Ahmedabad ગ્રામ્યના માંડલ તાલુકાના માનપુરા ગામે દીવાલ ધરાશાયી થતા એકનું મોત

દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, 2 ઈજાગ્રસ્ત કાચી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત ઈજાગ્રસ્તોને વિરમગામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના માનપુરા ગામમાં દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત તો અન્ય બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે.મકાનની દિવાલ કાચી હતી અને અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં હડકંપ મચ્યો હતો.ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. માંડલ તાલુકાના માનપુરા ગામે બન્યો બનાવ સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો આજે સવારના સમયે માનપુર ગામમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,મકાનની નીચે એક મહિલાન અને બે પુરુષ ઉભા હતા જેમાં એક મહિલાનું મોત થયુ હતુ.તો અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસે સમગ્ર ઘટનાને લઈ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,બનાવ કઈ રીતે બન્યો તેને લઈ પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની દીવાલ પણ ધરાશાયી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમાં સેન્ટરમાં એક દિવાલ ધરાશાયી થઈ હતી.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 20 જૂને પાદરામાં દીવાલ ધરાશાયી પાદરા તાલુકાના મુજપુર ગામના પટેલ વગા વિસ્તારમાં ધોબી ઘાટ પાસે મહિલાઓ કપડા ધોઈ રહી હતી. તે સમય દરમિયાન ગોઝારી ઘટના બની હતી. જેમાં ધોબીઘાટની દિવાલ અચાનક ધરાશાયી થતા ધોબીઘાટ પાસે કપડાં ધોતી 6 જેટલી મહિલાઓને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે મુજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે 6 જેટલી મહિલાઓને પાદરાના ડભાસા નજીક ની ક્રોસરોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.13 એપ્રિલ 2024ના રોજ દીવાલ ધરાશાયી થઈ હતીકાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપની બેઠક મળી હતી. બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોર્પોરેશનું ટેન્કર બહાર નિકળી રહ્યું હતું. જે ટેન્કર પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ ધડાકા સાથે મહિલાઓ પર પડી હતી. દિવાલ ધરાશાયી થતા 7 થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ મહિલાઓને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.  

Ahmedabad ગ્રામ્યના માંડલ તાલુકાના માનપુરા ગામે દીવાલ ધરાશાયી થતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, 2 ઈજાગ્રસ્ત
  • કાચી દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત
  • ઈજાગ્રસ્તોને વિરમગામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના માનપુરા ગામમાં દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત તો અન્ય બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે.મકાનની દિવાલ કાચી હતી અને અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં હડકંપ મચ્યો હતો.ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

માંડલ તાલુકાના માનપુરા ગામે બન્યો બનાવ

સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો આજે સવારના સમયે માનપુર ગામમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,મકાનની નીચે એક મહિલાન અને બે પુરુષ ઉભા હતા જેમાં એક મહિલાનું મોત થયુ હતુ.તો અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસે સમગ્ર ઘટનાને લઈ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે,બનાવ કઈ રીતે બન્યો તેને લઈ પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલની દીવાલ પણ ધરાશાયી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમાં સેન્ટરમાં એક દિવાલ ધરાશાયી થઈ હતી.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

20 જૂને પાદરામાં દીવાલ ધરાશાયી

પાદરા તાલુકાના મુજપુર ગામના પટેલ વગા વિસ્તારમાં ધોબી ઘાટ પાસે મહિલાઓ કપડા ધોઈ રહી હતી. તે સમય દરમિયાન ગોઝારી ઘટના બની હતી. જેમાં ધોબીઘાટની દિવાલ અચાનક ધરાશાયી થતા ધોબીઘાટ પાસે કપડાં ધોતી 6 જેટલી મહિલાઓને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે મુજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે 6 જેટલી મહિલાઓને પાદરાના ડભાસા નજીક ની ક્રોસરોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

13 એપ્રિલ 2024ના રોજ દીવાલ ધરાશાયી થઈ હતી

કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપની બેઠક મળી હતી. બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોર્પોરેશનું ટેન્કર બહાર નિકળી રહ્યું હતું. જે ટેન્કર પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ ધડાકા સાથે મહિલાઓ પર પડી હતી. દિવાલ ધરાશાયી થતા 7 થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ મહિલાઓને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.