Rajkot Rain: જસદણ, આટકોટમાં તોફાની કમોસમી વરસાદે વેર્યો વિનાશ

હાઈવે પર અનેક હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયાજસદણમાં અનેક વીજપોલ થયા ધરાશાયી એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો રાજકોટમાં આજે પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબક્યો હતો. તોફાની પવન અને ભારે વરસાદને કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, મોટા-મોટા હોર્ડીંગ ઉખડી પડ્યા છે. જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાની થવાની આશંકા સેવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, રાજકોટના આટકોટમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબક્યો હતો. ભારે પવનને કારણે અનેક ઝાડ તુટી પડ્યા હતા. હાઇવે પર મોટા થાંભલાના સોથ વાળી દીધો હતો. હાઈવે મોટા હોડીગ જમીનમાંથી ઉખેડી હવામાં ઉડતા જોવા મળ્યા હતા. તો ભારે વરસાદ અને પવનને કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થયાની સંભાવના છે. તલ બાજરો જુવારને નુકસાની થયું છે. જાણવા મળી રહ્યું છે કે, મીની વવાઝુડા ફુંકાયું હતું ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. એક કલાકમાં દોઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આટકોટના ગાયત્રી નગર તળાવ નવા નીર આવ્યા હતા. ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા. તો, અને વીજપોલ ધરાશાયી થતાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો તેમજ વિજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. એક કલાક સુધી કુદરતી તાંડવ લોકોએ નિહાળ્યું હતું. લારી કેબીનો ભારે પવનના કારણે ઉંધી નાખી દીધી હતી. આટકોટ ગોંડલ રોડ ઉપર ખારચિયા પાસે વડલાનું ઝાડ પડતાં એક સાઈડનો રોડ બંધ થયો હતો. તેમજ, ખારચિયા ગામે મકાન પર પીપલનું વૃક્ષ પડ્યું હતું, જોકે, સદનસીબે કોઈ જાન હાનિ થવા પામી નથી. વીરનગર બળધોઈ ખારચિયા આટકોટ જીવાપર પાંચવડા શહીદ વિસ્તારોમાં વરસાદ ખાબકીયો હતો અને મિનિ વાવાઝોડાના કારણે લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.

Rajkot Rain: જસદણ, આટકોટમાં તોફાની કમોસમી વરસાદે વેર્યો વિનાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઈવે પર અનેક હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા
  • જસદણમાં અનેક વીજપોલ થયા ધરાશાયી
  • એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

રાજકોટમાં આજે પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબક્યો હતો. તોફાની પવન અને ભારે વરસાદને કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, મોટા-મોટા હોર્ડીંગ ઉખડી પડ્યા છે. જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાની થવાની આશંકા સેવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના આટકોટમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબક્યો હતો. ભારે પવનને કારણે અનેક ઝાડ તુટી પડ્યા હતા. હાઇવે પર મોટા થાંભલાના સોથ વાળી દીધો હતો. હાઈવે મોટા હોડીગ જમીનમાંથી ઉખેડી હવામાં ઉડતા જોવા મળ્યા હતા. તો ભારે વરસાદ અને પવનને કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થયાની સંભાવના છે. તલ બાજરો જુવારને નુકસાની થયું છે.

જાણવા મળી રહ્યું છે કે, મીની વવાઝુડા ફુંકાયું હતું ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. એક કલાકમાં દોઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આટકોટના ગાયત્રી નગર તળાવ નવા નીર આવ્યા હતા. ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા. તો, અને વીજપોલ ધરાશાયી થતાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે.

ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો તેમજ વિજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. એક કલાક સુધી કુદરતી તાંડવ લોકોએ નિહાળ્યું હતું. લારી કેબીનો ભારે પવનના કારણે ઉંધી નાખી દીધી હતી. આટકોટ ગોંડલ રોડ ઉપર ખારચિયા પાસે વડલાનું ઝાડ પડતાં એક સાઈડનો રોડ બંધ થયો હતો. તેમજ, ખારચિયા ગામે મકાન પર પીપલનું વૃક્ષ પડ્યું હતું, જોકે, સદનસીબે કોઈ જાન હાનિ થવા પામી નથી. વીરનગર બળધોઈ ખારચિયા આટકોટ જીવાપર પાંચવડા શહીદ વિસ્તારોમાં વરસાદ ખાબકીયો હતો અને મિનિ વાવાઝોડાના કારણે લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.