Jamnagar મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલમાં ફાયરના સાધનો ભંગાર હાલતમાં

જામનગરમાં રાજકોટમાં ગેનઝોન દુર્ઘટનાના પડઘા જામનગરમાં સ્પોર્ટ્સ સંકૂલમાં ફાયર સેફટીનો અભાવ 250 થી વધુ ખેલાડીઓના જીવ જોખમમાં રાજકોટમાં ગેનઝોનમાં જે દુર્ઘટના બની તેમ 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ત્યારે હવે રાજ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને તેણે લઈને તપાસ શરૂ દેવામાં આવી રહી છે. ગેમઝોન હોય, હોટલ હોય, કે કેફે હોય બધી જ જગ્યા પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જામનગરમાં પણ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્પોર્ટસ સંકુલમાં ફાયરસેફટીનો અભાવ જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર NOCના હોય તેવી જગ્યાઓ સીલ મારવામાં આવી રહી છે. જેમાં ફાયર સેફટી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો , હોસ્પિટલો વગેરે સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જામનગરમાં તો દિવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલના બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનોનો અભાવ છે. ખેલાડીઓની સુરક્ષાનું શું? જામનગરમાં શહેરભરમાં ફાયરના સાધનો અને નિયમોના અભાવે એકમોને સીલ કરતી જામનગર મહાનગરપાલિકાના તળાવની પાળ પાસે આવેલા રમત ગમત સંકુલમાં બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો એટલે કે એકસ્ટીગ્યુશર નથી. આ બધી રમત રમવા માટે દરરોજ 250 થી વધુ ખેલાડીઓ આવતા હોય છે. આમ છતાં ફાયરના સાધનો રાખવામાં ઘોર બેદરાકારી દાખવામાં આવી છે. ત્યારે રાજકોટ જેવી દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સળગતો સવાલ બન્યો છે. આરોગ્ય કેન્દ્રમાં ફાયરના અપૂરતા સાધનો જામનગર મહાપાલિકાના રમત ગમત સંકુલમાં બેડમીન્ટ કોર્ટ, ટેબલટેનીસ રૂમ, જીમ અને લોબીમાં ફાયર એકસ્ટીગ્યુશર નથી. આટલું જ નહીં આ એકસ્ટીગ્યુશર 15 દિવસથી રીફીલમાં ગયા હોવાના દાવા ફરજ પરના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે 15-15 દિવસથી સાધનો રીફલ ન થયા હોય કોઇ દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સવાલ ખેલાડીઓમાં ઉઠયો છે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકા હસ્તક શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં પણ ફાયરના અપૂરતા સાધનો છે. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની વધુ ભીડ રહેતી હોય આટલા ફાયરના સાધનો પૂરતા છે કે કેમે તે તપાસનો વિષય બન્યો છે. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જામનગર મનપાના રમતગમત સંકુલના સ્ટોરરૂમમાં ચકાસણી કરતા બે ફાયર એકસ્ટીગ્યુશર ભંગાર હાલતમાં મળી આવ્યા હતાં. વળી, આ સાધનો એકસપાયરી એટલે કે વર્ષ 2022-23 ના હોય મુદત વીતી ગયેલા હતા જેથી તે કોઇ કામના નથી. રમત ગમત સંકુલમાંથી બહાર નીકળવાનો મુખ્ય સિવાયનો એટલે કે વૈકલ્પિક દરવાજો પણ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે આ સવાલ સૌને સતાવી રહ્યો છે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

Jamnagar મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલમાં ફાયરના સાધનો ભંગાર હાલતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરમાં રાજકોટમાં ગેનઝોન દુર્ઘટનાના પડઘા
  • જામનગરમાં સ્પોર્ટ્સ સંકૂલમાં ફાયર સેફટીનો અભાવ
  • 250 થી વધુ ખેલાડીઓના જીવ જોખમમાં

રાજકોટમાં ગેનઝોનમાં જે દુર્ઘટના બની તેમ 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ત્યારે હવે રાજ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને તેણે લઈને તપાસ શરૂ દેવામાં આવી રહી છે. ગેમઝોન હોય, હોટલ હોય, કે કેફે હોય બધી જ જગ્યા પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જામનગરમાં પણ ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સ્પોર્ટસ સંકુલમાં ફાયરસેફટીનો અભાવ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર NOCના હોય તેવી જગ્યાઓ સીલ મારવામાં આવી રહી છે. જેમાં ફાયર સેફટી વગરની હોટલ, રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો , હોસ્પિટલો વગેરે સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જામનગરમાં તો દિવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલના બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનોનો અભાવ છે.

ખેલાડીઓની સુરક્ષાનું શું?

જામનગરમાં શહેરભરમાં ફાયરના સાધનો અને નિયમોના અભાવે એકમોને સીલ કરતી જામનગર મહાનગરપાલિકાના તળાવની પાળ પાસે આવેલા રમત ગમત સંકુલમાં બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો એટલે કે એકસ્ટીગ્યુશર નથી. આ બધી રમત રમવા માટે દરરોજ 250 થી વધુ ખેલાડીઓ આવતા હોય છે. આમ છતાં ફાયરના સાધનો રાખવામાં ઘોર બેદરાકારી દાખવામાં આવી છે. ત્યારે રાજકોટ જેવી દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સળગતો સવાલ બન્યો છે.

આરોગ્ય કેન્દ્રમાં ફાયરના અપૂરતા સાધનો

જામનગર મહાપાલિકાના રમત ગમત સંકુલમાં બેડમીન્ટ કોર્ટ, ટેબલટેનીસ રૂમ, જીમ અને લોબીમાં ફાયર એકસ્ટીગ્યુશર નથી. આટલું જ નહીં આ એકસ્ટીગ્યુશર 15 દિવસથી રીફીલમાં ગયા હોવાના દાવા ફરજ પરના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે 15-15 દિવસથી સાધનો રીફલ ન થયા હોય કોઇ દુઘર્ટના બનશે તો જવાબદાર કોણ તે સવાલ ખેલાડીઓમાં ઉઠયો છે. બીજી તરફ જામનગર મહાનગરપાલિકા હસ્તક શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં પણ ફાયરના અપૂરતા સાધનો છે. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની વધુ ભીડ રહેતી હોય આટલા ફાયરના સાધનો પૂરતા છે કે કેમે તે તપાસનો વિષય બન્યો છે.

કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

જામનગર મનપાના રમતગમત સંકુલના સ્ટોરરૂમમાં ચકાસણી કરતા બે ફાયર એકસ્ટીગ્યુશર ભંગાર હાલતમાં મળી આવ્યા હતાં. વળી, આ સાધનો એકસપાયરી એટલે કે વર્ષ 2022-23 ના હોય મુદત વીતી ગયેલા હતા જેથી તે કોઇ કામના નથી. રમત ગમત સંકુલમાંથી બહાર નીકળવાનો મુખ્ય સિવાયનો એટલે કે વૈકલ્પિક દરવાજો પણ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે આ સવાલ સૌને સતાવી રહ્યો છે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?