ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી! ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

Monsoon Updates | કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે. હજુ તો ગઇકાલે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી ત્યાં આજે આપણા ગુજરાતમાં પણ વરસાદ પડ્યાના અહેવાલ છે. હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં છોટા ઉદેપુરમાં તો મેઘલો વરસી ગયો અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. ગરમીથી મળી રાહત ઉલ્લેખનીય છે કે આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે. હાલમાં છોટા ઉદેપુરમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. બીજી બાજુ સુરતના ઓલપાડ તાલુકામાં પણ મેઘરાજા વરસ્યા હોવાના અહેવાલ છે. ચલામલીમાં ધોધમાર વરસાદ બીજી બાજુ બોડેલી તાલુકાના ચલામલીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહીઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓના લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા છે. 

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી!  ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Monsoon Updates | કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે. હજુ તો ગઇકાલે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી ત્યાં આજે આપણા ગુજરાતમાં પણ વરસાદ પડ્યાના અહેવાલ છે. હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં છોટા ઉદેપુરમાં તો મેઘલો વરસી ગયો અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. 

ગરમીથી મળી રાહત 

ઉલ્લેખનીય છે કે આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે. હાલમાં છોટા ઉદેપુરમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. બીજી બાજુ સુરતના ઓલપાડ તાલુકામાં પણ મેઘરાજા વરસ્યા હોવાના અહેવાલ છે. 

ચલામલીમાં ધોધમાર વરસાદ 

બીજી બાજુ બોડેલી તાલુકાના ચલામલીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓના લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા છે.