Rajkot Game Zone Tragedy: તપાસમાં ACBની એન્ટ્રી, મંજૂરી આપનાર અધિકારીની થશે તપાસ

જે અધિકારીઓએ મંજૂરી આપી તેમની તપાસ શરૂઅધિકારીઓની ભૂમિકા અંગે શરૂ કરાઇ તપાસ અધિકારીની સંપત્તિના સર્વેની કામગીરી ACBએ શરૂ કરી રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સફાળું જાગી ગયું છે અને ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા ગેમ ઝોન અને ફન ઝોન પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં હવે તપાસ કરવા માટે ACBની એન્ટ્રી થઈ ગઈ છે. ACB દ્વારા હવે ગેમઝોનને મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ગેમઝોનની મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ માટે ACBની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે જેમાં 2 DySP અને 4 PIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કરુણાંતિકામાં જે સિનિયર IAS અને IPS અધિકારીઓના તાર જોડાયેલા છે તેમની આવક કરતાં વધારે સંપત્તિ તેમજ તેમની ભૂમિકાને લઈને ACBની આ ટીમ તપાસ કરશે. તો હવે કહી શકાય કે આ કેસમાં સત્તાનો દુરુપયોગ કરનાર અને આવક કરતા વધુ સંપત્તિ ભેગી કરનાર અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાશે તે ચોક્કસ છે.

Rajkot Game Zone Tragedy: તપાસમાં ACBની એન્ટ્રી, મંજૂરી આપનાર અધિકારીની થશે તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જે અધિકારીઓએ મંજૂરી આપી તેમની તપાસ શરૂ
  • અધિકારીઓની ભૂમિકા અંગે શરૂ કરાઇ તપાસ
  • અધિકારીની સંપત્તિના સર્વેની કામગીરી ACBએ શરૂ કરી

રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સફાળું જાગી ગયું છે અને ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા ગેમ ઝોન અને ફન ઝોન પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં હવે તપાસ કરવા માટે ACBની એન્ટ્રી થઈ ગઈ છે. ACB દ્વારા હવે ગેમઝોનને મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ગેમઝોનની મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ માટે ACBની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે જેમાં 2 DySP અને 4 PIનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કરુણાંતિકામાં જે સિનિયર IAS અને IPS અધિકારીઓના તાર જોડાયેલા છે તેમની આવક કરતાં વધારે સંપત્તિ તેમજ તેમની ભૂમિકાને લઈને ACBની આ ટીમ તપાસ કરશે. તો હવે કહી શકાય કે આ કેસમાં સત્તાનો દુરુપયોગ કરનાર અને આવક કરતા વધુ સંપત્તિ ભેગી કરનાર અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાશે તે ચોક્કસ છે.