Surendranagar News: ઝાલાવાડમાં 83દિવસની આચારસંહિતા બાદ આજથી વિકાસનાં કામોનો ધમધમાટ

પાલિકા વિસ્તારમાં પાણી, કોઝ-વે સહિતના વિકાસના કામો આગળ ધપશેગત તા. 16મી માર્ચે ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા અમલી બની હતી આચારસંહિતા પુરી થતા આજથી વિકાસના કામોનો જિલ્લાભરમાં ધમધમાટ જોવા મળશે સમગ્ર દેશમાં ગત તા. 16મી માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહીતા અમલી બની હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા. 7મી મેના રોજ મતદાન બાદ તા.4થી જુને મત ગણતરી યોજાઈ હતી. જયારે તા. 6ઠ્ઠી જુને આદર્શ આચારસંહિતા પુરી થતા આજથી વિકાસના કામોનો જિલ્લાભરમાં ધમધમાટ જોવા મળશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક સહિત દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત ગત તા. 16મી માર્ચના રોજ ઈલેકશન કમીશન ઓફ ઈન્ડીયા દ્વારા કરાઈ હતી. આ જાહેરાત થતા જ દેશમાં આદર્શ આચાર સંહીતા અમલી બની હતી. ત્યારે ચૂંટણીમાં ફોર્મ ભરાવાથી લઈ મતદાન અને મત ગણતરીની કાર્યવાહી હાલ પુરી થઈ છે. અને સમગ્ર દેશની સાથે ઝાલાવાડમાં પણ તા. 6ઠ્ઠી જુને આચારસંહીતાની વિદાય થશે. આથી હવે જિલ્લામાં 83 દિવસ બાદ વિકાસના કામો ફરી ધમધમતા થશે. સરકારી કચેરીઓમાં અધીકારીઓ, પદાધીકારીઓ, ઠેકેદારો અને અરજદારોનો ધમધમાટ જોવા મળશે. પદાધીકારીઓને તેમના વાહનો પરત મળી જશે. અને હોદ્દાની રૂએ મળતી સુવીધાઓ પણ ફરી શરૂ થઈ જશે. જયારે સરકીટ હાઉસમાં પણ હવે રાજકીય આગેવાનો બેઠક કરી શકશે. આ અંગે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, આચારસંહીતા પુરી થઈ જતા હવે શહેરમાં નગરપાલિકા હસ્તકના વિકાસના કામો આગળ ધપશે. જેમાં અમૃત 2.0 યોજના હેઠળ પાણી પુરવઠાના કામોમાં વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે. આ ઉપરાંત મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ માટે આગામી દિવસોમાં રી ટેન્ડરીંગ કરાશે. બીજી તરફ અગાઉની સામાન્ય સભામાં રૂપિયા 16 કરોડના ખર્ચે મંજુર થયેલ જીઆઈડીસી કોઝવેના ટેન્ડર ખોલવામાં આવનાર છે.

Surendranagar News: ઝાલાવાડમાં 83દિવસની આચારસંહિતા બાદ આજથી વિકાસનાં કામોનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલિકા વિસ્તારમાં પાણી, કોઝ-વે સહિતના વિકાસના કામો આગળ ધપશે
  • ગત તા. 16મી માર્ચે ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા અમલી બની હતી
  • આચારસંહિતા પુરી થતા આજથી વિકાસના કામોનો જિલ્લાભરમાં ધમધમાટ જોવા મળશે

સમગ્ર દેશમાં ગત તા. 16મી માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહીતા અમલી બની હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત તા. 7મી મેના રોજ મતદાન બાદ તા.4થી જુને મત ગણતરી યોજાઈ હતી. જયારે તા. 6ઠ્ઠી જુને આદર્શ આચારસંહિતા પુરી થતા આજથી વિકાસના કામોનો જિલ્લાભરમાં ધમધમાટ જોવા મળશે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક સહિત દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત ગત તા. 16મી માર્ચના રોજ ઈલેકશન કમીશન ઓફ ઈન્ડીયા દ્વારા કરાઈ હતી. આ જાહેરાત થતા જ દેશમાં આદર્શ આચાર સંહીતા અમલી બની હતી. ત્યારે ચૂંટણીમાં ફોર્મ ભરાવાથી લઈ મતદાન અને મત ગણતરીની કાર્યવાહી હાલ પુરી થઈ છે. અને સમગ્ર દેશની સાથે ઝાલાવાડમાં પણ તા. 6ઠ્ઠી જુને આચારસંહીતાની વિદાય થશે. આથી હવે જિલ્લામાં 83 દિવસ બાદ વિકાસના કામો ફરી ધમધમતા થશે. સરકારી કચેરીઓમાં અધીકારીઓ, પદાધીકારીઓ, ઠેકેદારો અને અરજદારોનો ધમધમાટ જોવા મળશે. પદાધીકારીઓને તેમના વાહનો પરત મળી જશે. અને હોદ્દાની રૂએ મળતી સુવીધાઓ પણ ફરી શરૂ થઈ જશે. જયારે સરકીટ હાઉસમાં પણ હવે રાજકીય આગેવાનો બેઠક કરી શકશે. આ અંગે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, આચારસંહીતા પુરી થઈ જતા હવે શહેરમાં નગરપાલિકા હસ્તકના વિકાસના કામો આગળ ધપશે. જેમાં અમૃત 2.0 યોજના હેઠળ પાણી પુરવઠાના કામોમાં વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે. આ ઉપરાંત મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ માટે આગામી દિવસોમાં રી ટેન્ડરીંગ કરાશે. બીજી તરફ અગાઉની સામાન્ય સભામાં રૂપિયા 16 કરોડના ખર્ચે મંજુર થયેલ જીઆઈડીસી કોઝવેના ટેન્ડર ખોલવામાં આવનાર છે.