કુડા પાસે કારની ટક્કરે રિક્ષામાં સવાર યુવતીનું મોત

- કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો- રિક્ષા ચાલક સહિત ત્રણ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયાધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ૩ મુસાફરો અને ચાલક સહીત કુલ ૪ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા તાલુકામા કોપરણી ગામે રહેતા બાબુભાઇ ખેતાભાઇ પરમાર તેમની દીકરી કિંજલબેન ધ્રાંગધ્રાથી ખરીદી કરી રિક્ષામાં બેસી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન કુડા ગામ નજીક આવેલી આદર્શ નિવાસી શાળા પાસે રિક્ષા પહોંચતા સામેની તરફથી આવતી એક કારના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવતા કાર રિક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષા આડી પડી જતાં રિક્ષામાં બેસેલા બાબુભાઇ ખેતાભાઇ પરમાર, કિંજલબેન બાબુભાઇ પરમાર, રૂખીબેન અવશરભાઇ કોપણીયા અને રિક્ષાના ચાલક ચમનભાઇ રામજીભાઇ પરમારને ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં સારવાર દરમિયાન કિંજલબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કારના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

કુડા પાસે કારની ટક્કરે રિક્ષામાં સવાર યુવતીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

- રિક્ષા ચાલક સહિત ત્રણ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ૩ મુસાફરો અને ચાલક સહીત કુલ ૪ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકામા કોપરણી ગામે રહેતા બાબુભાઇ ખેતાભાઇ પરમાર તેમની દીકરી કિંજલબેન ધ્રાંગધ્રાથી ખરીદી કરી રિક્ષામાં બેસી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન કુડા ગામ નજીક આવેલી આદર્શ નિવાસી શાળા પાસે રિક્ષા પહોંચતા સામેની તરફથી આવતી એક કારના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવતા કાર રિક્ષા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં રિક્ષા આડી પડી જતાં રિક્ષામાં બેસેલા બાબુભાઇ ખેતાભાઇ પરમાર, કિંજલબેન બાબુભાઇ પરમાર, રૂખીબેન અવશરભાઇ કોપણીયા અને રિક્ષાના ચાલક ચમનભાઇ રામજીભાઇ પરમારને ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. 

ત્યાં સારવાર દરમિયાન કિંજલબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કારના ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.