Rajkot TRP GameZone: લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું

ગેમઝોનના માલિકો લોકો પાસે ભરાવતા હતા ફોર્મ જો કંઇ દુર્ઘટના થાય તો હું જવાબદાર એવું ફોર્મ ભરાવતા ઘટના સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તેવા ફોર્મ રાજકોટ અગ્નિકાંડમાં EXCLUSIVE સમાચાર સામે આવ્યા છે. ગેમઝોનના માલિકો લોકો પાસે ફોર્મ ભરાવતા હતા. તેમાં જો કંઇ દુર્ઘટના થાય તો હું જવાબદાર એવું ફોર્મ ભરાવતા હતા. લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું હતું. જેમાં ઘટના સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તેવા ફોર્મ ભરાતા હતા. TRP ગેમ્સનું ફોર્મ સંદેશ ન્યુઝના હાથે લાગ્યું છે TRP ગેમ્સનું ફોર્મ સંદેશ ન્યુઝના હાથે લાગ્યું છે. જેમાં અહી આવતા લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવી લેવામાં આવતું હતું. ગેમ્સ ઝોન દ્વારા પહેલીથી જ ગેમ્સ રમવા આવતા લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતું હતું. જો કોઈપણ ઘટના થાય તો પણ જવાબદારી અમારી રહેશે નહિ તેવા ફોર્મ ભરાવવામાં આવે છે. જો અહી મોત પણ થાય તો પણ જવાબદાર અમારી રહશે નહિ તેવું ફોર્મમાં લખેલું છે. ગત રોજ શનિવારે શહેરના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ સભ્યો ગુમ છે. હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર વિખેરાયો છે. તેઓ પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમઝોનમાં ગયા હતા. જ્યારે હજુ પાંચ સભ્યોનો પત્તો નથી. જ્યારે પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે વિરેન્દ્રસિંહે વાત કરતાં જણાવ્યું કે, મારો ભત્રીજો, તેની પત્ની, પુત્ર-પુત્રી અને સગા મળીને કુલ સાત જણા ગયા હતા. આમાંથી તેની પત્ની અને દીકરી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, તેઓ હોસ્પિટલમાં છે. આ પાંચ લોકો નીકળી શક્યા નહોતા. તેઓ ક્યાં છે તે હજુ ખબર પડતી નથી. ડીએનએ ટેસ્ટ લેવાયા છે. TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે. 28 વ્યક્તિના DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે.

Rajkot TRP GameZone: લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોનના માલિકો લોકો પાસે ભરાવતા હતા ફોર્મ
  • જો કંઇ દુર્ઘટના થાય તો હું જવાબદાર એવું ફોર્મ ભરાવતા
  • ઘટના સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તેવા ફોર્મ

રાજકોટ અગ્નિકાંડમાં EXCLUSIVE સમાચાર સામે આવ્યા છે. ગેમઝોનના માલિકો લોકો પાસે ફોર્મ ભરાવતા હતા. તેમાં જો કંઇ દુર્ઘટના થાય તો હું જવાબદાર એવું ફોર્મ ભરાવતા હતા. લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવવામાં આવતું હતું. જેમાં ઘટના સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં તેવા ફોર્મ ભરાતા હતા.

TRP ગેમ્સનું ફોર્મ સંદેશ ન્યુઝના હાથે લાગ્યું છે

TRP ગેમ્સનું ફોર્મ સંદેશ ન્યુઝના હાથે લાગ્યું છે. જેમાં અહી આવતા લોકો પાસે પહેલીથી જ મોતનું ફોર્મ ભરાવી લેવામાં આવતું હતું. ગેમ્સ ઝોન દ્વારા પહેલીથી જ ગેમ્સ રમવા આવતા લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતું હતું. જો કોઈપણ ઘટના થાય તો પણ જવાબદારી અમારી રહેશે નહિ તેવા ફોર્મ ભરાવવામાં આવે છે. જો અહી મોત પણ થાય તો પણ જવાબદાર અમારી રહશે નહિ તેવું ફોર્મમાં લખેલું છે. ગત રોજ શનિવારે શહેરના TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ સભ્યો ગુમ છે. હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર વિખેરાયો છે. તેઓ પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમઝોનમાં ગયા હતા. જ્યારે હજુ પાંચ સભ્યોનો પત્તો નથી. જ્યારે પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ છે.

સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે

વિરેન્દ્રસિંહે વાત કરતાં જણાવ્યું કે, મારો ભત્રીજો, તેની પત્ની, પુત્ર-પુત્રી અને સગા મળીને કુલ સાત જણા ગયા હતા. આમાંથી તેની પત્ની અને દીકરી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, તેઓ હોસ્પિટલમાં છે. આ પાંચ લોકો નીકળી શક્યા નહોતા. તેઓ ક્યાં છે તે હજુ ખબર પડતી નથી. ડીએનએ ટેસ્ટ લેવાયા છે. TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગની દુર્ઘટનામાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે. 16 વ્યક્તિના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે. 28 વ્યક્તિના DNA સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાશે.