Gandhinagar :ઊકાઈ-વણાકબોરીના સરકારી 4 વીજળી મથકો 1,050 કરોડમાં અપગ્રેડ થશે

બે એકમોના ટર્બાઇન-બોઈલર R&M પ્રોજેક્ટને સફળતાજીસેક કુલ 13 સરકારી થર્મલ વીજએકમો તબક્કાવાર મોર્ડનાઇઝ કરાશે આ ચારે એકમોનું આધુનિકીકરણ અંદાજે બે વર્ષમાં પૂર્ણ થશે રાજ્ય સરકારના કુલ 7,360 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતા બે ડઝનથી વધુ વીજળી મથકો પૈકી 13 જેટલા વર્ષો જૂના કોલસા આધારિત 2,700 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતા વીજમથકોનું ક્રમશઃ અપગ્રેડેશન હાથ ધરાઈ રહ્યું છે. જેમાં 200-200 મેગાવોટના ઊકાઈ યુનિટ નંબર-3 અને 5નો કોન્ટ્રાક્ટ ભારત સરકારની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ-'ભેલ'ને આપ્યા બાદ હમણાં 210-210 મેગાવોટના વણાકબોરી યુનિટ-1,2નો કોન્ટ્રાક્ટ એનટીપીસીની કંપની એનટીપીસી જીઈ પાવર સર્વિસીસ-પ્રાઇવેટ લિમિટેડને અપાયો છે. આ ચારે એકમોનું આધુનિકીકરણ અંદાજે બે વર્ષમાં પૂર્ણ થશે, જેમાં રૂ.1,050 કરોડ ખર્ચાશે. સૂત્રો કહે છે કે, 200 મેગાવોટનું ઊકાઈ યુનિટ નંબર-4 અને વણાકબોરી યુનિટ નંબર-3ને અપગ્રેડ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં હવે ઉપરોક્ત ચાર એકમોનું અપગ્રેડેશન હાથ ઉપર લેવાયું છે. આ પાયલોટમાં બંને એકમોના બોઈલર તથા ટર્બાઇનના રિનોવેશન એન્ટ મોર્ડનાઇઝેશન-આરએન્ડએમ પાછળ રૂ. 323 કરોડ ખર્ચાયા હતા. અપગ્રેડેશન પ્રોગ્રામ હેઠળના તમામ 13 વીજએકમોની વીજપડતરકિંમત ઊંચી હોવાને કારણે 'જર્ક'ની મેરિટ ઓર્ડર પદ્ધતિને લીધે આ એકમો બંધ હાલતમાં હતા. પાયલોટ પ્રોજેક્ટમાં બંને એકમોના ટર્બાઇન-બોઈલર બદલાતાં 350 કિલો કેલરી હિટ રેટ ઘટયો છે, જેને કારણે દર મહિને કોલસામાં રૂ.6 કરોડની બચત થઈ રહી છે. સાથોસાથ 'જર્ક'ના મેરિટ ઓર્ડર મુજબ એ એકમોની વીજળી ખરીદવા યોગ્ય બની છે. આવાં જ ટેક્નોલોજિકલ ફેરફારો અપગ્રેડેશનમાં જનારા અન્ય વીજમથકોમાં પણ હાથ ધરાશે, તદ્ઉપરાંત ફ્લેક્સિબલ ઓપરેશન યાને શરૂઆતના તબક્કાનું વિધાઉટ ઓઇલ જનરેશન શક્ય બનશે, એમ ટેક્નિકલ તજ્જ્ઞ જણાવી રહ્યાં છે. 'ભેલ' તથા એનજીએસએલ દ્વારા અપગ્રેડેશન બાદ વણાકબોરીના યુનિટ નંબર 4,5,6,7 અને ગાંધીનગરના યુનિટ નંબર 3,4,5નું મોર્ડનાઇઝેશન થશે, જે મથકો જર્મન ડિઝાઇન આધારિત છે.

Gandhinagar :ઊકાઈ-વણાકબોરીના સરકારી 4 વીજળી મથકો 1,050 કરોડમાં અપગ્રેડ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે એકમોના ટર્બાઇન-બોઈલર R&M પ્રોજેક્ટને સફળતા
  • જીસેક કુલ 13 સરકારી થર્મલ વીજએકમો તબક્કાવાર મોર્ડનાઇઝ કરાશે
  • આ ચારે એકમોનું આધુનિકીકરણ અંદાજે બે વર્ષમાં પૂર્ણ થશે

રાજ્ય સરકારના કુલ 7,360 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતા બે ડઝનથી વધુ વીજળી મથકો પૈકી 13 જેટલા વર્ષો જૂના કોલસા આધારિત 2,700 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતા વીજમથકોનું ક્રમશઃ અપગ્રેડેશન હાથ ધરાઈ રહ્યું છે.

જેમાં 200-200 મેગાવોટના ઊકાઈ યુનિટ નંબર-3 અને 5નો કોન્ટ્રાક્ટ ભારત સરકારની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ-'ભેલ'ને આપ્યા બાદ હમણાં 210-210 મેગાવોટના વણાકબોરી યુનિટ-1,2નો કોન્ટ્રાક્ટ એનટીપીસીની કંપની એનટીપીસી જીઈ પાવર સર્વિસીસ-પ્રાઇવેટ લિમિટેડને અપાયો છે. આ ચારે એકમોનું આધુનિકીકરણ અંદાજે બે વર્ષમાં પૂર્ણ થશે, જેમાં રૂ.1,050 કરોડ ખર્ચાશે.

સૂત્રો કહે છે કે, 200 મેગાવોટનું ઊકાઈ યુનિટ નંબર-4 અને વણાકબોરી યુનિટ નંબર-3ને અપગ્રેડ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં હવે ઉપરોક્ત ચાર એકમોનું અપગ્રેડેશન હાથ ઉપર લેવાયું છે. આ પાયલોટમાં બંને એકમોના બોઈલર તથા ટર્બાઇનના રિનોવેશન એન્ટ મોર્ડનાઇઝેશન-આરએન્ડએમ પાછળ રૂ. 323 કરોડ ખર્ચાયા હતા. અપગ્રેડેશન પ્રોગ્રામ હેઠળના તમામ 13 વીજએકમોની વીજપડતરકિંમત ઊંચી હોવાને કારણે 'જર્ક'ની મેરિટ ઓર્ડર પદ્ધતિને લીધે આ એકમો બંધ હાલતમાં હતા. પાયલોટ પ્રોજેક્ટમાં બંને એકમોના ટર્બાઇન-બોઈલર બદલાતાં 350 કિલો કેલરી હિટ રેટ ઘટયો છે, જેને કારણે દર મહિને કોલસામાં રૂ.6 કરોડની બચત થઈ રહી છે.

સાથોસાથ 'જર્ક'ના મેરિટ ઓર્ડર મુજબ એ એકમોની વીજળી ખરીદવા યોગ્ય બની છે. આવાં જ ટેક્નોલોજિકલ ફેરફારો અપગ્રેડેશનમાં જનારા અન્ય વીજમથકોમાં પણ હાથ ધરાશે, તદ્ઉપરાંત ફ્લેક્સિબલ ઓપરેશન યાને શરૂઆતના તબક્કાનું વિધાઉટ ઓઇલ જનરેશન શક્ય બનશે, એમ ટેક્નિકલ તજ્જ્ઞ જણાવી રહ્યાં છે. 'ભેલ' તથા એનજીએસએલ દ્વારા અપગ્રેડેશન બાદ વણાકબોરીના યુનિટ નંબર 4,5,6,7 અને ગાંધીનગરના યુનિટ નંબર 3,4,5નું મોર્ડનાઇઝેશન થશે, જે મથકો જર્મન ડિઝાઇન આધારિત છે.