Rathyatra 2024: 22મીએ જગન્નાથજી મોસાળ જશે, 13 પોળમાં રસોડા ધમધમશે

સૌથી મોટુ રસોડુ લુહાર શેરી અને વાસણ શેરીમાં બનશે સૌપહેલા મોહનથાળ, બુંદી અને ફૂલવડી બનશે 2 દિવસ અગાઉથી તૈયારીઓનો ધમધમાટ થશે શરૂ રથયાત્રા નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં 23મીએ મામેરુ ભરાશે અને સાથે તેમાં 3 સોના-ચાંદીના હાર સહિતની વસ્તુઓનો સમાવેશ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. આ પહેલા જળયાત્રાનું પણ આયોજન કરાશે. જમાલપુર મંદિરેથી 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં પ્રભુ જશે. 2 જુલાઈએ મામેરુ ભારશે અને સાથે જ સરસપુર વિસ્તારમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની શોભાયાત્રા પણ નીકળશે. કેવી છે રસોડાની તમામ તૈયારીઓ રણછોડરાયજીના મંદિરેથી મળી રહેલી માહિતિ અનુસાર 3 દિવસ પહેલાથી જ સરસપુરની તમામ પોળોમાં રસોડા શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ તેમાં પહેલા મોહનથાળ, બૂંદી અને મીઠાઈની સાથે ફૂલવડી પણ બનાવી દેવામાં આવશે. આ સાથે રથયાત્રાના આગળના દિવસે રાતથી પોળમાં રસોડા ધમધમશે. જેમાં પુરી-શાક, દાળ-ભાત અને કીચડી કઢી જેવી વાનગીઓ પણ બનવા લાગશે. ક્યાં હશે સૌથી મોટું રસોડું સરસપુરની વાત કરીએ તો અહીં લુહાર શેરી અને વાસણ શેરીનું રસોડું સૌથી મોટું હશે. આ સિવાય અન્ય જગ્યાઓમાં સાળવી વાડ, ગાંધીની પોળ, લીમડાની પોળ, સ્વામિનારાયણ મંદિર, પીપળાની પોળ, આંબલી પોળ, પડિયાની પોળ, તડિયાની પોળ, કડિયાવાડ સહિતની જગ્યાઓએ નગરજનો માટે પ્રસાદીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પોળોમાં ચાલતા રસોડાનો લાભ લાખો ભક્તો લે છે. 2 દિવસ પહેલાથી આ જગ્યાઓએ ઉત્સાહનો માહોલ જોવા મળે છે. જાણો સરસપુરમાં કેટલા કાર્યક્રમો ક્યારે ઉજવાશે 23 જૂન રવિવાર - સાંજે 5.30 વાગ્યે કેરીનો મનોરથ, રાતે 9 વાગ્યે જય નારાયણ ભજનમંડળના ભજન 27 જૂન ગુરુવાર - સાંજે 5.30 વાગ્યે ડ્રાયફ્રૂટ્સનો મનોરથ 29 જૂન શનિવાર- આખો દિવસ ભજનના કાર્યક્રમો થશે 30 જૂન રવિવાર - સાંજે 5.30 વાગ્યે મિક્સ ફ્રૂટ્સનો મનોરથ

Rathyatra 2024: 22મીએ જગન્નાથજી મોસાળ જશે, 13 પોળમાં રસોડા ધમધમશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌથી મોટુ રસોડુ લુહાર શેરી અને વાસણ શેરીમાં બનશે
  • સૌપહેલા મોહનથાળ, બુંદી અને ફૂલવડી બનશે
  • 2 દિવસ અગાઉથી તૈયારીઓનો ધમધમાટ થશે શરૂ

રથયાત્રા નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં 23મીએ મામેરુ ભરાશે અને સાથે તેમાં 3 સોના-ચાંદીના હાર સહિતની વસ્તુઓનો સમાવેશ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. આ પહેલા જળયાત્રાનું પણ આયોજન કરાશે. જમાલપુર મંદિરેથી 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં પ્રભુ જશે. 2 જુલાઈએ મામેરુ ભારશે અને સાથે જ સરસપુર વિસ્તારમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની શોભાયાત્રા પણ નીકળશે.

કેવી છે રસોડાની તમામ તૈયારીઓ

રણછોડરાયજીના મંદિરેથી મળી રહેલી માહિતિ અનુસાર 3 દિવસ પહેલાથી જ સરસપુરની તમામ પોળોમાં રસોડા શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ તેમાં પહેલા મોહનથાળ, બૂંદી અને મીઠાઈની સાથે ફૂલવડી પણ બનાવી દેવામાં આવશે. આ સાથે રથયાત્રાના આગળના દિવસે રાતથી પોળમાં રસોડા ધમધમશે. જેમાં પુરી-શાક, દાળ-ભાત અને કીચડી કઢી જેવી વાનગીઓ પણ બનવા લાગશે.

ક્યાં હશે સૌથી મોટું રસોડું

સરસપુરની વાત કરીએ તો અહીં લુહાર શેરી અને વાસણ શેરીનું રસોડું સૌથી મોટું હશે. આ સિવાય અન્ય જગ્યાઓમાં સાળવી વાડ, ગાંધીની પોળ, લીમડાની પોળ, સ્વામિનારાયણ મંદિર, પીપળાની પોળ, આંબલી પોળ, પડિયાની પોળ, તડિયાની પોળ, કડિયાવાડ સહિતની જગ્યાઓએ નગરજનો માટે પ્રસાદીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પોળોમાં ચાલતા રસોડાનો લાભ લાખો ભક્તો લે છે. 2 દિવસ પહેલાથી આ જગ્યાઓએ ઉત્સાહનો માહોલ જોવા મળે છે.

જાણો સરસપુરમાં કેટલા કાર્યક્રમો ક્યારે ઉજવાશે

  • 23 જૂન રવિવાર - સાંજે 5.30 વાગ્યે કેરીનો મનોરથ, રાતે 9 વાગ્યે જય નારાયણ ભજનમંડળના ભજન
  • 27 જૂન ગુરુવાર - સાંજે 5.30 વાગ્યે ડ્રાયફ્રૂટ્સનો મનોરથ
  • 29 જૂન શનિવાર- આખો દિવસ ભજનના કાર્યક્રમો થશે
  • 30 જૂન રવિવાર - સાંજે 5.30 વાગ્યે મિક્સ ફ્રૂટ્સનો મનોરથ