ભરૂચ જિલ્લાના હેરિટેજ ગણાતા પ્રવાસન ધામોનો વિકાસ કયારે થશે ?

પૂર્વ પટ્ટીના પ્રવાસન સર્કિટ પ્રોજેક્ટનો વિકાસ કરવા માગસરકાર દ્વારા બજેટની ફાળવણી છતાં પ્રવાસ ધામોનો કોઈ વિકાસ નહીં શુકલતીર્થ પ્રવાસન ધામનો વિકાસ જરૂરી છે ભરૂચ જિલ્લાના એવા અનેક સ્થાનકો છે જેનો પ્રવાસધામ તરીકે વિકાસ થવાની શકયતા છે તેથી જ 2011-12 માં તત્કાલીન કેન્દ્ર સરકારના ટુરીઝમ મંત્રાલયે રાજય પ્રવાસન વિભાગના સંકલનમાં રહીને ભરૂચ તાલુકાના શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેકટ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી હતી તે પ્રોજેકટ આજે પણ અધુરો છે હેરીટેજ વારસામાં મળેલા ઐતિહાસીક-પૌરાણિક માનબિંદુ સમા પ્રવાસન સ્થળોના વિકાસ કયારે થશે ? તેની આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી છે. 600 વર્ષો ઉપરાંત ઐતિહાસિક-પૌરાણિક નર્મદા નદીના ઉભયતટ એટલે કે નદીની વચ્ચે આવેલા કબીરવડ એ નર્મદા નદીની મધ્યમાં એક ટાપુ પર આવેલુ પ્રખ્યાત સ્થળ છે. શુકલતીર્થ શિવ મંદિર સુધી અને ત્યાંથી ચાલતી હોડીઓ દ્વારા અહી પહોંચી શકાય છે તેમાં વટવૃક્ષનું અદભૂત ગ્રોથ છે જે વર્ષોથી વિકસ્યુ છે અને લગભગ ૩ કિમીનો વિસ્તાર ધરાવે છે. આ સ્થળ સંત કબીર સાથે અવિચલ શ્રાદ્ધા આસ્થા અને અડગતા સાથે સંકળાયેલ છે જયાં પ્રખ્યાત કબીર મંદિર પણ છે જયાં મુલાકાતીઓ અને ઉપાસકો આવે છે. આમ લોકો કબીરવડની મુલાકાત માત્ર ઐતિહાસિક અને પૌરાણિક સ્થાનક હોવાના કારણોસર જ નહી. પરંતુ આ વિશાળ વટવૃક્ષના પગલે અદભૂત એકાંત અને પવિત્ર શાંતિમય નૈસર્ગિક સૌંદર્ય વાતાવરણ આકર્ષણનું કેન્દ્ર છે ભરૂચ શહેરની પુર્વ પટ્ટીનો શુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ અને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેકટ છે જેનો વિકાસ થાય તેવી માંગ ઉભી થઈ છે. મંજુર કામો હજી થયા નથી શુકલતીર્થ ઘાટ : સાઈટ સર્વે, સાઈટ ક્લીનીંગ, ઘાટની કામગીરી બે ચેન્જીંગ રૂમ, બે સીટ આઉટ, ગાર્ડન વોક વે, દુકાનની કામગીરી પ્લીન્થ લેવલ સુધી. કબીરવડ ઘાટ : સાઈટ સર્વે, સાઈટ કલીનીંગ, ગજેપો ૫ નંગ સ્લેબ લેવલ, અને એક નંગ કોલમ લેવલ સુધી, દુકાન પ્લીન્થ લેવલ સુધી, ડાયનીંગ હોલ પ્લીન્થ લેવલ સુધી, માહીતી કેન્દ્ર પ્લીન્થ લેવલ સુધી, કલોક રૂમ અથવા લગજે રૂમ પ્લીન્થ લેવલ સુધી, કબીર ગૃહ પ્લીન્થ લેવલ સુધી. અંગારેશ્વર ઘાટ : સાઈટ સર્વે, સાઈટ કલીનીંગ, ઘાટની પાઈલ્સની કામગીરી, પાર્ટ એ- પાઈલ અને પાર્ટ-બી પાઈલ. મંગલેશ્વર ઘાટઃસાઈટ સર્વે તેમજ અન્ય સુવિધાઓનો સમાવેશ . મેળામાં લાખો યાત્રાળુ ઉમટે છે ત્યારે શુકલતીર્થ પ્રવાસન ધામનો વિકાસ જરૂરી કાર્તકી પુનમના શુકલતીર્થના મેળા દરમિયાન આઠ લાખ યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી અને ધોધમાર માવઠુ થયુ છતાં અનેક રોજગારી મેળવનારા દુકાનદારોને સારી કમાણી થઈ હતી તેમજ વાહન ચાલકોને આવક સારી આવક થઈ છે ત્યારે આ પ્રવાસનધામનો વિકાસ થવો જરૂરી છે.

ભરૂચ જિલ્લાના હેરિટેજ ગણાતા પ્રવાસન ધામોનો વિકાસ કયારે થશે ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વ પટ્ટીના પ્રવાસન સર્કિટ પ્રોજેક્ટનો વિકાસ કરવા માગ
  • સરકાર દ્વારા બજેટની ફાળવણી છતાં પ્રવાસ ધામોનો કોઈ વિકાસ નહીં
  • શુકલતીર્થ પ્રવાસન ધામનો વિકાસ જરૂરી છે

ભરૂચ જિલ્લાના એવા અનેક સ્થાનકો છે જેનો પ્રવાસધામ તરીકે વિકાસ થવાની શકયતા છે તેથી જ 2011-12 માં તત્કાલીન કેન્દ્ર સરકારના ટુરીઝમ મંત્રાલયે રાજય પ્રવાસન વિભાગના સંકલનમાં રહીને ભરૂચ તાલુકાના શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેકટ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી હતી તે પ્રોજેકટ આજે પણ અધુરો છે હેરીટેજ વારસામાં મળેલા ઐતિહાસીક-પૌરાણિક માનબિંદુ સમા પ્રવાસન સ્થળોના વિકાસ કયારે થશે ? તેની આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી છે.

600 વર્ષો ઉપરાંત ઐતિહાસિક-પૌરાણિક નર્મદા નદીના ઉભયતટ એટલે કે નદીની વચ્ચે આવેલા કબીરવડ એ નર્મદા નદીની મધ્યમાં એક ટાપુ પર આવેલુ પ્રખ્યાત સ્થળ છે. શુકલતીર્થ શિવ મંદિર સુધી અને ત્યાંથી ચાલતી હોડીઓ દ્વારા અહી પહોંચી શકાય છે તેમાં વટવૃક્ષનું અદભૂત ગ્રોથ છે જે વર્ષોથી વિકસ્યુ છે અને લગભગ ૩ કિમીનો વિસ્તાર ધરાવે છે. આ સ્થળ સંત કબીર સાથે અવિચલ શ્રાદ્ધા આસ્થા અને અડગતા સાથે સંકળાયેલ છે જયાં પ્રખ્યાત કબીર મંદિર પણ છે જયાં મુલાકાતીઓ અને ઉપાસકો આવે છે. આમ લોકો કબીરવડની મુલાકાત માત્ર ઐતિહાસિક અને પૌરાણિક સ્થાનક હોવાના કારણોસર જ નહી. પરંતુ આ વિશાળ વટવૃક્ષના પગલે અદભૂત એકાંત અને પવિત્ર શાંતિમય નૈસર્ગિક સૌંદર્ય વાતાવરણ આકર્ષણનું કેન્દ્ર છે ભરૂચ શહેરની પુર્વ પટ્ટીનો શુકલતીર્થ, મંગલેશ્વર, કબીરવડ અને અંગારેશ્વર મેઘા પ્રવાસન સર્કીટ પ્રોજેકટ છે જેનો વિકાસ થાય તેવી માંગ ઉભી થઈ છે.

મંજુર કામો હજી થયા નથી

શુકલતીર્થ ઘાટ : સાઈટ સર્વે, સાઈટ ક્લીનીંગ, ઘાટની કામગીરી બે ચેન્જીંગ રૂમ, બે સીટ આઉટ, ગાર્ડન વોક વે, દુકાનની કામગીરી પ્લીન્થ લેવલ સુધી.

કબીરવડ ઘાટ : સાઈટ સર્વે, સાઈટ કલીનીંગ, ગજેપો ૫ નંગ સ્લેબ લેવલ, અને એક નંગ કોલમ લેવલ સુધી, દુકાન પ્લીન્થ લેવલ સુધી, ડાયનીંગ હોલ પ્લીન્થ લેવલ સુધી, માહીતી કેન્દ્ર પ્લીન્થ લેવલ સુધી, કલોક રૂમ અથવા લગજે રૂમ પ્લીન્થ લેવલ સુધી, કબીર ગૃહ પ્લીન્થ લેવલ સુધી.

અંગારેશ્વર ઘાટ : સાઈટ સર્વે, સાઈટ કલીનીંગ, ઘાટની પાઈલ્સની કામગીરી, પાર્ટ એ- પાઈલ અને પાર્ટ-બી પાઈલ.

મંગલેશ્વર ઘાટઃસાઈટ સર્વે તેમજ અન્ય સુવિધાઓનો સમાવેશ .

મેળામાં લાખો યાત્રાળુ ઉમટે છે ત્યારે શુકલતીર્થ પ્રવાસન ધામનો વિકાસ જરૂરી

કાર્તકી પુનમના શુકલતીર્થના મેળા દરમિયાન આઠ લાખ યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી અને ધોધમાર માવઠુ થયુ છતાં અનેક રોજગારી મેળવનારા દુકાનદારોને સારી કમાણી થઈ હતી તેમજ વાહન ચાલકોને આવક સારી આવક થઈ છે ત્યારે આ પ્રવાસનધામનો વિકાસ થવો જરૂરી છે.