સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 10 નું 83.83 ટકા પરિણામ

- ગત વર્ષ કરતા પરિણામમાં 14.41 ટકાનો વધારો- એ-1 ગ્રેડમાં 489 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું : માલવણ કેન્દ્રનું સૌથી વધુ અને ઝીંઝુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ સુરેન્દ્રનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૦ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ ૮૩.૮૩ ટકા આવ્યું હતું. જિલ્લાની અલગ-અલગ શાળાઓના અંદાજે ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ ૧૪,૨૪૧ વિદ્યાર્થીઓએ માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જે પૈકી ૧૪,૧૫૦ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જિલ્લાનું કુલ પરિણામ ૮૩.૮૩ ટકા જેટલું આવ્યું છે. જે ગત ત્રણ વર્ષની સરખામણીએ ખુબ જ ઉંચું આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. વર્ષ ૨૦૨૦માં ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ ૫૮.૧૯ ટકા હતું ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં ૭૦.૭૯ ટકા અને ગત વર્ષ ૨૦૨૩માં ૬૯.૪૨ ટકા હતું. જે ચાલુ વર્ષે વધીને ૮૩.૮૩ ટકા જેટલું થયું છે. આથી ૫રિણામમાં ૧૪.૪૧ ટકા જેટલો વધારો નોંધાયો છે. જિલ્લાની ૫૮ સ્કૂલોએ ચાલુ વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. જે ગત વર્ષે માત્ર ૧૧ સ્કૂલોએ જ પ્રાપ્ત કર્યું હતું. આમ ૧૦૦ ટકા પરિણામ મેળવવામાં ૪૭ જેટલી સ્કૂલો ચાલુ વર્ષે વધી છે.ધોરણ-૧૦ બોર્ડમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા ગ્રેડગ્રેડ             વિદ્યાર્થીઓની સંખ્યાએ-૧ ગ્રેડ     ૪૮૯એ-૨ ગ્રેડ     ૧,૬૨૧બી-૧ ગ્રેડ     ૨,૫૨૬બી-૨ ગ્રેડ      ૩,૧૦૩સી-૧ ગ્રેડ      ૨,૮૦૮સી-૨ ગ્રેડ      ૧,૨૪૨ડી ગ્રેડ      ૭૨સુરેન્દ્રનગર જિલ્લાનું કેન્દ્ર મુજબ પરિણામકેન્દ્રનું નામ   નોંધાયેલ  ઉપસ્થિત       ઉર્તિણ પરિણામ                    વિદ્યાર્થી           વિદ્યાર્થી       વિદ્યાર્થી (ટકામાં)ધ્રાંગધ્રા           ૧,૦૩૭          ૧,૦૩૩       ૮૨૩      ૭૯.૬૭ %લીંબડી            ૧,૪૫૩          ૧,૪૫૦        ૧,૧૮૭ ૮૧.૮૬ %સુરેન્દ્રનગર      ૨,૭૨૬ ૨,૭૨૨       ૨,૪૫૧ ૯૦.૦૪ %વઢવાણ              ૧,૬૮૨ ૧,૬૭૨      ૧,૪૩૮ ૮૬.૦૦ %પાટડી              ૯૧૫            ૯૧૪          ૮૪૪ ૯૨.૩૪ %વણા ૧૬૨      ૧૬૧            ૧૨૭                          ૭૮.૮૮ %થાન ૬૧૭       ૬૧૨             ૪૨૩                         ૬૯.૧૨ %મુળી ૩૭૨            ૩૬૬         ૨૭૮                ૭૫.૯૬ %સાયલા              ૭૪૯             ૭૩૯         ૬૧૮ ૮૩.૬૩ %લખતર              ૩૬૮            ૩૬૬            ૩૩૫ ૯૧.૫૩ %ચુડા                    ૪૩૩          ૪૩૨           ૩૫૬ ૮૨.૪૧ %ચોટીલા           ૧,૨૬૯         ૧,૨૫૬           ૯૪૫ ૭૫.૨૪ %માલવણ             ૩૧૬           ૩૧૬           ૩૧૧ ૯૮.૪૨ %રાજસીતાપુર      ૪૬૪               ૪૬૦             ૪૦૮ ૮૮.૭૦ %ઝીંઝુવાડા             ૨૦૪             ૨૦૨            ૧૧૫ ૫૬.૯૩ %સરા                     ૩૨૬              ૩૨૨             ૨૩૫ ૭૨.૯૮ %ખોલડીયાદ         ૨૮૪      ૨૮૪             ૨૬૦ ૯૧.૫૫ %ધજાળા               ૨૦૯              ૨૦૯             ૨૦૧ ૯૬.૧૭ %સોલડી               ૩૫૪               ૩૫૪               ૩૨૭ ૯૨.૩૭ %

સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ 10 નું 83.83 ટકા પરિણામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગત વર્ષ કરતા પરિણામમાં 14.41 ટકાનો વધારો

- એ-1 ગ્રેડમાં 489 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું : માલવણ કેન્દ્રનું સૌથી વધુ અને ઝીંઝુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 

સુરેન્દ્રનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૦ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ ૮૩.૮૩ ટકા આવ્યું હતું. જિલ્લાની અલગ-અલગ શાળાઓના અંદાજે ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ ૧૪,૨૪૧ વિદ્યાર્થીઓએ માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જે પૈકી ૧૪,૧૫૦ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જિલ્લાનું કુલ પરિણામ ૮૩.૮૩ ટકા જેટલું આવ્યું છે. જે ગત ત્રણ વર્ષની સરખામણીએ ખુબ જ ઉંચું આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. 

વર્ષ ૨૦૨૦માં ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ ૫૮.૧૯ ટકા હતું ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં ૭૦.૭૯ ટકા અને ગત વર્ષ ૨૦૨૩માં ૬૯.૪૨ ટકા હતું. જે ચાલુ વર્ષે વધીને ૮૩.૮૩ ટકા જેટલું થયું છે. આથી ૫રિણામમાં ૧૪.૪૧ ટકા જેટલો વધારો નોંધાયો છે. 

જિલ્લાની ૫૮ સ્કૂલોએ ચાલુ વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. જે ગત વર્ષે માત્ર ૧૧ સ્કૂલોએ જ પ્રાપ્ત કર્યું હતું. આમ ૧૦૦ ટકા પરિણામ મેળવવામાં ૪૭ જેટલી સ્કૂલો ચાલુ વર્ષે વધી છે.

ધોરણ-૧૦ બોર્ડમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા ગ્રેડ

ગ્રેડ             વિદ્યાર્થીઓની સંખ્યા

એ-૧ ગ્રેડ     ૪૮૯

એ-૨ ગ્રેડ     ૧,૬૨૧

બી-૧ ગ્રેડ     ૨,૫૨૬

બી-૨ ગ્રેડ      ૩,૧૦૩

સી-૧ ગ્રેડ      ૨,૮૦૮

સી-૨ ગ્રેડ      ૧,૨૪૨

ડી ગ્રેડ      ૭૨

સુરેન્દ્રનગર જિલ્લાનું કેન્દ્ર મુજબ પરિણામ

કેન્દ્રનું નામ   નોંધાયેલ  ઉપસ્થિત       ઉર્તિણ પરિણામ

                   વિદ્યાર્થી           વિદ્યાર્થી       વિદ્યાર્થી (ટકામાં)

ધ્રાંગધ્રા           ૧,૦૩૭          ૧,૦૩૩       ૮૨૩      ૭૯.૬૭ %

લીંબડી            ૧,૪૫૩          ૧,૪૫૦        ૧,૧૮૭ ૮૧.૮૬ %

સુરેન્દ્રનગર      ૨,૭૨૬ ૨,૭૨૨       ૨,૪૫૧ ૯૦.૦૪ %

વઢવાણ              ૧,૬૮૨ ૧,૬૭૨      ૧,૪૩૮ ૮૬.૦૦ %

પાટડી              ૯૧૫            ૯૧૪          ૮૪૪ ૯૨.૩૪ %

વણા ૧૬૨      ૧૬૧            ૧૨૭                          ૭૮.૮૮ %

થાન ૬૧૭       ૬૧૨             ૪૨૩                         ૬૯.૧૨ %

મુળી ૩૭૨            ૩૬૬         ૨૭૮                ૭૫.૯૬ %

સાયલા              ૭૪૯             ૭૩૯         ૬૧૮ ૮૩.૬૩ %

લખતર              ૩૬૮            ૩૬૬            ૩૩૫ ૯૧.૫૩ %

ચુડા                    ૪૩૩          ૪૩૨           ૩૫૬ ૮૨.૪૧ %

ચોટીલા           ૧,૨૬૯         ૧,૨૫૬           ૯૪૫ ૭૫.૨૪ %

માલવણ             ૩૧૬           ૩૧૬           ૩૧૧ ૯૮.૪૨ %

રાજસીતાપુર      ૪૬૪               ૪૬૦             ૪૦૮ ૮૮.૭૦ %

ઝીંઝુવાડા             ૨૦૪             ૨૦૨            ૧૧૫ ૫૬.૯૩ %

સરા                     ૩૨૬              ૩૨૨             ૨૩૫ ૭૨.૯૮ %

ખોલડીયાદ         ૨૮૪      ૨૮૪             ૨૬૦ ૯૧.૫૫ %

ધજાળા               ૨૦૯              ૨૦૯             ૨૦૧ ૯૬.૧૭ %

સોલડી               ૩૫૪               ૩૫૪               ૩૨૭ ૯૨.૩૭ %