Rajkot News: આચાર સહિતા હટી જતા મહાપાલિકાના પદાધિકારીઓની કચેરીઓ ખુલી

જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચહલ પહળ જોવા મળી શાસક પક્ષના કાર્યાલયમાં ઉપનેતા મનીષ રાડીયાની હાજરી જોવા મળી હતી અન્ય પદાધિકારીઓએ સમયસર હાજરી આપવાનું ટાળીયુ હતુ શહેરમાં 84 દિવસની આચારસંહિતા પૂરી થતાં જ આજે રાજકોટ મહાપાલિકા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચહલ પહળ જોવા મળી હતી. અલબત્ત ટીઆરપી ગેમઝોન આગકાંડને કારણે કેટલાક પદ અધિકારીઓ અને ચેરમેન કચેરીએ દેખાયા ન હતા. મનપાના સ્ટાફ દ્વારા ચેમ્બરો ખોલીને સાફ-સફાઈ કરી નાખવામાં આવેલી પરંતુ કોર્પોરેટર કે ચેરમેનો સમયસર દેખાયા ન હતા. શાસક પક્ષના કાર્યાલયમાં ઉપનેતા મનીષ રાડીયાની હાજરી જોવા મળી હતી શાસક પક્ષના કાર્યાલયમાં ઉપનેતા મનીષ રાડીયાની હાજરી જોવા મળી હતી. પરંતુ અન્ય પદાધિકારીઓએ સમયસર હાજરી આપવાનું ટાળીયુ હતુ. ગઈકાલે વોર્ડ નંબર 13ના કોર્પોરેટરનું નામ આગકાંડમાં ચર્ચામાં આવ્યા બાદ નગર સેવકોએ સાવચેતી રાખી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કચેરીઓ ખુલી હતી અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ સહિતના આગેવાનો લાંબા સમય બાદ કચેરીએ જોવા મળ્યા હતા. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. ટીઆરપી ગેમઝોન ખાતે જે ગેરકાયદેસર બાંધકામ હતું તે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે રાજકોટ વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિતીન રામાણી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે નિતીન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલાત પણ કરી છે કે, તેણે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનનો આર્કિટેક સાથે સંપર્ક કરાવ્યો હતો.

Rajkot News: આચાર સહિતા હટી જતા મહાપાલિકાના પદાધિકારીઓની કચેરીઓ ખુલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચહલ પહળ જોવા મળી
  • શાસક પક્ષના કાર્યાલયમાં ઉપનેતા મનીષ રાડીયાની હાજરી જોવા મળી હતી
  • અન્ય પદાધિકારીઓએ સમયસર હાજરી આપવાનું ટાળીયુ હતુ

શહેરમાં 84 દિવસની આચારસંહિતા પૂરી થતાં જ આજે રાજકોટ મહાપાલિકા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચહલ પહળ જોવા મળી હતી. અલબત્ત ટીઆરપી ગેમઝોન આગકાંડને કારણે કેટલાક પદ અધિકારીઓ અને ચેરમેન કચેરીએ દેખાયા ન હતા. મનપાના સ્ટાફ દ્વારા ચેમ્બરો ખોલીને સાફ-સફાઈ કરી નાખવામાં આવેલી પરંતુ કોર્પોરેટર કે ચેરમેનો સમયસર દેખાયા ન હતા.

શાસક પક્ષના કાર્યાલયમાં ઉપનેતા મનીષ રાડીયાની હાજરી જોવા મળી હતી

શાસક પક્ષના કાર્યાલયમાં ઉપનેતા મનીષ રાડીયાની હાજરી જોવા મળી હતી. પરંતુ અન્ય પદાધિકારીઓએ સમયસર હાજરી આપવાનું ટાળીયુ હતુ. ગઈકાલે વોર્ડ નંબર 13ના કોર્પોરેટરનું નામ આગકાંડમાં ચર્ચામાં આવ્યા બાદ નગર સેવકોએ સાવચેતી રાખી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કચેરીઓ ખુલી હતી અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ સહિતના આગેવાનો લાંબા સમય બાદ કચેરીએ જોવા મળ્યા હતા.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. ટીઆરપી ગેમઝોન ખાતે જે ગેરકાયદેસર બાંધકામ હતું તે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે રાજકોટ વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિતીન રામાણી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે નિતીન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલાત પણ કરી છે કે, તેણે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈનનો આર્કિટેક સાથે સંપર્ક કરાવ્યો હતો.