Ahmedabad: AMCના કરોડો રૂપિયાના ધુમાડા બાદ પણ શહેરના અનેક તળાવો દયનિય હાલતમાં

તળાવ ભરાયેલા રહે તેના માટે અત્યારે કરોડો રૂપિયાના આંધણતળાવમાં પાણી નહીં પણ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે તળાવમાં યોગ્ય મરામત અને સાફ સફાઈ થાય તે જરૂરી અમદાવાદ શહેરમાં અનેક તળાવો આવેલા છે, પરંતુ તે પૈકીના ઘણા તળાવો દયનિય હાલતમાં છે ક્યાંય પાણી છે તો ક્યાંક તળિયા દેખાઈ રહ્યા છે. ત્યારે ચોમાસુ આવ્યું એટલે AMCને યાદ આવ્યું કે તળાવનું સમારકામ કરવું જોઈએ અને તેમાં 12 મહિના પાણી ભરાઈ રહે, પરંતુ કરોડોના ધુમાડા બાદ પણ શહેરના ઘણા તળાવો દયનિય હાલતમાં છે. ચોમાસા પહેલા કરવાની કામગીરી AMC અત્યારે કરી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોની સફાઈ કરવી તેના ટાલિયા રીપેર કરવા સહિતની કામગીરી અત્યારે કરી રહ્યા છે. આમ તો આ કામગીરી ચોમાસા અગાઉ કરવી જોઈએ, જેથી ચોમાસુ આવે તો તેમાં સ્ટ્રોમ વોટર લાઈનનું પાણી તેમાં ઠાલવી શકાય અને પાણી જમીનમાં પણ ઉતરે અને બાદમાં તળાવ પણ ભરાયેલા રહે અને તેના માટે અત્યારે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે, જેમાં તળાવના તળિયા રીપેર કરવા નજીકમાંથી સ્ટ્રોમ વોટર લાઈન જતી હોય તેનું જોડાણ તળાવમાં આપવું, બ્યુટીફીકેશન સહિતની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, જેથી ચોમાસામાં વરસાદ પડે તો તેનું પાણી તળાવમાં રહે અને તળાવ 12 મહિના સુધી ભરેલા રહે. તળાવમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા ત્યારે બીજી તરફ શહેરના અનેક તળાવો એવા છે જે દયનિય હાલતમાં છે. જેમાં તળાવમાં પાણી નથી અને જે પાણી આવી રહ્યા છે તે ગટરના ગંદા પાણી આવી રહ્યા છે, જેથી તળાવના તળિયે રહેલું થોડું પાણી પણ ગંદકી વાળું છે મહત્વની વાત છે કે તળાવમાં પાણી ભરાય તો ચોકસાઈ પણ રહે પરંતુ આ તો તળાવમાં ગંદકીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. એવા સંજોગોમાં લોકો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે અને તે તળાવની મુલાકાત જ લેવાનું ટાળે છે. આ ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય રહે છે. AMC આગામી સમયમાં તળાવને ઈન્ટર કનેક્ટ કરવા માટે પણ આયોજન કરી રહ્યું છે, ત્યારે પહેલા તળાવમાં યોગ્ય મરામત અને સાફ સફાઈ થાય તે જરૂરી છે.  

Ahmedabad: AMCના કરોડો રૂપિયાના ધુમાડા બાદ પણ શહેરના અનેક તળાવો દયનિય હાલતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તળાવ ભરાયેલા રહે તેના માટે અત્યારે કરોડો રૂપિયાના આંધણ
  • તળાવમાં પાણી નહીં પણ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે
  • તળાવમાં યોગ્ય મરામત અને સાફ સફાઈ થાય તે જરૂરી

અમદાવાદ શહેરમાં અનેક તળાવો આવેલા છે, પરંતુ તે પૈકીના ઘણા તળાવો દયનિય હાલતમાં છે ક્યાંય પાણી છે તો ક્યાંક તળિયા દેખાઈ રહ્યા છે. ત્યારે ચોમાસુ આવ્યું એટલે AMCને યાદ આવ્યું કે તળાવનું સમારકામ કરવું જોઈએ અને તેમાં 12 મહિના પાણી ભરાઈ રહે, પરંતુ કરોડોના ધુમાડા બાદ પણ શહેરના ઘણા તળાવો દયનિય હાલતમાં છે.

ચોમાસા પહેલા કરવાની કામગીરી AMC અત્યારે કરી રહ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોની સફાઈ કરવી તેના ટાલિયા રીપેર કરવા સહિતની કામગીરી અત્યારે કરી રહ્યા છે. આમ તો આ કામગીરી ચોમાસા અગાઉ કરવી જોઈએ, જેથી ચોમાસુ આવે તો તેમાં સ્ટ્રોમ વોટર લાઈનનું પાણી તેમાં ઠાલવી શકાય અને પાણી જમીનમાં પણ ઉતરે અને બાદમાં તળાવ પણ ભરાયેલા રહે અને તેના માટે અત્યારે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે, જેમાં તળાવના તળિયા રીપેર કરવા નજીકમાંથી સ્ટ્રોમ વોટર લાઈન જતી હોય તેનું જોડાણ તળાવમાં આપવું, બ્યુટીફીકેશન સહિતની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, જેથી ચોમાસામાં વરસાદ પડે તો તેનું પાણી તળાવમાં રહે અને તળાવ 12 મહિના સુધી ભરેલા રહે.

તળાવમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા

ત્યારે બીજી તરફ શહેરના અનેક તળાવો એવા છે જે દયનિય હાલતમાં છે. જેમાં તળાવમાં પાણી નથી અને જે પાણી આવી રહ્યા છે તે ગટરના ગંદા પાણી આવી રહ્યા છે, જેથી તળાવના તળિયે રહેલું થોડું પાણી પણ ગંદકી વાળું છે મહત્વની વાત છે કે તળાવમાં પાણી ભરાય તો ચોકસાઈ પણ રહે પરંતુ આ તો તળાવમાં ગંદકીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. એવા સંજોગોમાં લોકો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે અને તે તળાવની મુલાકાત જ લેવાનું ટાળે છે. આ ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય રહે છે. AMC આગામી સમયમાં તળાવને ઈન્ટર કનેક્ટ કરવા માટે પણ આયોજન કરી રહ્યું છે, ત્યારે પહેલા તળાવમાં યોગ્ય મરામત અને સાફ સફાઈ થાય તે જરૂરી છે.