Bhavnagar News: સેન્ટ મેરી સ્કૂલના એક્સેલેન્ટ સ્ટાર ગ્રુપનું બિલ્ડિંગ સીલ

ફાયર સેફ્ટી અને NOCને વિવિધ એકમોમાં તપાસસેન્ટ મેરી સ્કૂલના એક્સેલેન્ટ સ્ટાર ગ્રુપનું બિલ્ડિંગ સીલ અગ્નિકાંડ બાદ છેલ્લા 7 દિવસથી ઠેર ઠેર તપાસ ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો હતો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ થઈ ગઈ. છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર ઠેર તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે, ભાવનગરમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી તપાસ કરવામાં આવી રહી છે અને જ્યાં જ્યાં ફાયર સેફટીના અભાવ જણાય તે એકમોને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે, ભાવનગરમાં જુદા જુદા ફાયર સેફટીની અદેખાઈ કરતાં ખાનગી અને સરકારી એકમો સામે ભાવનગર ફાયર સેફટી અને ફાયર NOC મામલે ફાયર વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં ફાયર સેફટી અને ફાયર NOC વગર ધમધમતા બિલ્ડીંગો ઉપર ફાયર વિભાગ છેલ્લા 7 દિવસથી તવાઈ બોલાવી રહ્યું છે. ત્યારે, જાણવા મળી રહ્યું છે કે ભાવનગર ફાયર વિભાગ દ્વારા ફાયર NOC મામલે સેન્ટ મેરી સ્કૂલના એક્સલન્ટ સ્ટાર ગ્રુપના બિલ્ડીંગને સિલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટી અને ફાયર NOC મામલે બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને ફાયર NOC અને ફાયર સેફટીને લઈને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Bhavnagar News: સેન્ટ મેરી સ્કૂલના એક્સેલેન્ટ સ્ટાર ગ્રુપનું બિલ્ડિંગ સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર સેફ્ટી અને NOCને વિવિધ એકમોમાં તપાસ
  • સેન્ટ મેરી સ્કૂલના એક્સેલેન્ટ સ્ટાર ગ્રુપનું બિલ્ડિંગ સીલ
  • અગ્નિકાંડ બાદ છેલ્લા 7 દિવસથી ઠેર ઠેર તપાસ

ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો હતો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ થઈ ગઈ. છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર ઠેર તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે, ભાવનગરમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી તપાસ કરવામાં આવી રહી છે અને જ્યાં જ્યાં ફાયર સેફટીના અભાવ જણાય તે એકમોને સીલ કરવામાં આવી રહી છે.


ત્યારે, ભાવનગરમાં જુદા જુદા ફાયર સેફટીની અદેખાઈ કરતાં ખાનગી અને સરકારી એકમો સામે ભાવનગર ફાયર સેફટી અને ફાયર NOC મામલે ફાયર વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં ફાયર સેફટી અને ફાયર NOC વગર ધમધમતા બિલ્ડીંગો ઉપર ફાયર વિભાગ છેલ્લા 7 દિવસથી તવાઈ બોલાવી રહ્યું છે.


ત્યારે, જાણવા મળી રહ્યું છે કે ભાવનગર ફાયર વિભાગ દ્વારા ફાયર NOC મામલે સેન્ટ મેરી સ્કૂલના એક્સલન્ટ સ્ટાર ગ્રુપના બિલ્ડીંગને સિલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટી અને ફાયર NOC મામલે બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને ફાયર NOC અને ફાયર સેફટીને લઈને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.