Surendranagar News: ધામામાં રસ્તે ચાલવા બાબતે કૌટુંબિક સાળાઓએ બનેવીને મારમાર્યાની રાવ

ટ્રેન્ટ ગામેથી પરિવાર ધામા સમાધિના દર્શન કરવા આવ્યો હતોઈજાગ્રસ્ત વ્યક્તિને પાટડી બાદ વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયો જયાંથી વિરમગામની શિવ હોસ્પિટલ રીફર કરાયા હતા અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે રહેતા રમણગીરી નટુગીરી બાવા ટુ વ્હીલરનું ગેરેજ ચલાવે છે. તેમની પત્ની સગુણાબેને આંખે મોતીયાનું ઓપરેશન કરાવેલ હોઈ તેમની સાળીઓ હળવદના ભગવતીબેન જમનાગીરી, અમદાવાદના રંજનબેન જગદીશગીરી અને વઘાડાના તારામતીબેન સુખદેવગીરી ખબર કાઢવા આવ્યા હતા. જેમાં તા. 4થી જુને તેમના સસરાની સમાધી દસાડા તાલુકાના ધામા ગામે હોઈ રમણગીરી પત્ની અને સાળીઓને લઈને કાર લઈને સમાધીના દર્શને આવ્યા હતા. દર્શન કરી, શકિત માતાના મંદિરે પ્રસાદી લઈ આરામ કર્યા બાદ બચુગીરી બાપુના આશ્રામે જતા હતા. ત્યારે રમણગીરીના કૌટુંબીક સાળા અને ધામામાં રહેતા યશવંતગીરી દેવેન્દ્રગીરી ગોસ્વામી અને વિકાસગીરી દેવેન્દ્રગીરી ગોસ્વામીએ આવી અહીંથી તમારે નીકળવાનું નહીં તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં રમણગીરીએ અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને ભાઈઓએ પાઈપો વડે માર માર્યો હતો. જેમાં સગુણાબેન અને તેમની બહેનો વચ્ચે પડતા તેમને પણ માર મરાયો હતો. આ બનાવમાં રમણગીરીને માથામાં ઈજા થતા પ્રથમ પાટડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાંથી વિરમગામની શિવ હોસ્પિટલ રીફર કરાયા હતા. આ અંગે રમણગીરીએ કૌટુંબીક સાળા યશવંતગીરી, વિકાસગીરી સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર એચ.એ.વડેખણીયા ચલાવી રહ્યા છે.

Surendranagar News: ધામામાં રસ્તે ચાલવા બાબતે કૌટુંબિક સાળાઓએ બનેવીને મારમાર્યાની રાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રેન્ટ ગામેથી પરિવાર ધામા સમાધિના દર્શન કરવા આવ્યો હતો
  • ઈજાગ્રસ્ત વ્યક્તિને પાટડી બાદ વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયો
  • જયાંથી વિરમગામની શિવ હોસ્પિટલ રીફર કરાયા હતા

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે રહેતા રમણગીરી નટુગીરી બાવા ટુ વ્હીલરનું ગેરેજ ચલાવે છે. તેમની પત્ની સગુણાબેને આંખે મોતીયાનું ઓપરેશન કરાવેલ હોઈ તેમની સાળીઓ હળવદના ભગવતીબેન જમનાગીરી, અમદાવાદના રંજનબેન જગદીશગીરી અને વઘાડાના તારામતીબેન સુખદેવગીરી ખબર કાઢવા આવ્યા હતા. જેમાં તા. 4થી જુને તેમના સસરાની સમાધી દસાડા તાલુકાના ધામા ગામે હોઈ રમણગીરી પત્ની અને સાળીઓને લઈને કાર લઈને સમાધીના દર્શને આવ્યા હતા. દર્શન કરી, શકિત માતાના મંદિરે પ્રસાદી લઈ આરામ કર્યા બાદ બચુગીરી બાપુના આશ્રામે જતા હતા. ત્યારે રમણગીરીના કૌટુંબીક સાળા અને ધામામાં રહેતા યશવંતગીરી દેવેન્દ્રગીરી ગોસ્વામી અને વિકાસગીરી દેવેન્દ્રગીરી ગોસ્વામીએ આવી અહીંથી તમારે નીકળવાનું નહીં તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં રમણગીરીએ અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને ભાઈઓએ પાઈપો વડે માર માર્યો હતો. જેમાં સગુણાબેન અને તેમની બહેનો વચ્ચે પડતા તેમને પણ માર મરાયો હતો. આ બનાવમાં રમણગીરીને માથામાં ઈજા થતા પ્રથમ પાટડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાંથી વિરમગામની શિવ હોસ્પિટલ રીફર કરાયા હતા. આ અંગે રમણગીરીએ કૌટુંબીક સાળા યશવંતગીરી, વિકાસગીરી સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર એચ.એ.વડેખણીયા ચલાવી રહ્યા છે.