Ahmedabad News : માર્ગ અકસ્માત વધ્યા : ગુજરાતમાં 3_મહિનામાં રોજના 454 બનાવ

ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા એમ્બ્યુલન્સની દોડાદોડગુજરાતમાં દારૂ પી વાહન ચલાવવાના વર્ષમાં 13 હજાર કિસ્સા રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા છે, જેમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, આમ રોજના 454 કોલ્સ મળ્યા છે. માર્ચમાં રોજના 459 કોલ્સ મળ્યા છે, જે ગત વર્ષ 2023ના આ જ અરસામાં 452 કોલ્સ હતા, આમ ગત વર્ષની તુલનાએ 1.70 ટકા જેટલા કેસ વધ્યા છે. વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં 13,709 કોલ્સ મળ્યા છે. આમ રોજના સરેરાશ 442 અકસ્માતના કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 6 ટકા જેટલા ઓછા છે. ગત વર્ષે 14,635 કોલ્સ હતા એટલે કે રોજના 472 કેસ મળ્યા હતા. ફેબ્રુઆરી 2024ના અરસામાં અકસ્માતના 13,335 કેસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા છે, એટલે કે રોજના 460 કોલ્સ આવ્યા છે. ગત વર્ષે રોજના 467 કેસ હતા. ગત વર્ષે 108 એમ્બ્યુલન્સને 14,006 કેસ મળ્યા હતા. વર્ષ 2021-22ના સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા છે, ઓવર સ્પીડના 59,526 કેસ અને હેલમેટના નિયમ ભંગ બદલ 2.17 લાખ કેસ, સીટ બેલ્ટ નહિ પહેરવાના 1.95 લાખ કેસ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના 1.04 લાખ કેસ નોંધાયા હતા.

Ahmedabad News : માર્ગ અકસ્માત વધ્યા : ગુજરાતમાં 3_મહિનામાં રોજના 454 બનાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા એમ્બ્યુલન્સની દોડાદોડ
  • ગુજરાતમાં દારૂ પી વાહન ચલાવવાના વર્ષમાં 13 હજાર કિસ્સા
  • રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા

ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં માર્ગ અકસ્માતના 41,288 બનાવો બન્યા છે, જેમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે, આમ રોજના 454 કોલ્સ મળ્યા છે. માર્ચમાં રોજના 459 કોલ્સ મળ્યા છે, જે ગત વર્ષ 2023ના આ જ અરસામાં 452 કોલ્સ હતા, આમ ગત વર્ષની તુલનાએ 1.70 ટકા જેટલા કેસ વધ્યા છે.

વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં 13,709 કોલ્સ મળ્યા છે. આમ રોજના સરેરાશ 442 અકસ્માતના કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 6 ટકા જેટલા ઓછા છે. ગત વર્ષે 14,635 કોલ્સ હતા એટલે કે રોજના 472 કેસ મળ્યા હતા. ફેબ્રુઆરી 2024ના અરસામાં અકસ્માતના 13,335 કેસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા છે, એટલે કે રોજના 460 કોલ્સ આવ્યા છે. ગત વર્ષે રોજના 467 કેસ હતા. ગત વર્ષે 108 એમ્બ્યુલન્સને 14,006 કેસ મળ્યા હતા.

વર્ષ 2021-22ના સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના 13,153 કેસ નોંધાયા છે, ઓવર સ્પીડના 59,526 કેસ અને હેલમેટના નિયમ ભંગ બદલ 2.17 લાખ કેસ, સીટ બેલ્ટ નહિ પહેરવાના 1.95 લાખ કેસ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના 1.04 લાખ કેસ નોંધાયા હતા.