Girsomnath News : તંત્રની મોટી બેદરકારી,વીજપોલ હટાવ્યા વગર જ બનાવ્યો હતો રસ્તો

ગીરસોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર વીજપોલ હટાવ્યા વગર જ બનાવ્યો હતો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વીજપોલને હટાવાયો ગીરસોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલને પગલે નિંદ્રામાં રહેલા વીજ વિભાગે આખરે રોડ વચ્ચેથી પોલ હટાવાયો છે.ડોળાસા, ઉનાના લેરકા ગામને જોડતો રસ્તો બનાવાયો પરંતુ રસ્તાની વચ્ચે જ વીજપોલ વચ્ચે જ રહી ગયો હતો.તો બીજી તરફ કોડીનારના ડોળાસાથી ઉનાના લેરકા ને જોડતા 4 કિમી લાંબા રોડ ફરી નવો બનાવ્યો છે. વીજપોલ કરાયો દૂર કોડીનારનાં ડોળાસા અને ઊનાના લેરકા ગામને જોડતો ચાર કિમીનો નવો પેવર રોડ તાજેતર માં જ બન્યો છે.પણ રોડના નિર્માણ પછી વિકાસ ની પરિભાષા જ બદલાઈ ગઈ હતી.આ નવા રોડ ની બરાબર વચ્ચે વીજ પોલ છે જે તંત્રને રોડ બનાવ્યા બાદ ખબર પડી તો ત્યારબાદ તંત્રએ તાત્કાલિક વીજપોલને દૂર કર્યો હતો,જો આ વીજપોલ દૂર કરવામાં ના આવ્યો હોત તો રોડ પર અકસ્માત થવાની શકયતા વધી જાત. ડભોઈમાં પણ વીજપોલ નડતરરૂપ ડભોઇ તાલુકાના તેનતળાવ રોડ નજીક એમજીવીસીએલના થાંભલા રોડ ઉપર નોંધારા મૂકી દેવાયા છે. જેથી છેલ્લા એક મહિનાથી વાહનચાલકો હેરાન થાય છે. તેનતળાવ ગામ પાસે મોટો વળાંક હોઇ વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. એમજીવીસીએલ દ્વારા વહેલી તકે તરછોડી દેવાયેલા વીજ થાંભલા હટાવવાની કામગીરી કરાય તો વાહનચાલકોને રાહત થાય તેમ છે. હાલ સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા છે. નડિયાદમાં વીજપોલ પર જોખમી વાયરો માથે ચોમાસું છે ત્યારે તંત્ર હંમેશા મોટી જીવલેણ દૂર્ઘટના પછી જ જાગતું હોય છે. નડિયાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વીજપોલ પર ખાનગી કેબલ વાયરોનું રાજ હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે. જ્યાં ત્યાં વીજપોલ પર ખાનગી કંપનીના કેબલોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં આ કેબલો તો જીવલેણ સ્થિતિમાં લટેકેલી હાલતમાં છે. તંત્ર દ્વારા મોટી જાનહાનિ સર્જાય તે પહેલા આવા જોખમી ખાનગી કંપનીના વાયરોને ઉતારી અથવા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

Girsomnath News : તંત્રની મોટી બેદરકારી,વીજપોલ હટાવ્યા વગર જ બનાવ્યો હતો રસ્તો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીરસોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર
  • વીજપોલ હટાવ્યા વગર જ બનાવ્યો હતો રસ્તો
  • તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વીજપોલને હટાવાયો

ગીરસોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલને પગલે નિંદ્રામાં રહેલા વીજ વિભાગે આખરે રોડ વચ્ચેથી પોલ હટાવાયો છે.ડોળાસા, ઉનાના લેરકા ગામને જોડતો રસ્તો બનાવાયો પરંતુ રસ્તાની વચ્ચે જ વીજપોલ વચ્ચે જ રહી ગયો હતો.તો બીજી તરફ કોડીનારના ડોળાસાથી ઉનાના લેરકા ને જોડતા 4 કિમી લાંબા રોડ ફરી નવો બનાવ્યો છે.

વીજપોલ કરાયો દૂર

કોડીનારનાં ડોળાસા અને ઊનાના લેરકા ગામને જોડતો ચાર કિમીનો નવો પેવર રોડ તાજેતર માં જ બન્યો છે.પણ રોડના નિર્માણ પછી વિકાસ ની પરિભાષા જ બદલાઈ ગઈ હતી.આ નવા રોડ ની બરાબર વચ્ચે વીજ પોલ છે જે તંત્રને રોડ બનાવ્યા બાદ ખબર પડી તો ત્યારબાદ તંત્રએ તાત્કાલિક વીજપોલને દૂર કર્યો હતો,જો આ વીજપોલ દૂર કરવામાં ના આવ્યો હોત તો રોડ પર અકસ્માત થવાની શકયતા વધી જાત.


ડભોઈમાં પણ વીજપોલ નડતરરૂપ

ડભોઇ તાલુકાના તેનતળાવ રોડ નજીક એમજીવીસીએલના થાંભલા રોડ ઉપર નોંધારા મૂકી દેવાયા છે. જેથી છેલ્લા એક મહિનાથી વાહનચાલકો હેરાન થાય છે. તેનતળાવ ગામ પાસે મોટો વળાંક હોઇ વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. એમજીવીસીએલ દ્વારા વહેલી તકે તરછોડી દેવાયેલા વીજ થાંભલા હટાવવાની કામગીરી કરાય તો વાહનચાલકોને રાહત થાય તેમ છે. હાલ સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા છે.


નડિયાદમાં વીજપોલ પર જોખમી વાયરો

માથે ચોમાસું છે ત્યારે તંત્ર હંમેશા મોટી જીવલેણ દૂર્ઘટના પછી જ જાગતું હોય છે. નડિયાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વીજપોલ પર ખાનગી કેબલ વાયરોનું રાજ હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે. જ્યાં ત્યાં વીજપોલ પર ખાનગી કંપનીના કેબલોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં આ કેબલો તો જીવલેણ સ્થિતિમાં લટેકેલી હાલતમાં છે. તંત્ર દ્વારા મોટી જાનહાનિ સર્જાય તે પહેલા આવા જોખમી ખાનગી કંપનીના વાયરોને ઉતારી અથવા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.