Vadodaraમાં રાજકોટની દુર્ઘટના બાદ તંત્રએ ફનપાર્ક,ગેમિંગ ઝોન અને સર્કસ બંધ કરાવ્યાં

તમામ જગ્યાએ વિવિધ એજન્સીઓનું ચેકિંગ ફન બ્લાસ્ટમાં PWD દ્વારા હાથ ધરાયું ચેકિંગ હીટવેવને લઈ સર્કસ બે દિવસ બંધ હોવાનું લગાવ્યું બોર્ડ રાજકોટની દુર્ઘટના બાદ તંત્રએ આળસ મરડી છે.સમગ્ર રાત દરમિયાન વિવિધ ફન પાર્કમાં ચેકિંગ કર્યું હતુ તો તમામ ફનપાર્ક, ગેમિંગ ઝોન અને સર્કસ સહિતના પ્રોગ્રામો બંધ કરાવ્યા છે.તમામ જગ્યાએ વિવિધ એજન્સીઓએ ચેકિંગ હાથધર્યું છે.ફન બ્લાસ્ટમાં પીડબ્લ્યુડી દ્વારા હાથ ધરાયું છે ચેકિંગ તો હીટવેવને લઈ સર્કસ બે દિવસ બંધ હોવાનું બોર્ડ લગાવ્યું છે. મોડી રાતથી જ કાર્યવાહી હાથધરી વડોદરામાં હરણી બોટકાંડની ઘટના સામે આવી ચુકી છે. જે બાદ તંત્ર દ્વારા આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અનેક આકરા પગલાં લેવામાં આવ્યા હતા. ગતરોજ રાજકોટ ગેમઝોનમાં આગની દુર્ઘટના સામે આવ્યા બાદ વડોદરાનું તંત્ર એલર્ટ બનીને એક્શનમાં આવ્યું છે. અને મોડી રાતથી જ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બે ટીમો દ્વારા જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. શું કહેવું છે ફાયર ઓફીસરનું આ અંગે જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોવાથી પાલિકાની ઇલેક્ટ્રીકલ, સિવિલ, મિકેનીકલ, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 9 ગેમઝોનમાં તપાસ કરવામાં આવી છે. અગાઉ 15 દિવસ પહેલા જ ફન બ્લાસ્ટને નોટીસ આપીને સિલીંગ કરાવ્યું હતું. તેમની જોડેથી કમ્પ્લાયન્સ પુરા કરાવ્યા છે. ઉપરાંત મોલમાં ફાયરનો સ્ટાફ સજ્જ છે તેની ચકાસણી કરવામાં આવી છે. વડોદરાના ફાયર બ્રિગેડ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. વડોદરામાં કોઇ પણ ઘટના ન ઘટે તે આપણે સુનિશ્ચિત કરી રહ્યા છે. અમારી ટીમ સ્થળ પર જઇને ચેકલિસ્ટ પ્રમાણે તપાસ કરશે. નવેસરથી ચકાસણી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ તમામ ગેમીંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબેલીટી, સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી, તેમજ ફાયર એનઓસી, બિલ્ડીંગ ઓક્યુપન્શી સર્ટીફીકેટ, ઈલેકટ્રીસીટી લોડ અને કનેકશન અને આ સિવાય ની અન્ય બાબતો અંગે સ્થાનિક તંત્ર દ્વારા જ્યાં સુધી નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફરમાવવામાં આવેલ છે  

Vadodaraમાં રાજકોટની દુર્ઘટના બાદ તંત્રએ ફનપાર્ક,ગેમિંગ ઝોન અને સર્કસ બંધ કરાવ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તમામ જગ્યાએ વિવિધ એજન્સીઓનું ચેકિંગ
  • ફન બ્લાસ્ટમાં PWD દ્વારા હાથ ધરાયું ચેકિંગ
  • હીટવેવને લઈ સર્કસ બે દિવસ બંધ હોવાનું લગાવ્યું બોર્ડ

રાજકોટની દુર્ઘટના બાદ તંત્રએ આળસ મરડી છે.સમગ્ર રાત દરમિયાન વિવિધ ફન પાર્કમાં ચેકિંગ કર્યું હતુ તો તમામ ફનપાર્ક, ગેમિંગ ઝોન અને સર્કસ સહિતના પ્રોગ્રામો બંધ કરાવ્યા છે.તમામ જગ્યાએ વિવિધ એજન્સીઓએ ચેકિંગ હાથધર્યું છે.ફન બ્લાસ્ટમાં પીડબ્લ્યુડી દ્વારા હાથ ધરાયું છે ચેકિંગ તો હીટવેવને લઈ સર્કસ બે દિવસ બંધ હોવાનું બોર્ડ લગાવ્યું છે.

મોડી રાતથી જ કાર્યવાહી હાથધરી

વડોદરામાં હરણી બોટકાંડની ઘટના સામે આવી ચુકી છે. જે બાદ તંત્ર દ્વારા આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અનેક આકરા પગલાં લેવામાં આવ્યા હતા. ગતરોજ રાજકોટ ગેમઝોનમાં આગની દુર્ઘટના સામે આવ્યા બાદ વડોદરાનું તંત્ર એલર્ટ બનીને એક્શનમાં આવ્યું છે. અને મોડી રાતથી જ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બે ટીમો દ્વારા જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

શું કહેવું છે ફાયર ઓફીસરનું

આ અંગે જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોવાથી પાલિકાની ઇલેક્ટ્રીકલ, સિવિલ, મિકેનીકલ, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 9 ગેમઝોનમાં તપાસ કરવામાં આવી છે. અગાઉ 15 દિવસ પહેલા જ ફન બ્લાસ્ટને નોટીસ આપીને સિલીંગ કરાવ્યું હતું. તેમની જોડેથી કમ્પ્લાયન્સ પુરા કરાવ્યા છે. ઉપરાંત મોલમાં ફાયરનો સ્ટાફ સજ્જ છે તેની ચકાસણી કરવામાં આવી છે. વડોદરાના ફાયર બ્રિગેડ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. વડોદરામાં કોઇ પણ ઘટના ન ઘટે તે આપણે સુનિશ્ચિત કરી રહ્યા છે. અમારી ટીમ સ્થળ પર જઇને ચેકલિસ્ટ પ્રમાણે તપાસ કરશે.

નવેસરથી ચકાસણી

મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ તમામ ગેમીંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબેલીટી, સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી, તેમજ ફાયર એનઓસી, બિલ્ડીંગ ઓક્યુપન્શી સર્ટીફીકેટ, ઈલેકટ્રીસીટી લોડ અને કનેકશન અને આ સિવાય ની અન્ય બાબતો અંગે સ્થાનિક તંત્ર દ્વારા જ્યાં સુધી નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફરમાવવામાં આવેલ છે