Coca Cola: બેવર્ષ પહેલાં જપ્ત થયેલાં ઓરેન્જ પલ્પ સબ-સ્ટાન્ડર્ડ નીકળતાં 15લાખનો દંડ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 8,000 કિલો ફ્રોઝન પલ્પ જપ્ત કર્યો હતોઅગાઉ વર્ષ 2021માં પણ કોકાકોલાને રૂ. 8 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો જપ્ત કરવામાં આવેલા ઓરેન્જ પલ્પના નમૂનાને તપાસ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા કોકા-કોલા કંપનીએ અમેરિકાના કેલિફેર્નિયાથી આયાત કરેલા ફ્રોઝન ઓરેન્જ પલ્પનો જત્થો ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે હલકી ગુણવત્તાનો (સબ સ્ટાન્ડર્ડ) હોવાનું સાબિત થતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસને રૂ. 15 લાખનો દંડ ફ્ટકાર્યો છે. ખેડામાં જૂન 2022માં ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની નડિયાદ કચેરીએ ખેડામાં આવેલા કંપનીના ગોડાઉનમાં તપાસ કરી હતી જેમાં ઈમ્પોર્ટ કરાયેલા 8,000 કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ અને પીસ મળી આવ્યા હતા. FDCA કમિશ્નર ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નડિયાદ-ખેડા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફ્સિર અને ફુડ સેફ્ટી ઓફ્સિરોએ સંયુક્ત પણે રેડ કરી કંપનીના નોમીની અભિષેક પ્રેમપ્રકાશ અગ્રવાલની હાજરીમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લીધા હતા. જપ્ત કરવામાં આવેલા ઓરેન્જ પલ્પના નમૂનાને તપાસ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા. લેબ રીપોર્ટમાં આ માલ ભારતીય નિયમો મુજબ સબ સ્ટાન્ડર્ડ સાબિત થતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે કેસને લગતી તમામ માહિતી મેળવી નવેમ્બર 2023માં ખેડાના એડ્જ્યુડીકેટીંગ ઓફ્સિર સામે ફુડ સેફ્ટી ઓફ્સિર દ્વારા કુલ પાંચ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંપનીના આ પાંચ ઇસમોને રૂ. 15 લાખનો દંડ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોકાકોલાએ અગાઉ 2021માં પણ આ પ્રકારની ગુનો કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને તેને રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. કોશિયાએ જણાવ્યું કે, ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં અલગ અલગ રીતે તપાસ કરી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જો નમુના હલકી ગુણવત્તાના હોય તો તેમાં દંડ કરવામાં આવે છે.

Coca Cola: બેવર્ષ પહેલાં જપ્ત થયેલાં ઓરેન્જ પલ્પ સબ-સ્ટાન્ડર્ડ નીકળતાં 15લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ 8,000 કિલો ફ્રોઝન પલ્પ જપ્ત કર્યો હતો
  • અગાઉ વર્ષ 2021માં પણ કોકાકોલાને રૂ. 8 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો
  • જપ્ત કરવામાં આવેલા ઓરેન્જ પલ્પના નમૂનાને તપાસ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા

કોકા-કોલા કંપનીએ અમેરિકાના કેલિફેર્નિયાથી આયાત કરેલા ફ્રોઝન ઓરેન્જ પલ્પનો જત્થો ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે હલકી ગુણવત્તાનો (સબ સ્ટાન્ડર્ડ) હોવાનું સાબિત થતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસને રૂ. 15 લાખનો દંડ ફ્ટકાર્યો છે. ખેડામાં જૂન 2022માં ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની નડિયાદ કચેરીએ ખેડામાં આવેલા કંપનીના ગોડાઉનમાં તપાસ કરી હતી જેમાં ઈમ્પોર્ટ કરાયેલા 8,000 કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ અને પીસ મળી આવ્યા હતા.

FDCA કમિશ્નર ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નડિયાદ-ખેડા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફ્સિર અને ફુડ સેફ્ટી ઓફ્સિરોએ સંયુક્ત પણે રેડ કરી કંપનીના નોમીની અભિષેક પ્રેમપ્રકાશ અગ્રવાલની હાજરીમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લીધા હતા. જપ્ત કરવામાં આવેલા ઓરેન્જ પલ્પના નમૂનાને તપાસ માટે ભુજ મોકલવામાં આવ્યા હતા. લેબ રીપોર્ટમાં આ માલ ભારતીય નિયમો મુજબ સબ સ્ટાન્ડર્ડ સાબિત થતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બાબતે કેસને લગતી તમામ માહિતી મેળવી નવેમ્બર 2023માં ખેડાના એડ્જ્યુડીકેટીંગ ઓફ્સિર સામે ફુડ સેફ્ટી ઓફ્સિર દ્વારા કુલ પાંચ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંપનીના આ પાંચ ઇસમોને રૂ. 15 લાખનો દંડ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોકાકોલાએ અગાઉ 2021માં પણ આ પ્રકારની ગુનો કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને તેને રૂ. 8 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. કોશિયાએ જણાવ્યું કે, ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં અલગ અલગ રીતે તપાસ કરી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જો નમુના હલકી ગુણવત્તાના હોય તો તેમાં દંડ કરવામાં આવે છે.