જૂનાગઢની લોકસભા બેઠક પરથી ભાજપ-કોંગ્રેસે ઉતારેલા ઉમેદવારની જાણો રાજકીય સફર

ભાજપે જૂનાગઢ લોકસભા સીટ પર રાજેશ ચૂડાસમાને આપી છે ટિકીટ કોગ્રેસે જૂનાગઢ લોકસભા સીટ પર હીરાભાઈ જોટવાને આપી છે ટિકીટ જૂનાગઢ જિલ્લાની પ્રજા હવે ભાજપ કે કોગ્રેસ કોને જોવા ઈચ્છે તે તો સમય જ બતાવશે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે,દેશભરના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે,ગુજરાતમાં લોકશાહીના પર્વની અનોખી વાત હોય છે,ગુજરાતમાં ભાજપે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે બીજી તરફ કોગ્રેસ હજી અમુક સીટો પર ઉમેદવારો જાહેર કર્યા નથી,આપણે વાત કરીએ છીએ જૂનાગઢ સીટની જયાં ભાજપ અને કોગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે,ત્યારે આ વખતે પ્રજા કોને તેમના નેતા બનાવવા માંગે છે તે તો આવનારો સમય જ નક્કી કરશે. કોગ્રસના ઉમેદવાર હીરા જોટવા હીરા જોટવાનો થોડો પરિચય મેળવી લઇએ તો, તેમણે BA સુધીનો અભ્યાસ કરેલો છે..તેઓ ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.1991થી 2004 સુધી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરી સંભાળી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા.વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે 2019થી વર્ષ 2023 સુધી રહ્યા. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.2023થી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. ભાજપનાના ઉમેદવાર રાજેશ ચૂડાસમા જુનાગઢ બેઠક પરથી ભાજપે ત્રીજીવાર રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે. જુનાગઢ બેઠક પર કેટલાય નામ ચર્ચામાં હતા. ત્યારે આખરે રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર લાગી છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. રાજેશ ચુડાસમા બે ટર્મથી સાંસદ છે, ત્યારે પાર્ટીએ ફરી એકવાર રાજેશ ચુડાસમા પર વિશ્વાસ મુક્યો છે.રાજેશ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ માંગરોળના ધારાસભ્ય હતા. તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભારતીયજનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા. જૂનાગઢ વિધાનસભાને લઈ જાણો જૂનાગઢમાં અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સાત-સાત ચૂંટણી જીત્યા છે. શરૂઆતમાં આ બેઠક પર કોંગ્રેસ મજબુત સ્થિતિમાં રહી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. 1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા. આ લોકસભા બેઠક અંતર્ગત જુનાગઢ જિલ્લાની ત્રણ જુનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક આવે છે અને ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં તાલાલા, સોમનાથ, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્ઞાતિનું સમીકરણ આ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ રહ્યુ છે. કોળી મતદારો અહીં કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠક પર રાજપૂત, આહીર અને પાટીદાર સમાજના ઉમેદવારો પણ સાંસદ બન્યા છે. 2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો.જૂનાગઢમાં 7 લાખ 13 હજાર 524 મહિલાઓ અને 7 લાખ 72 હજાર 17 પુરૂષ મતદાતાઓ છે.1989 બાદ કોંગ્રેસે જુનાગઢ પરથી તેનુ પ્રભુત્વ ગુમાવ્યુ. 1989 બાદ જુનાગઢ લોકસભા બેઠક પર યોજાયેલી 8 ચૂંટણાીમાં કોંગ્રેસ ફક્ત 2004ની જ ચૂંટણી જીતી હતી, અહીં છેલ્લે 2004માં કોંગ્રેસ જીતી હતી. જેમાં જશુભાઈ બારડે જીતી હતી. 1991માં પહેલીવાર ભાજપે આ બેઠક જીતી. 1991 સતત 4 ટર્મ સુધી ભાવનાબેન ચીખલિયા અહીંથી જીતતા આવ્યા હતા. જે બાદ 2004માં કોંગ્રેસના જશા બારડ જીત્યા હતા. ત્યારબાદ 2009માં ભાજપે દિનુ બોઘા સોલંકીને ટિકિટ આપી અને તેમણે બહુ પાતળી સરસાઈથી કોંગ્રેસના જશા બારડને હરાવ્યા હતા. 2014ની લોકસભામાં ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી અને જેમણે કોંગ્રેસના પૂંજા વંશને હરાવ્યા હતા. 2019માં પણ ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા તો કોંગ્રેસે પૂંજા વંશને રિપીટ કર્યા હતા અને ભાજપના રાજેશ ચુડાસમા જીત્યા હતા. જૂનાગઢ એક ઐતિહાસિક નગર જૂનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જૂનાગઢ એક ઐતિહાસિક નગર છે. દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947માં મળી પરંતુ જૂનાગઢમાં ખરા અર્થમાં 9મી નવેમ્બરે આઝાદી મળી હતી. સંત, સુરા અને સાવજની ભૂમિ પર પાછલા એક દસકાથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભોગવો લહેરાય છે. ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અલગ જ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે જ્યારે કોંગ્રેસે વર્તમાન ઉપપ્રમુખ અને પીઢ કોંગ્રેસી અને આહીર અગ્રણી હીરાભાઈ જોટવાની પસંદગી કરી છે. જૂનાગઢ લોકસભા બેઠકના 1957 થી 2019 સુધીના પરીણામો લોકસભા 2019ના ચૂંટણીના પરિણામો 1 -2019માં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,47,952 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના પુંજા વંશને 3,97,767 2 - ભાજપ ઉમેદવારને 54.51 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 39.57 મત મળ્યા હતા 3 - એ વર્ષે નોટામાં 15 હજારથી વધુ મત પડયા હતા

જૂનાગઢની લોકસભા બેઠક પરથી ભાજપ-કોંગ્રેસે ઉતારેલા ઉમેદવારની જાણો રાજકીય સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપે જૂનાગઢ લોકસભા સીટ પર રાજેશ ચૂડાસમાને આપી છે ટિકીટ
  • કોગ્રેસે જૂનાગઢ લોકસભા સીટ પર હીરાભાઈ જોટવાને આપી છે ટિકીટ
  • જૂનાગઢ જિલ્લાની પ્રજા હવે ભાજપ કે કોગ્રેસ કોને જોવા ઈચ્છે તે તો સમય જ બતાવશે

વર્ષ 2024 લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે,દેશભરના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે,ગુજરાતમાં લોકશાહીના પર્વની અનોખી વાત હોય છે,ગુજરાતમાં ભાજપે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે બીજી તરફ કોગ્રેસ હજી અમુક સીટો પર ઉમેદવારો જાહેર કર્યા નથી,આપણે વાત કરીએ છીએ જૂનાગઢ સીટની જયાં ભાજપ અને કોગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે,ત્યારે આ વખતે પ્રજા કોને તેમના નેતા બનાવવા માંગે છે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

કોગ્રસના ઉમેદવાર હીરા જોટવા

હીરા જોટવાનો થોડો પરિચય મેળવી લઇએ તો, તેમણે BA સુધીનો અભ્યાસ કરેલો છે..તેઓ ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.1991થી 2004 સુધી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરી સંભાળી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા.વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે 2019થી વર્ષ 2023 સુધી રહ્યા. 2022મા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.2023થી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે.


ભાજપનાના ઉમેદવાર રાજેશ ચૂડાસમા

જુનાગઢ બેઠક પરથી ભાજપે ત્રીજીવાર રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે. જુનાગઢ બેઠક પર કેટલાય નામ ચર્ચામાં હતા. ત્યારે આખરે રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર લાગી છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ થાય છે. રાજેશ ચુડાસમા બે ટર્મથી સાંસદ છે, ત્યારે પાર્ટીએ ફરી એકવાર રાજેશ ચુડાસમા પર વિશ્વાસ મુક્યો છે.રાજેશ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદસભ્ય છે. તેઓ અગાઉ માંગરોળના ધારાસભ્ય હતા. તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભારતીયજનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા.


જૂનાગઢ વિધાનસભાને લઈ જાણો

જૂનાગઢમાં અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સાત-સાત ચૂંટણી જીત્યા છે. શરૂઆતમાં આ બેઠક પર કોંગ્રેસ મજબુત સ્થિતિમાં રહી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. 1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા. આ લોકસભા બેઠક અંતર્ગત જુનાગઢ જિલ્લાની ત્રણ જુનાગઢ, વિસાવદર અને માંગરોળ વિધાનસભા બેઠક આવે છે અને ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં તાલાલા, સોમનાથ, કોડીનાર અને ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

જ્ઞાતિનું સમીકરણ

આ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ રહ્યુ છે. કોળી મતદારો અહીં કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠક પર રાજપૂત, આહીર અને પાટીદાર સમાજના ઉમેદવારો પણ સાંસદ બન્યા છે. 2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો.જૂનાગઢમાં 7 લાખ 13 હજાર 524 મહિલાઓ અને 7 લાખ 72 હજાર 17 પુરૂષ મતદાતાઓ છે.1989 બાદ કોંગ્રેસે જુનાગઢ પરથી તેનુ પ્રભુત્વ ગુમાવ્યુ. 1989 બાદ જુનાગઢ લોકસભા બેઠક પર યોજાયેલી 8 ચૂંટણાીમાં કોંગ્રેસ ફક્ત 2004ની જ ચૂંટણી જીતી હતી, અહીં છેલ્લે 2004માં કોંગ્રેસ જીતી હતી. જેમાં જશુભાઈ બારડે જીતી હતી. 1991માં પહેલીવાર ભાજપે આ બેઠક જીતી. 1991 સતત 4 ટર્મ સુધી ભાવનાબેન ચીખલિયા અહીંથી જીતતા આવ્યા હતા. જે બાદ 2004માં કોંગ્રેસના જશા બારડ જીત્યા હતા. ત્યારબાદ 2009માં ભાજપે દિનુ બોઘા સોલંકીને ટિકિટ આપી અને તેમણે બહુ પાતળી સરસાઈથી કોંગ્રેસના જશા બારડને હરાવ્યા હતા. 2014ની લોકસભામાં ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી અને જેમણે કોંગ્રેસના પૂંજા વંશને હરાવ્યા હતા. 2019માં પણ ભાજપે રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા તો કોંગ્રેસે પૂંજા વંશને રિપીટ કર્યા હતા અને ભાજપના રાજેશ ચુડાસમા જીત્યા હતા.


જૂનાગઢ એક ઐતિહાસિક નગર

જૂનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે. જૂનાગઢ એક ઐતિહાસિક નગર છે. દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947માં મળી પરંતુ જૂનાગઢમાં ખરા અર્થમાં 9મી નવેમ્બરે આઝાદી મળી હતી. સંત, સુરા અને સાવજની ભૂમિ પર પાછલા એક દસકાથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભોગવો લહેરાય છે. ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે, અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અલગ જ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પર ભાજપે ત્રીજીવાર રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે જ્યારે કોંગ્રેસે વર્તમાન ઉપપ્રમુખ અને પીઢ કોંગ્રેસી અને આહીર અગ્રણી હીરાભાઈ જોટવાની પસંદગી કરી છે.

જૂનાગઢ લોકસભા બેઠકના 1957 થી 2019 સુધીના પરીણામો


લોકસભા 2019ના ચૂંટણીના પરિણામો

1 -2019માં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 5,47,952 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના પુંજા વંશને 3,97,767

2 - ભાજપ ઉમેદવારને 54.51 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 39.57 મત મળ્યા હતા

3 - એ વર્ષે નોટામાં 15 હજારથી વધુ મત પડયા હતા