Gandhinagar : ગાંધીનગરને બીજીવાર મહિલા મેયર મળ્યા, નવા મેયર બન્યા મીરાબેન પટેલ

નવા મેયરના નામની થઈ જાહેરાતગાંધીનગરને બીજીવાર મળ્યા મહિલા મેયરઅઢી વર્ષની ટર્મ પૂરી થતા મેયર બદલાયાઆજે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી. જેમાં ગાંધીનગરને બીજી વાર મહિલા મેયર મળ્યા છે. નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ કોબા વોર્ડમાંથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે મીરા પટેલ કોબા વોર્ડમાંથી 8635 મતથી જીત્યા હતા. સાથે જ આજે મળનારી આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળી જશે. કોના નામ રેસમાં આગળ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળશે જેમાં મનપાના નવા હોદ્દેદારોની વરણી કરાશે. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે. જેમાં 4 મહિલા કોર્પોરેટર રેસમાં આગળ જોવા મળી રહી છે. હેમા ભટ્ટ, દિપ્તી પટેલના નામ મેયરની રેસમાં છે તો સાથે જ શૈલા ત્રિવેદી, સોનાલી પટેલના નામ પણ રેસમાં છે. આ તમામ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયા છે. નવી સરકારની શપથવિધિના કારણે થયું મોડું આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે તે પહેલા ગઈકાલે સાંજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને નામ નક્કી કરવામાં આવ્યા હતા. 

Gandhinagar : ગાંધીનગરને બીજીવાર મહિલા મેયર મળ્યા, નવા મેયર બન્યા મીરાબેન પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા મેયરના નામની થઈ જાહેરાત
  • ગાંધીનગરને બીજીવાર મળ્યા મહિલા મેયર
  • અઢી વર્ષની ટર્મ પૂરી થતા મેયર બદલાયા

આજે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી. જેમાં ગાંધીનગરને બીજી વાર મહિલા મેયર મળ્યા છે. નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ કોબા વોર્ડમાંથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે મીરા પટેલ કોબા વોર્ડમાંથી 8635 મતથી જીત્યા હતા. સાથે જ આજે મળનારી આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળી જશે.

કોના નામ રેસમાં આગળ

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળશે જેમાં મનપાના નવા હોદ્દેદારોની વરણી કરાશે. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે. જેમાં 4 મહિલા કોર્પોરેટર રેસમાં આગળ જોવા મળી રહી છે. હેમા ભટ્ટ, દિપ્તી પટેલના નામ મેયરની રેસમાં છે તો સાથે જ શૈલા ત્રિવેદી, સોનાલી પટેલના નામ પણ રેસમાં છે. આ તમામ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયા છે.

નવી સરકારની શપથવિધિના કારણે થયું મોડું

આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે તે પહેલા ગઈકાલે સાંજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને નામ નક્કી કરવામાં આવ્યા હતા.