો. આ મહિલા સુરેન્દ્રનગરમાં રહે છે અને સંજયસીંહ સાથે તેઓના અનૈતીક સંબંધો છે. ત્યારે સંજયસીંહ ઘરે આવતા પત્ની સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી. અને સંજયસીંહના પિતા અજીતસીંહ તથા માતા વિજયાબાએ પરિણીતાને વાળ પકડી માર માર્યો હતો. જયારે સંજયસીંહે મહિલાની ચડામણીથી પરાણે ફીનાઈલની બોટલ પત્નીના મોઢા પર રાખી પીવડાવી દીધી હતી. બનાવની જોરાવરનગર પોલીસ મથકે તલાટી પતી, સાસુ-સસરા અને મહિલા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસ પકડથી દુર રહેલ મહિલા અને ફરિયાદીના સાસુએ સુરેન્દ્રનગર કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીને આગોતરા જામીન મળશે તો તે યેન કેન પ્રકારે સાહેદો તથા પંચોને ધાક-ધમકી, લાભ-પ્રલોભન આપી તોડશે અને પ્રોસીકયુશનને નુકશાન કરશે. આથી ચોથા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે બન્ને મહિલા આરોપીની આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.