બોપલના આરોહી ગેલેરીયામાં IPL પર સટ્ટો રમતા બે બુકીઓ ઝડપાયા

અમદાવાદ,સોમવારશહેરના સાઉથ બોપલમાં આવેલા આરોહી ગેલેરીયામાં આવેલી ઓફિસમાં  અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડીને બે બુકીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓને સુરતમાં રહેતી સેજલ પટેલ નામની મોડલે ક્રિકેટ સટ્ટા માટેની માસ્ટર આઇડી પુરી પાડી હતી અને  તમામ લોકો ફેશન અને પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે સાઉથ બોપલમાં આવેલા આરોહી ગેલેરીયામાં આવેલી ઓફિસમાં કેટલાંક લોકો આઇપીએલ પર મોટા પ્રમાણમાં સટ્ટો બુક કરાવે છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે રીતેશ માવાણી (રહે. ગાલા આર્યા, બોપલ)  અને વિજય કાછડીયા (રહે. ઇસ્કોન ગ્રીન્સ, બોપલ)ને ઝડપી લેવાયા હતા. તેમની પાસે જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાં ઓનલાઇ રમાડવામાં આવતા સટ્ટાની તેમજ ગ્રાહકોની માહિતી મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રીતેશ માવાણી મુળ  ચિત્રકુટધામ સોસાયટી, અક્ષર માર્ગ રાજકોટનો વતની છે. જે પ્રોડક્શન હાઉસનું કામ કરે છે. જ્યારે  વિજય કાછડીયા સુરતનો વતની છે. રીતેશને સુરતમાં રહેતી સેજલ પટેલ નામની મોડલે આઇપીએલ પર સટ્ટો રમવા માટે માસ્ટર આઇડી આપી હતી. રીતેશ અને સેજલ ફેશન શોમાં સાથે કામ કરતા હતા. આમ, ફેશન શો સાથે સંકળાયેલા વ્યક્તિના નામ આઇપીએલમાં સટ્ટો બહાર આવતા આ કેસમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

બોપલના આરોહી ગેલેરીયામાં IPL  પર  સટ્ટો રમતા બે  બુકીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

શહેરના સાઉથ બોપલમાં આવેલા આરોહી ગેલેરીયામાં આવેલી ઓફિસમાં  અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડીને બે બુકીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓને સુરતમાં રહેતી સેજલ પટેલ નામની મોડલે ક્રિકેટ સટ્ટા માટેની માસ્ટર આઇડી પુરી પાડી હતી અને  તમામ લોકો ફેશન અને પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે સાઉથ બોપલમાં આવેલા આરોહી ગેલેરીયામાં આવેલી ઓફિસમાં કેટલાંક લોકો આઇપીએલ પર મોટા પ્રમાણમાં સટ્ટો બુક કરાવે છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે રીતેશ માવાણી (રહે. ગાલા આર્યા, બોપલ)  અને વિજય કાછડીયા (રહે. ઇસ્કોન ગ્રીન્સ, બોપલ)ને ઝડપી લેવાયા હતા. તેમની પાસે જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાં ઓનલાઇ રમાડવામાં આવતા સટ્ટાની તેમજ ગ્રાહકોની માહિતી મળી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રીતેશ માવાણી મુળ  ચિત્રકુટધામ સોસાયટી, અક્ષર માર્ગ રાજકોટનો વતની છે. જે પ્રોડક્શન હાઉસનું કામ કરે છે. જ્યારે  વિજય કાછડીયા સુરતનો વતની છે. રીતેશને સુરતમાં રહેતી સેજલ પટેલ નામની મોડલે આઇપીએલ પર સટ્ટો રમવા માટે માસ્ટર આઇડી આપી હતી. રીતેશ અને સેજલ ફેશન શોમાં સાથે કામ કરતા હતા. આમ, ફેશન શો સાથે સંકળાયેલા વ્યક્તિના નામ આઇપીએલમાં સટ્ટો બહાર આવતા આ કેસમાં અનેક ચોંકાવનારી વિગતો ખુલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.