Amreli: સાંસદ ભરત સુતરિયાએ લીધા શપથ, સંસદના પ્રથમ પગથિયે કર્યુ નમન

સાંસદ ભરત સુતરિયાએ સંસદ ભવનમાં લીધા શપથભરત સુતરીયા ત્રણ લાખથી પણ વધારે મતની જંગી લીડથી જીત્યા હતા અમરેલીના સાંસદે હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા અમરેલીમાં લોકસભાની ટિકિટના મળવાના કારણે નારાજ થયેલા ભાજપના પૂર્વ નેતાઓ તથા તેના કાર્યકરોએ જેમને નકાર્યા અને ચૂંટણીની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો સહયોગ ના આપ્યો તથા ખુલ્લીને વિરોધમાં ઉતર્યા તે ભરત સુતરિયાએ ઐતિહાસિક લીડથી જીતીને આજે પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા. તેમને લોકશાહીના મંદિરના પ્રથમ પગથીયે નમન કરી પ્રવેશ કર્યો હતો. મોટા વિરોધ બાદ પણ જંગી બહુમતીથી જીત્યા તમને જણાવી દઈએ કે અમરેલી લોકસભા બેઠકમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા પૂર્વ સાંસદ નારણ કાછડીયાનું પત્તુ કપાયું હતું અને ભાજપમાંથી મોટા દિગ્ગજ નેતાઓ પોતાને માટે કે પોતાના સગા માટે દાવેદારી કરી રહ્યા હતા, તે તમામના પત્તા પણ કપાઈ ગયા હતા અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે જ ભાજપના મોટા કહેવાતા નેતાઓમાં ભૂકંપ આવ્યો હોય તેમ વિરોધ શરૂ થયો હતો અને બે જૂથો વચ્ચે મારામારીની પણ ઘટના બની હતી. ચૂંટણી પ્રચારની કામગીરીમાં ભાજપમાં કામગીરી સંભાળતા નેતાઓ કે તેના ટેકેદારો ક્યાંય જોવા મળ્યા નહોતા અને ખુલ્લેઆમ અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. આ સ્થાને ભાજપના નવા કાર્યકરો પૂર જોશમાં કામે લાગી ગયા હતા. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા એ તો ખુલ્લેઆમ ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને તેમને થેન્ક્યુ પણ કહેતા આવડતું ન હોય તેવા વ્યક્તિને ટિકિટ આપી હોવાનું કહ્યું હતું. શરૂઆતમાં અમરેલી જિલ્લામાં ઉમેદવાર બદલવા માટે બેનરો પણ લાગ્યા હતા. લોકશાહીના મંદિરના પ્રથમ પગથિયે નમન કરી કર્યો પ્રવેશ આ વચ્ચે ભરત સુતરીયા ત્રણ લાખથી પણ વધારે મતની જંગી લીડથી જીત મેળવી નવો ઈતિહાસ રચીને આજે પ્રથમ વખત દિલ્હીમાં સંસદ ભવન ખાતે પહોંચ્યા હતા. લોકસભામાં પ્રવેશ કરતા પહેલા લોકશાહીના મંદિરના પ્રથમ પગથિયે જ તેમણે નમન કરી પ્રવેશ કર્યો હતો. તેમણે હિન્દીમાં શપથ પણ લીધા હતા. તેમણે ચૂંટણી દરમિયાન પણ નમ્રતાપૂર્વક વ્યવહાર કરી પોતાના કાર્યો, જંગી જીત અને લીડથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. લોકસભામાં પ્રવેશ અંગે તેમણે અમરેલી જિલ્લાના વિકાસ માટે નવા અધ્યાયની શરુઆત થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

Amreli: સાંસદ ભરત સુતરિયાએ લીધા શપથ, સંસદના પ્રથમ પગથિયે કર્યુ નમન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાંસદ ભરત સુતરિયાએ સંસદ ભવનમાં લીધા શપથ
  • ભરત સુતરીયા ત્રણ લાખથી પણ વધારે મતની જંગી લીડથી જીત્યા હતા
  • અમરેલીના સાંસદે હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા

અમરેલીમાં લોકસભાની ટિકિટના મળવાના કારણે નારાજ થયેલા ભાજપના પૂર્વ નેતાઓ તથા તેના કાર્યકરોએ જેમને નકાર્યા અને ચૂંટણીની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો સહયોગ ના આપ્યો તથા ખુલ્લીને વિરોધમાં ઉતર્યા તે ભરત સુતરિયાએ ઐતિહાસિક લીડથી જીતીને આજે પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા. તેમને લોકશાહીના મંદિરના પ્રથમ પગથીયે નમન કરી પ્રવેશ કર્યો હતો.

મોટા વિરોધ બાદ પણ જંગી બહુમતીથી જીત્યા

તમને જણાવી દઈએ કે અમરેલી લોકસભા બેઠકમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાતા પૂર્વ સાંસદ નારણ કાછડીયાનું પત્તુ કપાયું હતું અને ભાજપમાંથી મોટા દિગ્ગજ નેતાઓ પોતાને માટે કે પોતાના સગા માટે દાવેદારી કરી રહ્યા હતા, તે તમામના પત્તા પણ કપાઈ ગયા હતા અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે જ ભાજપના મોટા કહેવાતા નેતાઓમાં ભૂકંપ આવ્યો હોય તેમ વિરોધ શરૂ થયો હતો અને બે જૂથો વચ્ચે મારામારીની પણ ઘટના બની હતી.

ચૂંટણી પ્રચારની કામગીરીમાં ભાજપમાં કામગીરી સંભાળતા નેતાઓ કે તેના ટેકેદારો ક્યાંય જોવા મળ્યા નહોતા અને ખુલ્લેઆમ અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. આ સ્થાને ભાજપના નવા કાર્યકરો પૂર જોશમાં કામે લાગી ગયા હતા. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા એ તો ખુલ્લેઆમ ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને તેમને થેન્ક્યુ પણ કહેતા આવડતું ન હોય તેવા વ્યક્તિને ટિકિટ આપી હોવાનું કહ્યું હતું. શરૂઆતમાં અમરેલી જિલ્લામાં ઉમેદવાર બદલવા માટે બેનરો પણ લાગ્યા હતા.

લોકશાહીના મંદિરના પ્રથમ પગથિયે નમન કરી કર્યો પ્રવેશ

આ વચ્ચે ભરત સુતરીયા ત્રણ લાખથી પણ વધારે મતની જંગી લીડથી જીત મેળવી નવો ઈતિહાસ રચીને આજે પ્રથમ વખત દિલ્હીમાં સંસદ ભવન ખાતે પહોંચ્યા હતા. લોકસભામાં પ્રવેશ કરતા પહેલા લોકશાહીના મંદિરના પ્રથમ પગથિયે જ તેમણે નમન કરી પ્રવેશ કર્યો હતો. તેમણે હિન્દીમાં શપથ પણ લીધા હતા. તેમણે ચૂંટણી દરમિયાન પણ નમ્રતાપૂર્વક વ્યવહાર કરી પોતાના કાર્યો, જંગી જીત અને લીડથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. લોકસભામાં પ્રવેશ અંગે તેમણે અમરેલી જિલ્લાના વિકાસ માટે નવા અધ્યાયની શરુઆત થઈ રહી હોવાનું જણાવ્યું હતું.